વાત પ્રેમની છે છુપાવી નહિ શકું,
અને હ્રદયની વાત બતાવી નહિ શકું.
કહી દઉં જાહેર માં આ વાત ને ,
મારા શ્વાસ ને હવે દબાવી નહિ શકું.
હું તો જાણી ગયો છું વાત આતમની,
પણ આ દુનિયા ને સમજાવી નહિ શકું.
ખુલાસા કરવા પડે છે હયાતી નાં,
કાળને કોઈ વાતે હરાવી નહિ શકું.
વાંક છે એનો મારા મરણ માટે છતાં,
જિંદગીને એ મોઢે બોલાવી નહિ શકું.
થંભી જા વારો તારો પણ ચડી આવશે,
પછી એ રથને રોકાવી નહિ શકું.
ચેતી જાજે મોકો છે પરીક્ષા પહેલા,
પછી એ પેપર બતાવી નહિ શકું.
"આભાસ" વિચારી લે જે જાત માટે,
પછી આ રસ્તો બદલાવી નહિ શકું.
-આભાસ
No comments:
Post a Comment