ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, October 31, 2015


કોઈ કંઈની આબરૂ બચાવવા અમે, અમારી આબરૂ દાવ પર લગાવી દીધી,
પણ આવી આંચ અમારી આબરૂ પરને
, સૌએ પોતાની જાત બતાવી દીધી.
  ડિ.કે.બારડ

"આભાસ" જાણી લીધી દુનિયાની રમત, પછી હાથે કરી બાજી પડતી મુકી છે.

જાતને સતત મારી તરતી મુકી છે,
પાછી  એણે એક  શરતી મુકી છે.

કલેજાના કટકે કટકા કરી મુકે,
એણે એક મુસ્કાન હસતી મુકી છે.

શોધવા આંસુનું કારણ રૂદનનું,
હૈયાએ એક ચીઠ્ઠી રડતી મુકી છે.

વાયદો કરી ને ,તોડી ગયું કોઈ,
પછી એ રાતને કળસતી મુકી છે.

"આભાસ" જાણી લીધી દુનિયાની રમત,
પછી હાથે કરી બાજી પડતી મુકી છે.

-આભાસ

દીલ માં એક મીઠી યાદ બની ને આવ તું
ખારા સમદર માં સરીતા બની ને આવ તું
તારા ખાતર દુનીયા ના ઝેર પી લઈશ હું,
એક વાર તો મીરા નો શ્યામ બની ને આવ તું,

-bh'Art

दर्द

ये कलम भी कमबख्त बहुत दिलजली है,
जब जब भी मुझे दर्द हुआ ये खूब चली है.

उदासी, शाम, तन्हाई, कसक, यादों की बेचैनी,
मुझे सब सौंप कर सूरज उतर जाता है पानी में !
- अलीना इतरत

सच पूछो तो खुशबु भी झूठी लगी मुझे .....

देखा जो मैंने फूल को फूल बेचते ...!!

Friday, October 30, 2015

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે,
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે…

ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે,
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે…

ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી,
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે…

સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી,
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે…

- કૈલાસ પંડિત

Sung by
Manhar Udhas

http://www.youtube.com/watch?v=5Rj-m2rfRbo

મારી આંખોમાં આજ ઉજાણી છે,

મારી આંખોમાં આજ ઉજાણી છે,
મિલનની ખુશીમાં વહેતું પાણી છે.
આજ મે તારી પ્રિતને જાણી છે,
એટલે તને મન ભરીને માણી છે.

તું મારા રૂદિયાની રાણી છે,
તું મારા કાળજે કોરાણી છે,
તારા વિના જિંદગી ધુળધાણી છે.  
એટલે જ કાવ્યમાં તું ગ​વાણી  છે. 

તારા પ્રેમની તો આ લ્હાણી છે,
બંધ આંખો એ તને પીછાણી છે,
પ્રિતમાં તો તું ખુબ શાણી છે,
એટલે "શ્યામ"થી તું પૂંજાણી છે.

-ઘનશ્યામ​(શ્યામ​)

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….
    
-ધ્રુવ ભટ્ટ

ચાલને ડહાપણને ધક્કો મારીને બાળપણને ખેંચી લાવીએ !!

ચાલને ડહાપણને ધક્કો મારીને બાળપણને ખેંચી લાવીએ, 
ચણી બોરની ઢગલી કરીને તોફાની ટોળીમાં વહેંચી આવીએ.

દિલ બહાર ચૂર્ણ મની ડબ્બીઓ લાવીને હથેળી પર વેરી આવીએ,
કાચી પાકી જમરૂખની ચીરીઓ પર લાલ મરચું ને મીઠું ભંભેરી આવીએ.

પોપીન્સની ગોળીઓ પાર્લેના ગોળાઓ ને "કોલેટી"ની મિજબાની ઉડાવી આવીએ, 
દસ પૈસામાં દસ વસ્તુઓ ખરીદવાનો લ્હાવો ઉઠાવી  આવીએ.

ઝગમગ ચક્રમ ફુલવાડી ને ફેન્ટમને વાંચી વાંચીને સંભળાવી આવીએ,
છેલછબો છકો મકો ને બકોર પટેલને પણ બોલાવી લાવીએ.

