તમે ન હોય 'ને તમારું નામ ચાલે ખરું...?
ના' તોય, લાગણી નું કામ ચાલે ખરું...?
તમે ન આવો મીલનને એકેય ટાંણે' હો ,
તમારું જ, આમ ને આમ ચાલે ખરું...?
દિવસો ને દિવસો ગયા આથમી હવે,
પ્રારંભ બન્નેનું, એક પરીણામ ચાલે ખરું..?
માને કેમ દિલ' કઇંક વર્ષોની લડાઈ,
થઇ લાગણી, હવે તે સંગ્રામ ચાલે ખરું...?
શબ્દ ભલે તીક્ષ્ણ' એકેય ન તોડે "મૌન"
જો ન હોય પ્રેમ તો, આવુ બેફામ ચાલે ખરું...?
-મૌન✨
No comments:
Post a Comment