ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label ડૉ.ફિરદૌસ દેખૈયા. Show all posts
Showing posts with label ડૉ.ફિરદૌસ દેખૈયા. Show all posts

Saturday, October 29, 2016

ડૉ.ફિરદૌસ દેખૈયા

રક્ષણ કરતા સૈનિકને મા-બાપ સરીખા સ્થાપો 
દિપાવલીની પહેલી વધાઈ આ લોકોને આપો

હાકલ પડતા હાજર થાવું,ભૂલી જવા વહેવારો ,
ભૂલી જવાના રાત દિવસ ને ભૂલી જવા તહેવારો
પળેપળે જે સહન કરે છે વતન તણો ઝુરાપો,
દિપાવલીની પહેલી વધાઈ આ લોકોને આપો

ખોટ્ટેખોટ્ટા ફટાકડાના સુરસુરિયાં શું કરવાં?
સાચુકલા સૌ રોકેટ,બંદૂક,તોપ બધાં વાપરવાં
દિવાળીમાં મજા શું કરવી? શૂટ કરો કે કાપો
દિપાવલીની પહેલી વધાઈ આ લોકોને આપો

‘’જીવ પર ખેલી અમે અમારા દેશનું રક્ષણ કરશું 
કાં તો પાર ઉતરશું,કાં તો ભૂંડા હાલે મરશું
તમે ગમે તે બડબડ કરજો,ગમ્મે એવું છાપો ‘’
દિપાવલીની પહેલી વધાઈ આ લોકોને આપો

-ડૉ.ફિરદૌસ દેખૈયા