બસમાં લટકતા ભટકતા સિનેમા લાઈન પર આંટો મારી આવીએ,
૨ .૬૦ રૂ ની બાલ્કનીની ટીકીટમાં નવાબી ઠાઠ માણી આવીએ.

ઈન્ટરવલ માં ૧૦ પૈસાના દાણા ને બાફેલા ચણાની જયાફત ઉડાવી આવીએ.
થોડું પરચુરણ વધે તો મિક્સચર લેમનની બોટલ ગટગટાવી આવીએ.

મંકી છાપ દંત મંજન ઘસીને
નિર્દોષ હાસ્યોની છોળો ઉડાવી આવીએ,
મળી જાય જો 'બિનાકા'ની પેસ્ટ તો દાંતે સ્વાદ લગાડી આવીએ.

ચાલને ડહાપણને ધક્કો મારીને બાળપણને ખેંચી લાવીએ !!

Thanks :: Jadav Lalji

ચાલી નીકળ - સંજુ વાળા


રસ્તો નથી તો કર નવી કેડી અને ચાલી નીકળ
પગપાળા તારી જાતને તેડી અને ચાલી નીકળ
જાળાં નકામા ઝાંખરા ખેડી અને ચાલી નીકળ
સંબંધ 'ને શાખા બધું વેડી અને ચાલી નીકળ
સામે પવન તું ડગલું ભરશે ત્યાં જ લેશે ઊંચકી
લે, તોડ લખ ચોર્યાસીની બેડી અને ચાલી નીકળ
બીજી પળે આકાશ એની મ્હેકથી છલકી ઊઠે
તું રાગિણી એ લાક્ષણિક છેડી અને ચાલી નીકળ
પથ્થરમાં પણ સંવેદનાઓ ગીત તારું સ્થાપશે
અણફળ રહેલાં ઝાડ ઝંઝેડી અને ચાલી નીકળ
સમધર્મી સાથે ચાલતા નિજમાર્ગ સંભાળી રહે
એવી અડીખમ શોધી લે હેડી અને ચાલી નીકળ
સક્ષમ ચડી શકવા ન હો, હા ઝાલ એની આંગળી
પ્હોંચે પછી છોડી દે એ મેડી અને ચાલી નીકળ.
-સંજુ વાળા

કહેવાય કે ભવસાગર તરી ગયા,
તોયે અવસર હાથમાંથી સરી ગયા,
સામે કિનારે પહોંચીને સમજાયું કે...
પડછાયા પણ અડધેથી ફરી ગયા!!

Thursday, October 29, 2015

તકરાર થઇ  ગઈ.....

તકરાર થઇ  ગઈ,
તડામાર  થઈ ગઈ.

મલયો  જ્યારથી  તું,
હાહાકાર  થઈ ગઈ.

તારા  એક પ્રેમબુંદથી,
જિંદગી નિરાકાર થઈ  ગઈ.

તારા સ્વપ્નોમાં ખોવાતા,
ઊંઘ પણ હરામ થઈ  ગઈ.

શું  કહું  યાર રસ્તો બતાવ,
તારા વિના જિંદગી બેહાલ  થઈ  ગઈ.

મલીશ કે નહી એ કહે 'રાહી',
'જ્ન્નત'  હવે પ્રેમદિવાની  થય ગઈ.

               
-પીન્કી  પ્રજાપતિ 'જ્ન્નત'

Wednesday, October 28, 2015

जींदगी

कभी पलको पे आसु है
कभी लब पे शिकायत है
'जींदगी'
फीर भी मुजे तुजशे मुहोब्बत है.....!!

- धर्मिष्ठाबा वाळा

તારું સ્મરણ કરુંને તું મળી જાય છે

તારું સ્મરણ કરુંને તું મળી જાય છે
તારું નામ મારા શ્વાસમાં ભળી જાય છે

નથી ખબર કે આગળ શું થવાનું છે
છતાં પણ તારા સંગમા રહી જવાય છે

કયારેક મિલન તો કયારેક જુદાઇ હોય છે
તો પણ મારો પ્રેમ લગાતાર હોય છે

અેમ કયા મુલાકાત થાય છે ધનેશ
અેમની યાદોમા રહી જવાય છે

          ~ ધનેશ મકવાણા

અકળ

કાળો રંગ અકળ દીસે,
ભેદ ન જાણે કોઈ.

