ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label કાજલ ઓઝા વૈદ્ય. Show all posts
Showing posts with label કાજલ ઓઝા વૈદ્ય. Show all posts

Friday, June 3, 2016

તારી આંખોમાં તું ડૂબ હવે, ધીમેથી...

તારી આંખોમાં તું ડૂબ હવે, ધીમેથી
બીજાની આંખોમાં તરવાનું છોડ.

વાયદાનાં ફૂલોની મોસમ તો વીતી ગઇ
વગડે વગડે હવે ફરવાનું છોડ.

તારી આંખોમાં ભલે ખાલીપો ઝૂરતો
બીજાની રાતોને ભરવાનું છોડ.

તારી હથેળીમાં ચડવા દે રંગ કોઇ
મુઠ્ઠીની રેત જેમ સરવાનું છોડ.

પગલાંની છાપ હવે ક્યાંય નથી પડવાની
છોડ બધું, નીકળી જા… ડરવાનું છોડ.

એની સુગંધે ક્યાં લગી જીવીશ તું?
એક એક શ્વાસ માટે મરવાનું છોડ.

તારી ભીતર આખો ઝાકળનો દેશ છે
તડકાના ટુકડા સંઘરવાનું છોડ.

તારી ભીનાશ એની સમજણની બહાર છે
રૂંવે રૂંવેથી નીતરવાનું છોડ.

બાવળ તો બાવળ ને થોરડું તો થોરડું
જાણી લે, ફૂલ નથી – ખરવાનું છોડ.

બીજાથી જુદો, પણ એય નર્યો માણસ છે
માગવા-તરફડવા-કરગરવાનું છોડ.

કોણે કીધું કે તને કોઇ નથી ઝંખતુ – ચાહતું
એક પછી એક સાપ ડંખવાનું છોડ.

- કાજલ ઓઝા વૈદ્ય

Tuesday, April 19, 2016

કાજલ ઓઝા વૈદ્ય

વહાણમાં છીદ્રો પડયાં , સંભાળજો...
ફરી કોઇ મિત્રો મળ્યાં ?
સંભાળજો  !

ભાગ્યનો આ સાવ નોખો ખેલ છે
જો ! બધાં સ્વપનો ફળ્યાં..
સંભાળજો  !

રકતવાહિનીઓ તૂટી - છળ નીકળ્યું
ઝેર નાં છે ફળ ગળ્યાં ,
સંભાળજો

કેટલા સમયથી - મારી આંખ પત્થરની હતી
આજ ઝરણાં ખળખળ્યાં...
સંભાળજો

હસ્તરેખા તો હથેળી પર પડી તિરાડ છે
પાછા સ્પશોઁ  સળવળ્યા ,
સંભાળજો  !

કાજલ ઓઝા વૈદ્ય