એ નજર પણ જબરી હતી .
છાની વાતની ખબરી હતી .
કહી દેતી વાત ભીતર ની.
ખૂબ કલાથી જે સંઘરી હતી.
ઢળી પડે કદી લજજાથી તો,
ઊકેલવી પણ અઘરી હતી. .
ના પામી શકો ઊંડાણ કદી,
સમંદર સરખી ગહેરી હતી .
જમાનાની હતી ખરી પારખુ, ,
ગામની ગોરી જરી શહેરી હતી.
માહેર હતી ઈશારાના હૂનરમાં,
મોજીલીને વળી લહેરી હતી.
મતવાલી ને કામણગારી પણ,
નશીલીને વળી ઝહેરી હતી.
સપનાં ભરી દુનિયામહીં.
ઊર આંગણની પ્રહરી હતી.
" दाजी "
No comments:
Post a Comment