પંખી ઉપર ટહુકે ને નીચે બાળ રમતું હોય છે,
બસ દ્રશ્ય આવું ઝાડવાને ખૂબ ગમતું હોય છે.
-'શિલ્પી' બુરેઠા (કચ્છ )
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પંખી ઉપર ટહુકે ને નીચે બાળ રમતું હોય છે,
બસ દ્રશ્ય આવું ઝાડવાને ખૂબ ગમતું હોય છે.
-'શિલ્પી' બુરેઠા (કચ્છ )
* બે શેર *
હૃદયના શાંત તોફાનો ન જાગી જાય એ જોજે,
તને જોયા પછી કામે ન લાગી જાય એ જોજે.
વદનને સાવ ઢાંકી દે તું તારા ગૌર હાથોથી,
તને જોઈ નજર મારી ન લાગી જાય એ જોજે.
-'શિલ્પી' બુરેઠા (કચ્છ )