રોજ રોજ ની વાત કરુ,
તો તે કહે છે ફરીયાદ કરુ;
હમણા હું તારી પાસ રહુ,
શ્વાસની જેમ ધબકતોરહુ;
શાંત મુખમુદ્રામાં રહુ,
તો કહે કે, કેમ શાંત રહુ ?
તોફાન બની ત્રાટકતો રહુ,
ભીતરમાં ઘોડાપૂર રહુ;
આજની જ નવી વાત કરુ,
ખંતથી નવી શરુઆત કરુ;
સ્મીત આપી પ્રણામ કરુ,
ચાલો,સમદરની સફર કરુ.
ફૂલ ખીલી ઉઠે તેવી રીત કહુ,
"લાલુ"સુવાષ થી પમરાટ કરુ.
-ચુડાસમા લાલજી "લાલુ"
No comments:
Post a Comment