સમયને ખોતરી જો ક્યાંકથી બચપણ થવા લાગે
સજીવન તો પછી મુરજાયેલા સગપણ થવા લાગે
પલકભર ભૂલવા ઇચ્છું કદી આ અવદશાને તો
કરમની આ દિવાલો હરઘડી વળગણ થવા લાગે
સમી સાંજે ભરી રાખે ઝરૂખો સૂર્યને આંખે
બિચારો ભાણ મારા ગામનું રજકણ થવા લાગે
જુવાનીની બધી કેડી મને આલ્સફાટ ભાસે છે
ફરીને જોઉ છું તો જીવતા પગરણ થવા લાગે
વહેતા કાળને જોયા કરું છું "શીલ" બાઅદબ
ક્ષણેક્ષણ સાચવી છે એટલે સ્મરણ થવા લાગે
હેમશીલા .....".શીલ".શાહ......
No comments:
Post a Comment