ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label મુકેશ મણિયાર .. Show all posts
Showing posts with label મુકેશ મણિયાર .. Show all posts

Wednesday, April 18, 2018

મુકેશ મણિયાર - સંકેત દવે સરનાં આભાર સહ.

સુકાઈ જવા આવ્યા છે,
કાછીયાની લારીએ
લાગણીના ફળ…
ચાલ,
ભર હથેળી,
ને છાંટી દે સ્હેજ,
તારી ફિકરનું થોડું-શુ જળ...

- સંકેત દવે

--------------------------------------

કાછિયાની લારીએ
લાગણીનાં ફળને ભીજવવાં,
માંગ્યુ'તું થોડું જળ...
ખબર કયાં હતી કે,
હથેળીમાં પણ હશે
મૃગજળ. (અછાંદશ )

- મુકેશ મણિયાર.

Wednesday, February 21, 2018

માતૃભાષા દિનની શુભેચ્છાઓ સાથે માણો આ રચનાઓ

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!
- ખલીલ ધનતેજવી..

દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે;
તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે.!
- હરનામ ગોસ્વામી..

એના કરતા હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું.?
- હરનામ ગોસ્વામી..

એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી;
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી.!
- વિનોદ જોષી..

હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે.!
- રમેશ આચાર્ય..

કોણ કહે છે ગુજરાતભાષાનું અસ્તિત્વ જોખમમાં છે,બચાવવા મહેનત કરવી પડશે.
ના,જુઓને આજની નવી પેઢી ફેસબુક અને વોટ્સએપ ગુજરાતી થી છલકાવી દે છે,ને મોબાઇલ કંપની પણ ગુજરાતી ભાષા પણ સાથે આપે છે...
હાં,પુસ્તકો વધુ વંચાય તે માટે યત્ન જરુરી છે.
-- મુકેશ મણિયાર

(ફરમાઈસ કરનાર - મુકેશ મણિયાર)

Tuesday, May 30, 2017

મુકેશ મણિયાર

રૂબરૂ મળ.....
-----------------
લાગણીઓ નો રોપ
રોપવો છે ?
એમ વ્હોટસ્એપથી
થોડો રોપાય ?
રૂબરૂ મળ......
મિત્રોનાં આલિંગનમાં
ડૂબવું છે ?
એમ એમ વ્હોટસ્એપથી
થોડું ડૂબાય ?
રૂબરૂ મળ......
છલકશે જયારે
આંખથી આંસુ,
એમ એમ વ્હોટસ્એપથી
થોડાં લુંછાય ?
રૂબરૂ મળ......
દાદા-દાદી તો પહેલાં પ્રેમ થી
બોખાં મોં સુધી નો પ્રેમ
જીવ્યા જીવંત,
તારે જો જીવવો હોય
એ પ્રેમ,
તો એ પ્રેમ વ્હોટસ્એપથી
થોડો જીવાય?
રૂબરૂ મળ.
ધૂળેટીનાં રંગો,
દિવાળીનો પ્રકાશ,
કે ઉત્તરાયણનાં
પ્રેમનાં પતંગ,
એમ વ્હોટસ્એપથી
થોડાં ચડશે ?
રૂબરૂ મળ......
વિદેશોમાં બેઠો છે,
દેશને,લોકોને,સગા-વ્હાલાને,
સંસ્કૃતિ ને,ભાષાને, તહેવારોને,
કરે છે પ્રેમ,
એમ વહોટ્સ એપથી
થોડો પ્રેમ થાય ?
રૂબરૂ મળ.....
હાથમાં મોબાઇલ હશે,
ટાવર મળશે ને
ટચ કરશો તો,
આવશે આભાસી
દુનિયા સ્કીન પર,
પણ હ્રદયની દુનિયાનાં તાર
એમ એમ વ્હોટસ્એપથી
થોડાં જોડાશે ?
રૂબરૂ મળ......
" મુકેશ "......
લાગણીઓ નો રોપ
રોપવો છે ?
એમ વ્હોટસ્એપથી
થોડો રોપાય ?
રૂબરૂ મળ......
   --- મુકેશ મણિયાર

Monday, February 13, 2017

સાયબો મારો - મુકેશ મણિયાર

સાયબો મારો
ઘોડો લઇ ને આવશે ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબાએ કીધું'તું મને ,
હું આવી ને લઇ જઇશ ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
ઓઢયું છે મેં પ્રેમ નું પાનેતર ,
ઓઢી ને પાનેતર...
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો ઘોડો...
આંખો માં સપના
ને હાથોમાં સજી છે મેં મહેંદી ,
મહેંદી ના રંગો સા
સપનાઓ સજાવવા ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો ઘોડો...
જતાં-જતાં હું પાછું વાળીને
જોઇશ નહીં ,
કેમકે બાપુને રડતાં
જોઈ શકીશ નહીં ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો
ઘોડો લઇ ને આવશે ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબાએ કીધું'તું મને ,
હું આવી ને લઇ જઇશ ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
-  મુકેશ  મણિયાર

Monday, September 26, 2016

Saket Dave SIR JI એ આપેલ શબ્દ પર થી મારી રચના-કાવ્ય : શબ્દ : પ્રવાસ,મુસાફરી,યાત્રા,ભ્રમણ,સહેલગાહ. કહે છે...


