ફકત દિલની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે.
આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માંગે છે.
જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માંગે છે.
એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે.
નામ છે ભગવાન બસએ વ્યક્તિનું
જે અહીં સૌની ભલાઈ માંગે છે.
-અજાણ
No comments:
Post a Comment