ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, December 3, 2016

તરહી પંક્તિ કવિ શ્રી ગફુલ રબારી"ચાતક" સાહેબ............. શીતલ ગઢવી"શગ"

તરહી પંક્તિ કવિ શ્રી ગફુલ રબારી"ચાતક" સાહેબ

જનેતાની હથેળી પણ ગુલાબોની પથારી છે.*
ચઢી એરણ પડ્યા'તા ઘા,હથોડાથી મઠારી છે.

પ્રથમ થઇ એ વહાલી માવતરની પ્રિય આત્મા તે,
સમજની ખાણ આપી,કોઈ દેવીને ઉતારી છે.

લઈ ફેરા વરી વરને,વચનને જે રહી વળગી,
નમી ઊભી સહી પીડા, પિતાનું ઘર ઉજારી છે.

બની મા આજ થૈ ઘેલી, હતી જ્યાં આસુંની હેલી,
દરદ સ્હેતી ગળે ચાંપી, મને આપી ઉધારી છે.

છવાયા જ્યાં અધિક, સંકટ હતા સૌ બેખબર ત્યારે
બની ઝાંસી ધરી તલવાર,અંતિમ પળ ઉગારી છે.

-શીતલ ગઢવી"શગ"

Thursday, December 1, 2016

*  બે  શેર  *........ શિલ્પી' બુરેઠા (કચ્છ )

*  બે  શેર  *

હૃદયના શાંત તોફાનો  ન જાગી જાય એ જોજે,
તને જોયા પછી કામે ન લાગી જાય એ જોજે.

વદનને સાવ ઢાંકી દે તું  તારા ગૌર હાથોથી,
તને જોઈ નજર મારી ન લાગી જાય એ જોજે.
        
-'શિલ્પી'  બુરેઠા (કચ્છ )