લખ ચૌયાૅસીનાં
ફેરા ફરે,
મળે છે
એક માનવ અવતાર ,
આટલું લાંબું " ભ્રમણ "
અઘરું તો ખરું,
નહિં ?
ને આ ભ્રમણ ને
અંતે મળેલ મંઝિલ
કયાં સૌ-તમામ
ઉજાગર કરી શકે છે ?

-મુકેશ મણિયાર

Thursday, August 18, 2016

મુકેશ મણિયાર

મળે જયાં
આંખ થી આંખ,
ત્યાં જ પ્રણય ની
શરુઆત થાય છે,
હવે શબ્દો ની
કયાં છે જરૂર
હવે તો મૌન થકી જ
વાત થાય છે...
---  મુકેશ મણિયાર

Thursday, August 4, 2016

ગ્રીન કવિતા : " એક વૃક્ષ જયારે વવાય છે ત્યારે "

એક વૃક્ષ જયારે વવાય છે ત્યારે,
સાથે સાથે ઘણું બધું વવાય છે,
વાવનાર નું વિઝન
         ને
વાવનાર ના સપનાઓ...
     એક વૃક્ષ વવાય છે ત્યારે,
સાથે સાથે ઘણું બધું વવાય છે,
કલકલ કરતાં પંખીઓ ની
નિરાંત અને આશરો,
ધોમ ધખતા ઉનાળા માં
મુસાફરી કરતાં વટેમાર્ગુ
ની હાશ!
કોઇ ભગવાન નાં શિરે
શોભતાં ફૂલો,
કોઇ બાળક ને હંમેશા
ભાવતાં ફળો,
ઓઝોન માં પડતાં
ગાબડાં નાં થીંગડાં,
સિલિન્ડરો કે ટન માં
ન ગણી શકાય એટલો ઓક્સિજન,
વાદળો ને વરસવાની કંકોતરી,
....અને વાવેલાં વૃક્ષો માં થી
નવાં અવતરિત થનારા
અનેક વૃક્ષો...
એક વૃક્ષ વવાય છે ત્યારે,
સાથે સાથે ઘણું બધું વવાય છે.
   ---- મુકેશ મણિયાર.
         સુરેન્દ્રનગર.

Wednesday, July 20, 2016

વરસાદ ન આવે તો....- મુકેશ મણિયાર

       
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી શકાય ?
ને જેઠી બીજ ગરજે તો
એને  ગરજતી બંધ કરી શકાય?
હોળી ની ઝાળ
આપણે ધારી તે દિશે શું
ફરફરાવી શકાય ?
ને ફરફરતા ગિરનારી પવનનાં
રૂખને આપણાં થી બદલી શકાય
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી
શકાય ?.....
વાદળો નું સાવ એવું
વરસ્યા તો વરસ્યા
નહીં તો આમ થી તેમ દૌડ્યાં,
એમને કેમ આપણી ભાષા સમજાવાય ?
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી
શકાય ?...
ને
આપણે તો બસ
સાવ કોરાકટ રહી ને
ન વરસતાં
ન આપણી વાત સમજતાં
વાદળો સામે
જોયાં જ કરવાનું
જોયાં જ કરવાનું...
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી શકાય ?
      
-મુકેશ મણિયાર

Friday, June 17, 2016

આ મુઠી જેવડું દિલ -હ્રદય નાનકડું - મુકેશ મણિયાર .

આ મુઠી જેવડું દિલ -હ્રદય
નાનકડું ,
ને એને કરવા નું કામ કેવડું  મોટું ?
         આ મુઠી જેવડું દિલ -હ્રદય નાનકડું ,...
કામ એનું સતત ધબકતા રહેવા નું ,
ને એ ધબકારા સંગ ,
આ પાંચ ફૂટ ના માણસ ને જીવતો રાખવાનો ,
         આ મુઠી જેવડું દિલ -હ્રદય નાનકડું ,...
ખુશી ને આંખ માં આંજવા ની ,
નાની -મોટી વેદના એક પણ ધબકાર ચુક્યા વગર પોતાના માં ધરબવા ની ,
ને પાછી એ વાત ચહેરો ચાડી ન ખાય એ શરતે ...
         આ મુઠી જેવડું દિલ -હ્રદય નાનકડું  ,
         ને એને કરવા નું કામ કેવડું  મોટું ?
             
-મુકેશ  મણિયાર

Tuesday, May 17, 2016

લાવ હથેળી " શ્યામ " લખી દઉં , રાધા...

