ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, December 16, 2015

ઉધાડી દ્વાર એ ભાગી ગયા છે,

ઉધાડી દ્વાર એ ભાગી ગયા છે,
ખબર થઇ, કાળજું ચોરી ગયા છે.

તમાશો જોવા સૌ આવી ગયા છે,
અગન લાગી કે કોઈ બાળી ગયા છે.

મને સાગરમાં મજધારે ડુબાડી,  
બધા સમજે કે એ ફાવી ગયા છે.

હજું સપના સુવાડીને તો આવ્યો,
અચાનક કેમ એ જાગી ગયા છે.?

મરણ પામ્યો નથી, જીવંત છું હું ,
છતાં સ્મશાનમાં છોડી ગયા છે.

-પ્રશાંત સોમાણી

No comments:

Post a Comment