સૌ મથે છે પામવા એને સ્તવનમાં આમ તો!
ગૂંજે કાયમ નામ એનું છે પવનમાં આમ તો !
હોમવાના છે બધા અવગુણ ખરેખર એમાં, પણ
હોમે સૌ દ્રવ્યો બીજાં જો કે હવનમાં આમ તો !
માનવીમાં એ ભળી એવાં ગયાં છે આજે સૌ,
પ્રાણીઓ રહેતાં હતાં હિંસક હા, વનમાં આમ તો !
દર્દ આ આવી ગયું ક્યાંથી, ના એ પૂછો તમે!
માંડ એને હું છુપાવું છું કવનમાં આમ તો!
કોઈને પોતાનું તું માને એ તારી ભૂલ છે,
હોય છે ક્યાં કોઈ, કોઈનું જીવનમાં આમ તો!
-હેમંત મદ્રાસી
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Friday, February 19, 2016
સૌ મથે છે પામવા એને સ્તવનમાં આમ તો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment