જીર્ણ વસ્તીનો જરા વૃતાંત લખવા દો મને
એ તરફ કાં થાય છે કલ્પાંત લખવા દો મને .
જિંદગીમાં એ હજી શું શું નથી પામી શક્યા,
રોટી, કપડાં, ખોરડાં ઉપરાંત લખવા દો મને.
જીવવા માટે પળે પળ જેટલા કરવા પડ્યા
એ બધા ઉપવાસ આમરણાંત લખવા દો મને.
આંખ મીંચી યુદ્ધ જીતાશે નહીં અસ્તિત્વનું
પાર કરવો કેમ પીડાનો પ્રાંત લખવા દો મને.
ધર્મનો ધોખો તજી પરતીત જાણી પંડ્યની,
કઈ રીતે જીવાય છે નિર્ભ્રાંત લખવા દો મને
No comments:
Post a Comment