ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label નિકુંજ ભટ્ટ'રમતીયાળ'. Show all posts
Showing posts with label નિકુંજ ભટ્ટ'રમતીયાળ'. Show all posts

Saturday, August 27, 2016

"કાંઇક વાત બને!"- નિકુંજ ભટ્ટ'રમતીયાળ'


અમસ્તા જ જીવન થોડું મોતી જેવુ બને!
હુંફ છીપ જેવી હોય, તો કાંઇક વાત બને.

માત્ર ઉભા રહી ને આશા ના રખાય લક્ષ્ય ની
થોડું ચાલો, થોડું દોડો, તો કાંઇક વાત બને.

એકલા તો કેટલું ચાલી શકાય પત્થર જમીન પર
હાથ માં તારો હાથ હોય, તો કાંઇક વાત બને!

થોડી સરળતાથી શાંત થઇ જવાની દુનિયા!
હાથમાં ગુલાબ હોય ,તો કાંઇક વાત બને.

આવી નાની આંધી સામે શું લડવા બેસવું!
મુશ્કેલી ઔકાત ની હોય, તો કાંઇક વાત બને.

ઘણું કહેવું હોય છે, કોઈ ને કોઈ સંજોગે પણ!
કલમ કરતા જીભ બોલે, તો કાંઇક વાત બને.

આમ સસ્તા માં થોડું પતે કામ "રમતીયાળ" નું!
પ્રેમ નું પ્રલોભન હોય, તો કાંઇક વાત બને.

                           
  -નિકુંજ ભટ્ટ(રમતીયાળ)

Thursday, August 18, 2016

चलते है...- निकुंज भट्ट

जमाने से थोड़े ईतराके चलते हैं
             सफर पे सफर काटते चलते है।
तेरे चहेरे की मस्तीया याद है हमें
             उसीको दिल मैं छुपाके चलते है।।

राहों मे हो फूल या बिछे हो काटे
            पैरों पे खुद को दबाके चलते है।
समंदर है बहुत बडा मगर
          प्यासे उसे ठोकर मार के चलते हैै।।
             
हमें भी हैं चलना किसी के साथ
         पर वो किसी ओर के साथ चलते है।
हमारी शराफत हैं या मजबुरी
           हम कीसी के सपनों पे नहीं चलते है।।

इंसानों का भरोसा नहीं हैं कुछ
         इंसानियत को सब भुला के चलते है।
महोब्बत है कुछ ईस कदर हमें
            हम उसकी यादों के साथ चलते है।।

लोग भी यहां के अजीब है
       जिंदा को छोड़ के मुदोँ के साथ चलते है।
साकी तु मैंखाना बंध ना कर
       हम यहां से सीधा कब्रस्तान चलते है।।
     
-निकुंज भट्ट

Tuesday, August 9, 2016

"ક્યાંથી?" - નિકુંજ ભટ્ટ'રમતીયાળ'

અરીસા માં નજરે આવ્યું અચાનક!
ચહેરા માં ઓચીંતુ આ નૂર ક્યાંથી?

ગફલત ના કર, આ તો સ્મરણ ને લીધે
મારા નસીબ મા તારૂ સ્વપ્ન ક્યાંથી?

હું ક્યારનો સાંભળુ છું ધ્યાન દઇ ને!                આટલા ઘોંઘાટમાં તારો અવાજ ક્યાંથી?

નિહાળું છું રોજ પાંપણ પાડી અને ઉઘાડીને
જોવા ઈચ્છતી આંખ ને અંધારું નડે ક્યાંથી

ચુકાદો આવે છે રોજ, મારી વિરૂધ્ધ
છતાં આ હ્રદય માં હજી લાગણી ક્યાંથી?

રાહ જોવે છે ચોક્કસ, કોઈના આવવાની
નહીતો આ જીવ માં હજી જીવ ક્યાંથી?

ખરાબ હશે! આ દુનિયા તારી એ ઈશ્વર,
નહી તો આ પ્રેમ માં વ્યહવાર ક્યાંથી?

કદર થઈ હશે ગયા પછી 'રમતીયાળ' તારી
જો ! આ મડદા પાછળ આટલી ભીડ ક્યાંથી?

