આ શબ્દમાં પોટાશ છે સંભાળજો
કેવળ અહીં ખારાશ છે સંભાળજો
મારી ગઝલ કંઇ વેવલાવેડા નથી
આંખો તણી લાલાશ છે સંભાળજો
સાલસ
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Showing posts with label સાલસ. Show all posts
Showing posts with label સાલસ. Show all posts
Thursday, September 1, 2016
Wednesday, August 31, 2016
Tuesday, August 30, 2016
♡ Selfy ♡ - સાલસ
આજે તો
એમ થયું કે
હવાનો ફૉટો પાડું !
જોયું તો - -
રંગબેરંગી ફૂલોની સૌરભ - -
ધ્વનિતરંગ પરના ટહુકા - -
રાતે રોપેલી ભીંનાશ - -
બધું જ - -
આવી ગયું ફૉટામાં !
હવા કેટલી પારદર્શક નઈ ?
પછી - -
મારી સ્વછબિ લેવા
સાવ જુઠ્ઠું હસ્યો
આપણે - -
બહારના માણસને પણ
સાચો બતાવતા નથી
તો પછી
અંદરના
માણસની તો
વાત જ શું કરવી!
આપણે
ખરેખર ' Selfy ' છીએ નઈ !!
-સાલસ
Saturday, July 23, 2016
Subscribe to:
Posts (Atom)