જીંદગી માં જીવતા આવડ્યું નહિ
જીંદગી ને માણતા આવડ્યું નહિ
કેટ કેટલાં પુષ્ષો શીખવી ગયાં
હજી કંટકોને મ્હેકતાં આવડ્યું નહિ
ઇશ્વર ઊભો જ હતો સુખ આપવાં
અમને દુઃખ સંતાડતા આવડ્યું નહિ
એ જ આવ્યા હતાં કિનારે મળવા,
માછલી ના રૂપમાં છલકાતા આવડ્યું નહિ.
ઘણું સમજાવ્યું હતું ખતોમાં તમે,
અભણ લપ્રેમી ને સમજતા આવડ્યું નહિ
-મેવાડા ભાનું 'શ્વેત'
No comments:
Post a Comment