હાટમાં બેજબાન ઊભું છે
કોણ, થાવા મહાન , ઊભું છે ?
જ્યોત જેવું વિધાન ઊભું છે
નામ સામે નિશાન ઊભું l
એ વિચારે જ ઊંઘ આવી કે
મારી માથે મકાન ઊભું છે
એમ કાયમ જીવ્યા ઉતાવળમાં
જેમ સામે વિમાન ઊભું છે
એટલો વેત રાખજો સ્નેહી
મોત ,લેવા લગાન ઊભું છે
-સ્નેહી પરમાર
(આગામી 'યદા તદા ગઝલ' માંથી)
No comments:
Post a Comment