શ્યામલતા મારા શ્યામની,
જો કરે સો લીલા હોય.

કાળો રંગ છે કામણગારો,
પ્રભુને મારા એ તો લાગે ન્યારો.

શ્યામને ના કોઈ કેશો કાળો,
છે સૃષ્ટિનો રચયિતા જ કાળો.

કાળી દીસે એ વાદળી જુઓ,
છે વરસની આશ તેની પાસ.

કાળી છે કોયલ જુઓ,
છે કંઠ જ મધુર તેની પાસ.

કાળી છે જુઓ આ રાત મધુર,
પછી જ નવ કિરણની આશ.

શું આ જાણ્યા પછી તને પશ્ન ન થયો "ગુલશન",
કે કાળા રંગમાં કરેલી શ્યામે આ કળા અકળ છે.
     ~ દિલિપ બારઽ

જોગી જસદણવાળા

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની !

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની !

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની !

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જૂદાઇ આપની !

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની !

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું:
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની !

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની ! - કલાપી

 ગોરી એ ગોરી ,

એ ગોરી એ ગોરી ,
દિલડું લીધું તે ચોરી .

તારી આંખો  ચકર વકર ;
ઝુલ્ફો તારી  લઘર વઘર .

       કેમ રે ! કહું તને ગોરી
       સનેડો લાગ્યો મને છોરી

ચાલ તારી ચલ્લક ચલ્લક
તારી ઝાંઝરી  છલ્લક છલ્લક
     
       કેમ રે ! કહું તને ગોરી ;
       સનેડો લાગ્યો મને છોરી

કેડ તારી અલ્લક દલ્લક ;
તારી વાતું મલ્લક મલ્લક .

       કેમ રે ! કહું તને ગોરી ;
       સનેડો લાગ્યો મને છોરી

એ ગોરી એ ગોરી
દિલડું લીધું તે ચોરી .

કવિ જલરૂપ
મોરબી .

હવે શ્રધ્ધા જેવુ કંઈ નથી

હવે શ્રધ્ધા જેવુ કંઈ નથી,
હવે  વફા  જેવું કંઈ નથી.

ખુબ પીધા છે મીઠા ઝેર,
હવે તરસ જેવું કંઈ નથી.

રોજ થોડું બળુ અંદર અંદર,
હવે રાખ જેવું કંઈ નથી.

ખોલી નાખ્યા છે રાજ બધા,
હવે દગા જેવું કંઈ નથી.

ગુના કબુલી લીધા ખુદા પાસે,
હવે સજા જેવું કંઇ નથી.

વેડફી દીધા બે-ચાર શત્રુ,
હવે મજા જેવું કંઇ નથી.

"આભાસ" પી લે જે મળે તે,
હવે નશા જેવું કંઇ નથી.

-આભાસ.
તા-28/10/15

બેફામ


"પરઘા પડે છે એના પછી મારા ઘર સુધી,
જયારે કરે છે કોઈ સુના ઘરની બારી વાત."

બેફામ

બેફામ


"જમાનાની હવા મુત્યુ પછી પણ એજ છે 'બેફામ',
હતા જે ફૂલ એ ઉડી ગયા મારી કબર પરથી."

બેફામ

Tuesday, October 27, 2015

અહિં નીચે આપેલી જોગી જસદણવાળાની ગઝલનો ઓડિયો તેમનાજ સ્વરમાં.......

Click -->> Listen Audio

એક ગઝલ - જોગી જસદણવાળા


 પીડા ન આપે આજ તોએ કાલ આપશે,
સ્વજન તણો આ ઘાવ છે,તકલીફ તો થશે.

હાથ અમારો પકડીને બોલ્યા બધાજ વૈદ્યો,
હા.... પ્રેમનો આ તાવ છે, તકલીફ તો થશે.

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !

– રમેશ પારેખ

નથી પરખાતો રાવણ કોઈ ને બેઠો જે આસન લઈ 'હું' માં.
અંધારે ,અજવાળે ,જાણી બૂઝીને બતાવ્યા કરે છે સૌ 'તું ' માં.
" दाजी "

સુક્કા આ રણમાં તારું આંસુ ટપક્યું ને ચમન બની ગયું,
ખબર પણ ના પડી ક્યારે એ આ દિલનું ધમણ બની ગયુ
ઘનશ્યામ(શ્યામ)

થયો છે પ્રેમ,વાતમાં કંઈ માલ નથી.

