મને સાવ ભુલવાનું તને નહી પાલવે,
પછી આમ રડવાનું તને નહી પાલવે.
હું સાવ અલગ છું દુનિયાની રીતથી,
મારી સાથે જીવવાનું તને નહી પાલવે.
તમે તો સુખીયા,જન્નત તમારા ચરણે,
રસ્તે રસ્તે ભટકવાનું તમને નહી પાલવે.
શ્વાસે શ્વાસે ડુસકા છાના,જિંદગી ના,
કટકે કટે મરવાનું તમને નહી પાલવે.
હાલત મારી છે ફકીર જેવી એ દોસ્ત,
દોસ્તી નિભાવવાનું તમને નહી પાલવે.
હું જેવો છું તારી સામે જ છું સદા,
"આભાસ"ને જોવાનું તમને નહી પાલવે.
-આભાસ
No comments:
Post a Comment