નદીની ભેખડે એક તરણું આશ રાખે.
એક જલબૂંદ કાજે ધરી શ્વાસ રાખે.
સીંચેછે માટી તરણાની તરસ ને,
ઊરની ભીનાશ ધરી ચોપાસ રાખે.
કોમળ કણસલાને છાતી સમ ચાંપી.
વિકરાળ ભેખડ એક નરમાશ રાખે.
આછુ આછુ મલકી માટીને હરખાવે,
ઝાકળ બૂંદ પી તરણું વિશ્વાસ રાખે.
ધરતીની ગોદમાં વર્ષા ની આશમાં,
છૂપાવી કૂંપળ એક મૂળ પાસ રાખે.
ઝઝૂમવા જોરાવર આંધીની સામે.
કૂણું કણસલું કાળજે કુમાશ રાખે.
દેખી પ્રણયગોષ્ઠી ભેખડને તરણાની,
મંદ મંદ સમીર પણ સહવાસ રાખે.
" દાજી "
No comments:
Post a Comment