થયો છે પ્રેમ,વાતમાં કંઈ માલ નથી.
થયો જાહેર, વાતમાં કંઈ માલ નથી.

હાંક ભારૂ ત્યાં દોડતો આવે બધે,
જો ના આવે તો,વાતમાં કંઈ માલ નથી.

પારખીને સોદા કરૂ છું હૈયાના,
જો છેતરી જાય તો, વાતમાં કંઈ માલ નથી.

તરીને સામે કિનારે પહોંચે જે  પ્રેમમાં,
જો ડુબી જાય તો, વાતમાં કંઈ માલ નથી.

પરીક્ષાઓ આપી છે અઢળક જીવનની,
જો થઈ એ નાપાસ તો,વાતમાં કંઈ માલ નથી.

જાતે જ છેતરાયા છીએ સંબંધોમાં,
હવે "આભાસ''ને છેતરી જાય તો, વાતમાં કંઈ માલ નથી.

-આભાસ

मोहब्बत

मोहब्बत रूह में उतरा हुआ मौसम है जाना.... 


ताल्लुक कम करने से मोहब्बत कम नही होती !!

-गुलजार

देखना जज़्बे मोहब्बत का असर आज की रात

देखना जज़्बे मोहब्बत का असर आज की रात
मेरे शाने पे है उस शोख़ का सर आज की रात

नूर ही नूर है किस सिम्त उठाऊं आँखें
हुस्न ही हुस्न है ता हद-ए-नज़र आज की रात

नगमा-ओ-मै का ये तूफ़ान-ए-तरब क्या कहना
मेरा घर बन गया ख़ैयाम का घर आज की रात

-मजाज़ लखनवी

आंसू

पलकों की हद तोड़ के
दामन पे आ गिरा,

एक आंसू मेरे सबर की
तौहीन कर गया !!

ना मैं हिन्दू होता, ना तूबी मुसलमान होता

ना मस्जिद आजान देती, ना मंदिर के घंटे बजते
ना अल्ला का शोर होता, ना राम नाम भजते

ना हराम होती, रातों की नींद अपनी
मुर्गा हमें जगाता, सुबह के पांच बजते

ना दीवाली होती, और ना पठाखे बजते
ना ईद की अलामत, ना बकरे शहीद होते

तू भी इन्सान होता, मैं भी इन्सान होता,
…….काश कोई धर्म ना होता....
…….काश कोई मजहब ना होता....

ना अर्ध देते , ना स्नान होता
ना मुर्दे बहाए जाते, ना विसर्जन होता

जब भी प्यास लगती , नदिओं का पानी पीते
पेड़ों की छाव होती , नदिओं का गर्जन होता

ना भगवानों की लीला होती,
ना अवतारों का नाटक होता
ना देशों की सीमा होती ,
ना दिलों का फाटक होता

तू भी इन्सान होता, मैं भी इन्सान होता,
…….काश कोई धर्म ना होता.....
…….काश कोई मजहब ना होता....

कोई मस्जिद ना होती, कोई मंदिर ना होता
कोई दलित ना होता, कोई काफ़िर ना
होता

कोई बेबस ना होता, कोई बेघर ना होता
किसी के दर्द से कोई, बेखबर ना होता

ना ही गीता होती , और ना कुरान होता
ना ही अल्ला होता, ना भगवान होता

तुझको जो जख्म होता, मेरा दिल तड़पता.
ना मैं हिन्दू होता, ना तूबी मुसलमान होता
तू भी इन्सान होता, मैं भी इन्सान होता।

–हरिवंशराय बच्चन
 

સાવ નકામું નમતું જોખ્યું

સાવ નકામું નમતું જોખ્યું
અમથું કાં અણગમતું જોખ્યું?

