ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, February 19, 2016

ટેઈક ઈટ ઈઝી -સ્નેહી પરમાર

થોડી આંખો બળવાની છે, ટેઈક ઈટ ઈઝી
એજ સુવિધા ,રડવાની છે ,ટેઈક ઈટ ઈઝી
તારી ઈચ્છા, જીતવાની છે,ટેઈક ઈટ ઈઝી
છેલે કોઠે મારવાની છે ,ટેઈક ઈટ ઈઝી
બીજા પરના આરોપોની લાંબી યાદી
તારા નામે ચડવાની છે,ટેઈક ઈટ ઈઝી,
જે ભીંતો પર બેસી ને તું રંગ ઉડાડે
એ ભીતો પણ અફવાની છે,ટેઈક ઈટ ઈઝી
સાંજ પડી છે ત્યાં તું શરણે થવા લાગ્યો
રાત હજી તો પડવાની છે,ટેઈક ઈટ ઈઝી
-સ્નેહી પરમાર
(તમન્ના સામયિક માંથી સાભાર)

No comments:

Post a Comment