                             
-નિકુંજ ભટ્ટ(રમતીયાળ)

Sunday, July 31, 2016

'જીવન મહેલ' - નિકુંજ ભટ્ટ'રમતીયાળ'

તું વેચી દે આ મહેલ સપના નો, જૅજરીત છે
જાગ! ઊઘાડ આંખો, હજી તું સંકલીત છે

આવ તને હું બતાવુ હારેલા જીવન ની દશા,
  શહેરમાં મારા મૈખાના અગણિત છે

આ તો મહેફીલ છે પ્રેમ ની આવીજા તું પણ
તારી આંખ માં પણ કોઈ જીવીત છે

વિશ્ચાસ કરીશ નહી તું થોડો પણ દુનિયા નો
  માણસ નથી, અંહી બધા કાતીલ છે

બેવકુફ છે! પાર કરવો છે દરીયો પ્રેમ નો
ખબર નથી? ડુબાડવા માં એ માહીર છે!

કબુલાત કરૂ છું હું , મારા ગુનાઓ ની
પકડાઈ નહી તુ, ખરેખર બહુ શાતીર છે.

જે ભીડ છે આ પાછળ, ખબર નથી એ કોઈ ને
જીવી જશે! 'રમતીયાળ' પર બહુ આશીષ છે

                     
-નિકુંજ ભટ્ટ(રમતીયાળ)

Monday, July 25, 2016

"આવુ શાને ?"- નિકુંજ ભટ્ટ'રમતીયાળ'

મારો શું વાંક છે!
             એ તો કહે મને,
          આમ અળગો શાને કરે છે?

વિચાર, આંખ, મગજ, દિલ
                     આ બધા જ તારા ઘર છે
                 તો બહાર શાને રહે છે?

દરીયા ની સૈર કરવા,
             જહાજ  જોઇએ ઉંચાઇ વાળું
         તણખલા શાને ગોતે છે?

સમય ની હતી પાબંધી,
                વીતી ગયો એતો
      હવે ધડીયાળ ના કાંટા શાને જોડે છે?

ખબર છે સહેલું નથી
              પણ ચાલવા લાગ આગળ
        વળી વળી ને શાને જુએ છે?

છે એક ગજબ ભ્રમ મને,
                 બહુ વિશાળ છે આ દુનિયા
      તો અખબારો માં શાને સમાવે છે?

તને સમજાતું નથી કાંઇ,
               એ હું જાણું છું
       તોય આ હાથ અને કલમ શાને ચાલે છે?

ગુગલ પણ નહી આપી શકે,
              'રમતીયાળ' આ જવાબો
       તુ એક ફકીર થઈ કોહીનુર શાને શોધે છે?
                           
-નિકુંજ ભટ્ટ(રમતીયાળ)

Wednesday, July 20, 2016

"સાંભળજો" - નિકુંજ ભટ્ટ'રમતીયાળ'

સાંભળજો ધ્યાનથી
                 કહેવું છે મારે કાંઈક અલગ
આજે સપના માં જોઈ એની જલક

લાગતી હતી એ કાંઈક એવી
           બીડાઈ ના કોઈ થી આંખ ના ફલક

રાત દિવસ જોતા જ નથી
             તુટી ગયા દિલ ના લોલક

મોહ નથી બહુ વધારે
         જોવી છે તારા ચહેરા ની મલક

તુ આમ ના થા મારાથી અલગ
            શોધુ છું તારા પાસે આવવા સડક

  વરસો બાદ જોઈ આજે         
            હતો નહી એ પત્થર માં કાઇ ફરક

  માત્ર , વંચાશે નહી તારાથી
                       શબ્દો નહી ઘટે
                    'રમતીયાળ' પાસે છે અઢળક..

-નિકુંજ ભટ્ટ (રમતીયાળ)

Sunday, July 17, 2016

" જવાબ આપવો પડશે"- નિકુંજ ભટ્ટ'રમતીયાળ',

આ પ્રેમ ની કસોટી માં હું
               પાસ થયો કે ફેલ
                        તારે જવાબ આપવો પડશે

કોયડાઓ છે અઘરા પ્રેમ ના
               ઊકેલાતા નથી જલ્દી
                      પણ ઊકેલ તો લાવવો પડશે

શતરંજ  માં  પલટાઇ ગયું
                જીતી જાઈશ રમત
                    પણ પોતાના ને જ મારવો પડશે

સહેલાઈથી નહી મળે જવાબ
             દિલ તરફ જજે
                  કદાચ પ્રણય પણ વાગોળવો પડશે

જીવ્યો છું ધારદાર એ વાત સાચી
                તારા વાંકે કેટલો લુટાંણો
                    છું હું તારે હિસાબ આપવો પડશે

ચલાવ ધાક ધમકીઓ તારી
              જવાબ આપ મને નહીતો
                   ભાર આ જીવનભર વહેવો પડશે
           
તૈયાર રહેજે ચેતવુ છું તને
               "રમતીયાળ"
                 જવાબ તારે સાંભળવો પડશે
              
-નિકુંજ ભટ્ટ(રમતીયાળ)


