તારા દિલમાં મારી અસર રાખ,
હું કેમ છું,થોડી ઘણી ખબર રાખ.
તને મળુ છું માત્ર તારી આંખ માં,
આંખો ને પલકાયા વગર રાખ.
મારા આ રખડતા આ શરીર માટે,
તારા હૈયે મધુર એક નગર રાખ.
બદનામ થવાની તૈયારી છે મારી,
તું મારવા બને હાથમાં પથ્થર રાખ.
થઈ જાશે પ્રેમ તો જીવી નહી શકે,
"આભાસ"થી થોડો તું અંતર રાખ.
-આભાસ
No comments:
Post a Comment