સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ
મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની
કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી
આવે
ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો
પર
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે
ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી
આવે
ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર
પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ
મળી આવ
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Thursday, May 21, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment