તારા વગરનો દિવસ એટલે
સૂરજ વગરનો દિવસ,
દિલનો તું જ એક પ્રકાશ!
તારા વગરની રાત એટલે
ચંદ્ર વગરની રાત,
અમાસનો તું જ એક અજવાસ!
તારા વગરની સવાર એટલે
ઝાકળ વગરની સવાર,
પુષ્પની તું જ એક સુવાસ!
તારા વગરની સાંજ એટલે
રંગો વગરની સાંજ,
ક્ષિતિજની તું જ એક ભિનાશ!
તારા વગરનો પંથ એટલે
પ્રાણ વગરનો પંથ
પથિક હું, તું જ એક પ્રવાસ!
સાથી, ચાલ ભમીએ સાથ
મારો તું જ એક આવાસ!
No comments:
Post a Comment