Thursday, July 14, 2016

"કહ્યા માં નથી"- નિકુંજ ભટ્ટ'રમતીયાળ'

પ્રેમ ની કરી તરફેણ
            પણ એ હવે કહ્યા માં નથી
છે કોઇ પર આધીન
            હૈયું મારા કહ્યા માં નથી

વાત પર ખેચાંઈ છે તલવાર
          ગાંધી કે બુધ્ધ ના કહ્યા માં નથી
નવાઈ શું ! ભરાઈ અખબાર તો
              દિકરાઓ હવે કહ્યા માં નથી

લાગે છે કાંઇક ભાર રાત નો
              ઉંઘ પણ હવે કહ્યા માં નથી
લાગે છે તાપ વિરહ નો
             આગ કોઇ ના કહ્યા માં નથી

પગરખા પહેરી વહેતો થયો
             પણ પગ મારા કહ્યા માં નથી
ઉઠાવી બોતલ લગાવ્યા ચાર
         "રમતીયાળ"
       હવે તુ તારા જ કહ્યા માં નથી.....

              
-નિકુંજ ભટ્ટ(રમતીયાળ)

Saturday, July 9, 2016

'પડી ગયા' -નિકુંજ ભટ્ટ (રમતીયાળ)

રમતા રમતા પડી ગયા
             પડયા એવો કે ઊભા થતા ભુલી ગયા

પ્રેમ ના ચકડોળે ચડી ગયા
              જીવતા જીવતા, મરતા શીખી ગયા

ઉગતા ની ઉપેક્ષા કરતા ગયા
               આથમતા સુરજ ને પુજતા ગયા

વ્યવહાર મા કુશળ થઈ ગયા
              ભાઈ ના નામે ખંજર ભોંકતા ગયા

ધુમાડા મા ચહેરા ખોવાઈ ગયા
              રાત્રી એ મૈકશી ગોઠવતા ગયા

પ્રેમાંધ માજ આંખો ગોતવા ગયા
             અમે તો અંધ સુરદાસ થઈ ગયા

દિવાળી હોય કે ઈદ મનાવતા ગયા
             પ્રેમ ના નામે નિઃસાસા નાખતા ગયા

લાગણી ના પૂર મા 'રમતીયાળ' વહી ગયા
           યાદ માં અશ્રુ પણ મીઠા થઇ ગયા....
-નિકુંજ ભટ્ટ (રમતીયાળ)

Saturday, July 2, 2016

"મોટા થઇ ગયા"

રહેતા હતા મોટા થવાની રાહ માં
     આજ એે સાચે જ મોટા થઈ ગયા
ડરતા હતા ઘરે થી બહાર નીકળતા
          આજે એ નિશાચર થઇ ગયા.

મારતા ન હતા પત્થર પણ કોઇને
         શ્બદો થી બધાને
                  ઘાયલ કરતાં થઇ ગયા
  
સફળતા ની આ રઘવાઇ દોડ માં
           નોટ પરના ગાંધીજી
                          મોટા થઇ ગયા

જીવ પુરતો લીમડા નો છાંયો જેમાં
           સીગરેટ ની કસ મા
                     જીવતા થઈ ગયા

રમતા હતા મંદિર ના ચોગાનો માં
           એ રાત્રે મૈખાના માં
                       મળતા થઇ ગયા

જીવન જેમના હતા મંદિર સરીખા
      એ બાળક માં દેખાતા દેવ
                        ધુંધળા થઇ ગયા

સમય હતો જેના મન
              સવાર અને સાંજ
     એ ઘડિયાળ ના કાંટા પર
                       ચાલતા થઇ ગયા

કરતા મિત્રતા તોડવા માટે કિટ્ટા
               એ પ્રેમ ના જાળા
                        ગુંથતા થઈ ગયા

મળતા શરમાતા જે અજાણ ને
           એ શરમ નેવે મુકતા થઈ ગયા

ગોતતા હતા જે સંતાયેલા મિત્રો ને
             એ દવાઓ માં ઊંઘ
                       ગોતતા થઈ ગયા

નમન કરતા હાથ જોડી મહાદેવ ને
            એ મસ્તક શંકર કરતા
                          ઊંચા થઈ ગયા

ઉદાસ છે વરસાદ ના પાણી પણ
       કાગળ ની હોડી બનાવતા
                    હાથ મોટા થઈ ગયા

"રમતીયાળ"છોડી દે આ લાલસા
                           મોટા થવાની
           ઘણા ના જીવન આમ જ
                          ટૂંકા થઈ ગયા......
    
- નિકુંજ ભટ્ટ'રમતીયાળ'