વજન વધ્યું જ્યારે બાળકને
ફુગ્ગા સાથે રમતું જોખ્યું

-સંજુ વાળા

Monday, October 26, 2015

ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા

ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
– ઘાયલ

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.
કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં
આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં
છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?
જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.
-રમેશ પારેખ

સપનાઓના ટેકે બેસી રાતને સાચવી છે

સપનાઓના ટેકે બેસી રાતને સાચવી છે
ગઝલના શબ્દો થકી જાતને સાચવી છે
ઘટના એકેય ભુતકાળની ભુલ્યા નથી !
અમે યાદોની એ ઝવેરાતને સાચવી છે!
હૃદયમાં હજુ અકબંધ છે મિલનની છાપ!
લાગણીભીના સ્પર્શની ભાતને સાચવી છે
વધતી જાય છે દર્દની પીડાઓ પારાવાર,
મજબુત આધાર રહી,ધાતને સાચવી છે
ભલે આવ્યા નહીં,સ્થળ પર સમયસર !
વહેલાં પહોંચી મેં મુલાકાતને સાચવી છે.
ને સાદગી જોઈને બધા વિચારતા રહ્યા !
બોલ્યા,'તે અમુલ્ય સોગાતને સાચવી છે.
મળે કોઈ દિવસ તો કહેવું છે,'નિખાલસ'
તને કહેવા વર્ષોથી એક વાતને સાચવી છે.
-શૈલેશ ગજ્જર'નિખાલસ'

ए सनम......

तू बिल्कुल चाँद की तरह है, "सनम"
नूर भी उतना ही,
गुरुर भी उतना ही,
और दूर भी उतना ही..

दर्द बन के दिल में आना

दर्द बन के दिल में आना,
कोई तुम से सीख जाए

जान-ए-आशिक़ हो के जाना,
कोई तुम से सीख जाए

-दाग़ देहलवी

अपने ही सही होने का दावा
दावानल है
फल है चारों तरफ धू-धू
चारों तरफ मैं-मैं
चारों तरफ तू-तू

-भवानीप्रसाद मिश्र

રાવણના રાજ્યમાં જીવવાની
મને જડીબુટ્ટી જડી ગઈ છે.
મને રોજ રાતે
રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.
- વિપિન પરીખ

છલકતી જવાની ને છલકતા જામ પર

છલકતી જવાની ને છલકતા જામ પર;
નશો દારુની બોટલમાં ને નજર જવાની પર.

તારા હોઠોને ચુમતો રહ્યો , નેણનાં ઈશારા પર,
રાતભર આપણે રહ્યા સાથે ; છલકતા જામ પર.

જવાની ને પણ પાંખો હોય , છલકાય જામ પર;
રાત પડી છે દીલ છલકાય , ધબકતા દીલ પર.

હવે બહુ ના તડપાવ મને , આંખના ઈશારા પર ;
......અને તમે,એકમેકમાં  ખોવાયેલા જવાની પર.

તારી યાદ હવે બહુ આવે,તારા મધમધતા હોઠો પર ;
બહુ વસમું લાગે 'લાલુ',વીતેલા ભૂતકાળ પર.

-ચુડાસમા લાલજી 'લાલુ"

સંબંધોમાં  કાણા પડ્યા !

સંબંધોમાં  કાણા પડ્યા !
મનમાં આજે  થાણા  મળ્યા .

ખડગો લઈને યુદ્ધે જ  હતા !
શત્રુ સામે શાણા મળ્યા. 

સપનામાં સપના વાવ્યા ?
આંખો ખોલી પાણા મળ્યા .

નાથાલાલ કહ્યું નાથાને ,
તો સામેથી નાણા મળ્યા .

આશા રાખી આગળ વધ્યા ,
પ્રેમરૂપી નજરાણા મળ્યા .

