તુ હોય તો લાગે મારે જીવતર જેવું,
ન'કા આખો જન્મારો રખડી જવાય છે.
પરબ હો ભલે સામે અમૃત સમાન,
ન હોય જો પાનારા ,તો તરસી જવાય છે.
હોય ભલે સાંજ ઉદાસ અમારી,
મલો સામે હસતા
તો અમારા થી મલકી જવાય છે.
બહુ દોડાવ્યા અમસ્તા આ દુનિયા માં,
પ્રભુ હવે,શ્વાસો ભરતા ભરતા
હાંકી જવાય છે.
"આભાસ"મારો તું રહેજે મારી પાસે,
તારા વગર આ જીવનમાં ભટકી જવાય છે.
-આભાસ✒
No comments:
Post a Comment