ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, December 18, 2015

આરસીમાં કેદ છે , એ જ એમાં ભેદ છે .

આરસીમાં કેદ છે ,
એ જ એમાં ભેદ છે .

જીવવું છે ? શ્વાસ લે ,
આ હવામાં મેદ છે .

મૃત્યુ લાગે જળ સમું
જિંદગીમાં છેદ છે .

વાસનાઓ ખદબદે
છેક  દિલમાં ખેદ છે .

તું જરા દે લાગણી ,
પ્રેમ પંચમ વેદ છે .

કવિ જલરૂપ
મોરબી

No comments:

Post a Comment