-કવિ જલરૂપ

શ્વાસ લીધો


હવામાંથી હળવે રહી શ્વાસ લીધો,
ઉછીનો સતત એમ વિશ્વાસ લીધો.
અડાબીડ અંધાર વેઠી લીધો પણ,
લગીરે ન ગજવેથી અજવાસ લીધો.
નથી કોઈ પણ આંગળી ક્યાંય દાઝી,
તમે યાર કેવી રીતે રાસ લીધો !
સદાયે રખડતા રહ્યા શેરીઓમાં,
ઘરે આવવાનો ન અવકાશ લીધો.
હજી ઘર વિચારોમાં ઘૂમી રહ્યું છે,
તમે પણ ભલા કેવો સંન્યાસ લીધો !
-હરજીવન દાફડા

અર્થની લાશથી આવે છે નરી વાસ હવે

અર્થની લાશથી આવે છે નરી વાસ હવે
રૈ' ગયા મારી કવિતામાં ફક્ત પ્રાસ હવે
કેટલાં વર્ષ વીત્યાં એ જ સમસ્યાઓ રહી
કોઇ આવે અને લાવે નવો વિશ્વાસ હવે
આંસુઓમાં ય દિલાસાના ચિરાગો ન જલ્યા
આથી શું હોય વધુ સ્વપ્નનો ઉપહાસ હવે
અંધકારે તો વસાવી લીધું ઘર સૂરજમાં
કોની આંખોમાં તમે શોધો છો અજવાસ હવે
હાથ ઝાલીને ગરીબીનો બજારો વચ્ચે
ચીંથરેહાલ ફરે દેશમાં ઈતિહાસ હવે
એ જ આશા ને નિરાશા ને હતાશા આદમ
ચુપ છે ભાષા કે તમાશા નથી કૈં ખાસ હવે
-શેખાદમ આબુવાલા

છોડી વિરહની ચલમને આવ......

છોડી વિરહની ચલમને આવ.
લઈ લાગણી ના મલમને આવ,

સંઘરી ને કયાં રાખશે સ્મરણો,
લઈ શમણાંની કલમને આવ.

હોય ઝંખના જો ખુલ્લી હવાની.
છોડી ભીતરના ભરમને આવ.

ઝંખે છે ભીતર શીતળ લહેર.
મૂકી મિજાજ ગરમને આવ.

પામવા ચાહે છે ખુદ ને કદી.
ધરી પ્રેમના ધરમ ને આવ.

વસવા ચાહે કો હૃદયે જો. લૈ નયનમાં કો'સનમને આવ.
" दाजी "

Sunday, October 25, 2015

હોઠ પર થીજી ગયેલ શબ્દો ને
આંખોને રોવાનો ઉપવાસ
કહે તોયે કેમ કહે આ હૈયું
એની વેદનાનો ઈતિહાસ.
હાર્દ

આ ધરા છાંડીને બીજા લોકમાં નીડ બાંધીએ

આ ધરા છાંડીને બીજા લોકમાં નીડ બાંધીએ
ચાલ વ્હાલી ત્યાં વસંતી ફાગ-ગાણા ગાઈએ
આ હવા હદથી વધારે થઇ ગઈ મેલી હવે ,
ત્યાં નવી લહેરો ઉપર સપના નવા શણગારીએ
આ નર્યા કાગળના વેલા કેટલું વળ ખાય છે
કાચના કુંડામાં ક્યાં લગ ફાલ ને ફણગાવીએ
આભમાં પણ આ સડકના મૂળ લંબાયા હવે
આભ જેવા આભને પણ ક્યાં લગી સમજાવીએ
સાંજ અહી ઢળતી નથી પીળી આ ઝાકમઝોળમાં
ચાલ ત્યાં નક્કોર શીળી ચાંદનીમાં નાહીએ
આ નગરનું મતલબી માણસ હવે ગંધાય છે
ચાલ ત્યાં ભીનું પીમળતું વન થઈને ફાલીએ
વ્હાલી અહી તો ગોઠવેલી જૂઠી નદીઓના ઝરણ
ચાલ ત્યાં સાચુકલા દરિયા નયનમાં આંજીએ
ધાર કે ત્યાં રાજ તો કરવા નહિ મળશે છતાં
રાજા-રાણી ની અધુરી વાર્તાઓ માંડીએ.
-પરશુરામ ચૌહાણ

Thanks:: Dipak Bagda


(Image lines By Ankyta Hirpara)

મનોજ ખંડેરીયા

ગુન્હો કીધો નથી એની સજાનો આ તબક્કો છે,
જીવન જાણે કે ધક્કાબારીથી દીધેલ ધક્કો છે.
-મનોજ ખંડેરીયા

વિનોદ માણેક 'ચાતક'

વિનોદ માણેક 'ચાતક'

વિનોદ માણેક 'ચાતક'