વૃંદાવન થયુ છે આજ ઘેલુ
શ્યામના ભાવભીના આગમનથી,
આજે તો થશે પ્રેમની હેલી
બાકી આગળ જોયુ જાશે ....
આપ્યુ તે રાસલીલાનું આમંત્રણ
મોકલ્યું છે હદયની ઊર્મિ થી,
આજે તો થઇ જાશે ઊજાગરો
બાકી આગળ જોયુ જાશે ...
આવી ઊભો છે લગોલગ
છેક શ્વાસની ધડકતી રુહ સુધી,
આંખો મીચીને ખાબકો કાન
બાકી આગળ જોયુ જાશે ...
તાકી રહેશે આસમાન,
ગાંડીતૂર બનશે તારી હરખઘેલી ગોપીઓ,
પણ તને આંખો થી રુહમાં ભરવાની તક નઈ છોડે મીરાં ઓ શ્યામ
બાકી આગળ જોયુ જાશે ...
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment