ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, April 2, 2015

અમે   રાખમાંથીયે   બેઠા   થવાના,
જલાવો  તમે  તોયે  જીવી   જવાના.

ભલે જળ  ન  સીંચો  તમે તે છતાંયે,
અમે  ભીંત  ફાડીને  ઊગી  જવાના.

ધખો  તમતમારે  ભલે  સૂર્ય  માફક,
સમંદર ભર્યો  છે, ન  ખૂટી  જવાના.

ચલો  હાથ   સોંપો, ડરો  ન લગીરે,
તરી પણ  જવાના ને  તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે  પંખી  એકે   ન  ચૂકી જવાના!

No comments:

Post a Comment