કામણ ગારી કાયા તારી,
રંગીન તારી લાલી છે.
વદન તારા ફૂલની પાંખડી,
નયન જાણે સુરાહી છે.
પરીઓ જેવી ચાલ તમારી,
વાતોમાં કઇ જાદુ છે.
રેશમ જેવા કેશ તમારા,
મહેક એની બહુ પ્યારી છે.
હસતાં જ્યારે ખંડન પડતા,
એ ગાલ બહુ ગુલાબી છે.
મહેંદી રચેલા હાથ તમારા,
પગ મા મહેંદી લાગી છે.
રૂમઝુમ કરતી વાગે પાયલ,
એ ધૂન બહુ સુંવાણી છે.
મુખ તારૂ રૂપાળુ છે,
ને કોયલ જેવી વાણી છે.
પણ "રાકેશ"ને "નીશુ" તારી,
આંખો સૌથી વ્હાલી છે.
:- રાકેશ રાઠોડ -:
No comments:
Post a Comment