લાવ હથેળી " શ્યામ " લખી દઉં ,
રાધા...
          -------------
લાવ હથેળી " શ્યામ " લખી દઉં ,
રાધા...
જીવનભર નો મારો પ્રેમ
તારે નામ લખી દઉં ,રાધા...
   લાવ હથેળી " શ્યામ "...
          
વાંસલડી માં થી વહે છે
શત શત સૂરો ,રાધા...
એ સૂરો ને હંમેશ માટે
તારે નામ લખી દઉં ,રાધા...
    લાવ હથેળી " શ્યામ " ...      
છો ભલે ને હોય હું
દૂર કે નજીક તારે થી ,રાધા...
મારો એક એક શ્વાસ
તારે નામ લખી દઉં ,રાધા...
         લાવ હથેળી " શ્યામ " ... 
શું કામ કરે છે અફસોસ
ન જોડાયા બંઘને એનો ,રાધા...
દઇ ને નામ " રાધા-કૃષ્ણ "
આપણો પ્રેમ શાશ્વત કરી દઉં , રાધા....    
લાવ હથેળી " શ્યામ " લખી દઉં ,
રાધા...
જીવનભર નો મારો પ્રેમ
તારે નામ લખી દઉં ,રાધા...
   લાવ હથેળી " શ્યામ "....
  ---- મુકેશ મણિયાર ,
         સુરેન્દ્રનગર.

Sunday, May 8, 2016

માૅં

માૅં
          -------------------- 
માૅં...
માૅં કયાં છે?
માૅં નથી,
હજુ ગઇકાલ સુધી તો
માૅં અહીં જ હતી,
પરંતુ......
માૅં આજે હયાત નથી.
          માૅં....માૅં કયાં છે?.....
માૅં હંમેશા અમારો કેટલો
બધો ખ્યાલ રાખતી હતી...
અમને શું ગમશે ?
અમને શું ભાવશે
અમને શું જોઈશે ?
પરંતુ.....
અમારો હરહંમેશ
ખ્યાલ રાખનાર
માૅં આજે હયાત નથી....
    માૅં.... માૅં કયાં છે?....
માૅં સ્વ ને ભૂલી સવૅ ને
સાચવતી,
માૅં હંમેશા સવૅ ની જ
ચિંતા કરતી,
માૅં એ કયાં સ્વ તરફ
લક્ષ આપ્યું છે ?
પરંતુ આજે અમે
માૅં ના નામ ની આગળ
સ્વ. મૂકી દીધું છે,
ને હવે માૅં ના નામ ની
આગળ સ્વ. હંમેશા રહેશે,
કારણકે.....
માૅં આજે-હવે હયાત નથી.
        માૅં....માૅં કયાં છે ?
      ----    મુકેશ  મણિયાર.
મો - 099 254 56 3 57.

Monday, May 2, 2016

ખોવાયું છે બચપન

ખોવાયું છે બચપન
--------------------------------
ખોવાયું છે બચપન..
કોઇ મને શોધી આપો...
સિમેન્ટ-ક્રોક્રિટની
સ્કૂલ બિલ્ડીંગ માં,
રમતનાં મેદાનને બદલે,
સ્વચ્છ સાફ-સુથરી ફશઁ માં,
ખોવાયું છે બચપન...
કોઇ મને શોધી આપો...
મારા વજનથી વધુ ઊંચકું છું
દફતર નો ભાર,
જાણે જીવનનાં ભાર ઊચકવાની
હોય ટ્રેઇનીંગ...
ખોવાયું છે બચપન.....કોઇ મને....
મમ્મી-પપ્પાનો પોપટ હું,
આવે ઘરે કોઇ મહેમાન,
બોલું ગોખેલાં પોઇમ કડકડાટ...
ખોવાયું છે બચપન......કોઇ મને....
રેતી નથી કયાંય,
ઘર કેવી રીતે બનાવું ?
ભણતરની ભીંસ માં
રમવાં કોઇ આવતું નથી..
ખોવાયું છે બચપન....કોઇ મને...
ભગવાન હવે થઇ ગયાં ' ગોડ '
ને ગોડ કયાં મારી ભાષા
સમજે છે ?
કરવી છે બધી ફરિયાદ ભગવાનને
કોઇ મને ' ગોડ ' શોધી આપો...
ખોવાયું છે બચપન...
કોઇ મને શોધી આપો....
-----  મુકેશ  મણિયાર.
(ફોટો : FB friend Jadav
Rohit )

Sunday, December 6, 2015

જિંદગી કેવી ?
જેવી મળી એવી...
જીવી જવા જેવી.
  ----   મુકેશ મણિયાર .

Friday, December 4, 2015

હથેળીમાં થી અચાનક
ઢોળાઈ ગયેલા અક્ષરો ને
ફરી ભેગાં કરતાં જણાયું કે
તારા નામ નાં
બે અક્ષરો ખૂંટયાં છે .
   ---  મુકેશ મણિયાર .