ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label દેવેન્દ્ર ધમલ. Show all posts
Showing posts with label દેવેન્દ્ર ધમલ. Show all posts

Wednesday, October 26, 2016

ગઝલ :- નેતા સંવાદ - લ્યો મોજ તો ક્યો.

ગઝલ :- નેતા સંવાદ -
લ્યો મોજ તો ક્યો.
----------------------------------------------
છંદ :- ગાલગાગા - 4
-------------------------------------------------
કાલ આપણ મેચ તો જીતી ગયા, લ્યો મોજ તો ક્યો.
આપણે તો ઘર મહીં અટકી ગયા,લ્યો મોજ તો ક્યો.

ચૂંટણીનો ફાયદો થોડો ઘણો તો થાય છે હાં ,
મારગો પર રોડ કેવા થઇ ગયા, લ્યો મોજ તો ક્યો.

નાની નાની લાંચથી કંઇ મોજ તો આવે તો નહી ના !
આખે આખી ગ્રાન્ટને ભરખી ગયા,લ્યો મોજ તો ક્યો.

બોલવાની છે મજા તો બોલવામાં વાંક શું છે?
વાયદો આપી અમે છટકી ગયા ,લ્યો મોજ તો ક્યો.

આ ઞજબની  વાત છે ,નેતા થવું સ્હેલું નથી હો !
આપણે કંઇ કેટલા બગડી ગયા,   લ્યો મોજ તો ક્યો.

આપણી આ જિંદગી તો જુઠ પર ચાલે 'ધમલ' હાં ,
તે છતાં આ લોક તો સમજી ગયા ,લ્યો મોજ તો ક્યો.

               -- દેવેન્દ્ર ધમલ

Wednesday, April 13, 2016

વિયોગી હ્દય

વિયોગી હ્દય

દિશાઓ    ધૂંધળી    આજે  ભલા તો આમ શાને છે.
અરે!ૠત રાજવી  મુજ દિલ   મહી શાને   બહાને છે.

હવાનો રંગ દેખાયો   અલગ,    જોને   એ   માદક છે
અરે   અણસાર  અેના  આગમનનો શું   બધાને   છે?.

સુણાવી   છે કહાની    આભને   તુજ યાદની આથી,
રડી શબનમ   ભલા  મુજ સાથ જોને  પાન પાને છે.

સજાવી  આંગણું  આવી  છું હું તુજ   રાહ   જોવાને,
હરખ તુજ આગમનનો  આજ તો  કૈં  આસમાને  છે.

બળી છું   કેટલું  હું    એ ખબર   જાણે    ખુદાને છે,
નહીંતર  આ  મિલનને   મારગે  શીતળતા શાને છે.

'ધમલ'  સદ્ભાગ્ય છે મારું  મને આ પ્રેમ જો મળ્યો,
વિયોગી આ હ્રદય ઇશ્ર્વર   તણો  આભાર  માને છે.

                         -    દેવેન્દ્ર   ધમલ

લગાગાગા   લગાગાગા    લગાગાગા     લગાગાગા