ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label રાકેશ રાઠોડ "મિત્ર". Show all posts
Showing posts with label રાકેશ રાઠોડ "મિત્ર". Show all posts

Friday, January 6, 2017

રાકેશ રાઠોડ "મિત્ર"

ગીત
.
લક્ષ્મી રૂપી આવી છે તું
અમને સૌને વ્હાલી છે તું
આવી છે આંગણ માં મારા
જોઈ તુજને થઇ છે ખુશી
હેપ્પી બર્થ ડે ટુ યુ નિધિ (2)

સૌથી આગળ જગમાં વધજે
નામને સૌના રોશન કરજે
માન છે આપે સૌને તું તો
માન થી સૌના મનમાં રહેતી
હેપ્પી બર્થ ડે ટુ યુ નિધિ (2)

દીકરી ક્યાછે તું તો મારી
તું છે વ્હાલો દીકરો મારો
લાડ લડાવ્યા ખુબજ તુને
હૈયામાં તે જગ્યા લીધી
હેપ્પી બર્થ ડે ટુ યુ નિધિ (2)

હસતા હસતા સાસરે જાશે
લાગશે ખાલી ઘર તો ત્યારે
ત્યાં પણ સૌના માનમાં રહેજે
એવી તુજને દુઆ દીધી
હેપ્પી બર્થ ડે ટુ યુ નિધિ (2)

રાકેશ રાઠોડ "મિત્ર"

Thursday, November 3, 2016

Dedicated to someone special............... રાકેશ રાઠોડ "મિત્ર"

Dedicated to someone special
.
રૂપાળી એક નમણી નાર છે, એનો જનમ દિન છે,
ને કાયા જેની કામણગાર છે, એનો જનમ દિન છે.
.
ગુલાબી ગાલ એના ને હસે તો ફુલ હો ઝરતા,
ને જેના હોઠ તો ગુલઝાર છે, એનો જનમ દિન છે.
.
લચકતી ચાલ એની ને, નયન જાણે સુરાહી છે,
રે જેના કેશ રેશમતાર છે, એનો જનમ દિન છે.
.
ગમે વાતો બધી એની અને સાથે ગમે એપણ,
જે લાગે રૂપ નો અંબાર છે, એનો જનમ દિન છે.
.
બધા ને હું જણાવું આજ કે કોની કરું છું વાત,
અરે જે "મિત્ર" ની દિલદાર છે, એનો જનમ દિન છે.

Tuesday, July 5, 2016

પલક આજે હું મારા દિલથી તુજને આ દુઆ દઉં છું- રાકેશ રાઠોડ "મિત્ર" [ Dadicate to Dear Palak ]

પલક આજે હું મારા દિલથી તુજને આ દુઆ દઉં છું,
પલક તારા જનમ દિવસ ની હું શુભ કામના દઉં છું.

રમું છું હુએ તારી સાથ તુજને ખુશ કરવાને
રહે તું ખુશ હંમેશા તને એવી દુઆ દઉં છું.
પલક તારા જનમ દિવસ ની હું શુભ કામના દઉં છું.

ભણે છે ધ્યાન દઈને તું અને ટીચર ની છો પ્યારી
ભણી ને તું કમાજે નામ હું એવી દુઆ દઉં છું.
પલક તારા જનમ દિવસ ની હું શુભ કામના દઉં છું.

શીખે છે નૃત્ય શાળા મા નવા રોચક તું નૃત્ય ને,
શીખીને કરજે ઊંચું નામ હું એવી દુઆ દઉં છું.
પલક તારા જનમ દિવસ ની હું શુભ કામના દઉં છું.

"પલક" તું છો અમો "નિશા" અને "રાકેશ" ના હૈયે,
મળે બઉ તુજને સૌનો પ્યાર હું એવી દુઆ દઉં છું.
પલક તારા જનમ દિવસ ની હું શુભ કામના દઉં છું.

~ રાકેશ રાઠોડ "મિત્ર"

છંદ:- લગાગાગા x 4

Happy birthday to your Daughter from Morpichh Team