હૂકમ છે રમત હારવાની નથી,
અને ચાલ પણ ચાલવાની નથી.
તમારુ કહ્યુ માનવાની નથી,
ઉદાસી કશે પણ જવાની નથી.
હવે જિન્દગી તારો ચેહરો બતાવ,
અમારે તને ધારવાની નથી.
ગયા જે હજી આંખ સામે જ છે,
ખબર કોઇના આવવાની નથી.
શુકન-અપશુકન શેના, શેની વિદાય !!
નદી પહાડને પૂછવાની નથી.
-ભાવેશ ભટ્ટ ‘મન’
No comments:
Post a Comment