ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, June 5, 2015

જેને ચાહો ને તેને અપઁણ થાવ તે પ્રેમ કહેવાય

જે સ્થળેથી જાવ ને જવાનુ મન ના થાય,
તે પ્રેમ કહેવાય.
તમે જાવ ને હ્રદયમાં સ્નેહ ઉમટે,
તે પ્રેમ કહેવાય.
ન માગો ને પલકવારમાં હાજર થાય,
તે પ્રેમ કહેવાય.
જેની વાણીમાં મીઠાશનો દરીયો ઉમટે,
તે પ્રેમ કહેવાય.
ની:સ્વાથઁ ભાવ થી તમે જેને ચાહો,
તે પ્રેમ કહેવાય.
તમારી સ્મૃતિને જીવનભર સાચવે,
તે પ્રેમ કહેવાય.
તમે આવો ને વાતાવરણ જીવંત બને,
તે પ્રેમ કહેવાય.
બીજા કાજે અપાર કરુણા વહાવે
તે પ્રેમ કહેવાય.
તમને જોવા વર્ષોથી આશા સેવે,
તે પ્રેમ કહેવાય.
જેને મળી તમારુ જીવન તારે,
તે પ્રેમ કહેવાય.
જેને ચાહો ને તેને અપઁણ થાવ
તે પ્રેમ કહેવાય.
નફરત કરતાને પ્રેમ કરતા કરે
ત "લાલુ" પ્રેમ કહેવાય.

-ચુડાસમા લાલજી "લાલુ"

No comments:

Post a Comment