એક યાદ હૈયા માં ખાસ છોડી જાય છે.
એક અજંપો આસપાસ છોડી જાય છે.
દિવસ રાત જેવું નથી હોતું હૈયામાં,
કો ' અંધાર કો'ઉજાસ છોડી જાય છે.
આંખે આંજેલ હોય છે જે યાદનું કાજળ.
સ્વપ્ન મહેલનો ભાસ છોડી જાય છે .
અરમાનો નો સૂરજ છે સંધ્યા ને મિલને,
અશ્રુભીની આંખમાં રતાશ છોડી જાય છે.
મિલનની ક્ષણે મહેંકતું મન હતું જે,
વિરહની રાતોમાં ઉદાસ છોડી જાય છે.
મિલન, વિરહ, ઝૂરાપો, મુંઝારાની ક્ષણો ,
લાગણીઓનો મેળો ચોપાસ છોડી જાય છે.
ના કોઈ પગલાં ના ઈશારો કોઈ મલકનો,
ચોતરફ એક અધૂરી તલાશ છોડી જાય છે.
દિલ પર હાથ રાખી કહ્યું'તું, અહીં જછું.
ટેરવાંના સ્પર્શનો અહેસાસ છોડી જાય છે.
" दाजी "
No comments:
Post a Comment