ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, December 15, 2015

તારુ હદય બહુ  જ સુંદર છે...

તારુ હદય બહુ  જ સુંદર છે...
એમા રહેવા માટે થોડી જગ્યા આપીશ ?
તારા હદય માં આપણા પ્રેમ નું ઘર બનાવુ છે...
તારી એ ધડકનને મારી કિંમતી પળ બનાવીશ?
તારા પ્રેમના વસંતી વાયરાની અદભુત ટાઢક,
ને આ થીજવનારી ટાઢ માં તારો હુંફાળો સ્પર્શ,
આ ઈશની દુનિયાનો હું નાનકડો અંશ....
મને તારા આલિંગનમાં  લઈ તારામાં  સમાવીશ?
પળ પળ ભટકુ છું એ અનંત રાહે,
એ જ ઈંતઝારમાં કે મારાં હદયને ધબકાર મળશે....
આ હદય ને તારા હદય સાથેના પરિણય માં પલટાવીશ?
વારી ગઈ છું તને તારા પવિત્ર પ્રેમ પર,
આ ' જ્ન્નત ' ને જન્મોજનમ તારી બનાવીશ ?

                  - જ્ન્નત
               પિનલ સતાપરા

                  15 december 2015
                  6:50 pm

No comments:

Post a Comment