ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label મેવાડા ભાનું 'શ્વેત'. Show all posts
Showing posts with label મેવાડા ભાનું 'શ્વેત'. Show all posts

Wednesday, June 1, 2016

ઉત્સવ...

ઉત્સવ....,,,,,,........

લે આ થેલી ,,,,
ચાલો પેટ
ભરીએ હવે,
રોજની જેમ
ભીખારીએ
થેલી ખોલી .
એના કુટુંબ ને
જમવાનું
આપવા માંડ્યો ....
ત્યાં તો
એની દીકરી
ભોળા , રડતા
સ્વરે બોલી
'બાપુજી ,
મારે  પેંડા ખાવા છે....''.બાપ
ભીની આંખે
મનમાં મનમાં
આપણા ક્યાં
એવા દિવસો છે,,,,
બોલતાં બોલતાં
વળી ગયેલી
રોટલી
દીકરી ને આપી ,
દીકરીએ રોટલી
સીધી કરતા જોયું તો
ભીતર
દુધ જેવો પેંડો !!!!
દીકરી બોલી ઊઠી
બાપુજી પેંડો ........!
બાપ જોતો જ રહ્યો ....
બીજી બાજુ
"શ્વેત " ના હદયમાં
આનંદ અને
ઉત્ત્સવ હતો ' મીઠાસનો,,,,!!!!

શ્વેત ' મેવાડા ભાનુ

Sunday, May 1, 2016

એક  સારો  વિચાર   કરી     જુઓ - મેવાડા ભાનું 'શ્વેત'

એક  સારો  વિચાર   કરી     જુઓ ,
મનમાં સારો વ્યવહાર  કરી જુઓ .

સદા   ચહેરો  ખીલતો   રહેશે ,
ફૂલો   જેવી  સવાર  કરી  જુઓ,.

ખુશીઓ   ખરીદતાં  મળતી નથી ,
ભાવમાં   કેટલોય  ફેરફાર કરી જુઓ.

થાક્યા  હો   ચાલી ઘણું   હવે  તો ,
શાંતિ ઘરમાં   આરામ   કરી  જુઓ .

મિત્ર  માનતા હો  જો  વૃક્ષ  ને ,
રણમાં  લીલો   તહેવાર  કરી  જુઓ .

મેવાડા ભાનું ' શ્વેત

Monday, March 28, 2016

સાંજ

સાંજ
સૌંદર્ય
સભર
ખીલેલી
એક
હું
મૂરછાઈ
ગયે લો
તને
યાદ કરતા .......

મેવાડા ભાનું " શ્વેત

Sunday, March 20, 2016

અમારું   હદય  છાનું  છાનું  રડે

અમારું   હદય  છાનું  છાનું  રડે !
કહેડાવ જો    એમને    આવી ચડે !

મૂરજાઈ    ગયાં  છે     ચહેરાઓ
વસંતમાં   પાનખર આવી   પડે !

મુસાફરી   વિન   મુસાફર હાલવાં માંડે ,
પ્રેમ   દિવસો ના   વિચારો માં પડે .

પોતીકા  માની   છોડી  દે  છે  જ્યારે ,,
પ્હાડ  નાં    ઝરણાંની   જેમ    રડે !

શ્વેત " નાં   પ્રથમ   એકરાર  માં ,,
એક  બીજા  ની   ભલાઈ    નડે !

-મેવાડા ભાનું

Sunday, March 6, 2016

તમે - મેવાડા ભાનુ 'શ્વેત'

દિલ થી બધું કહી  ગયાં છો તમે
કેમ ત્યાં  જ  રહી ગયાં છો  તમે

તમારા  વિના   અહિ  ખાલી ખમ લાગે
સરભર  ભરી શું લઇ ગયા છો તમે !

સાંજ  પણ મને ઊતરી ઊતરી લાગે
સૂરજ  ઘોળી પી ગયાં    છો   તમે !

સાચું  કહું તો  બેવફા     છો   તમે
માટે  ત્યાં જ  રહી  ગયાં છો    તમે

- મેવાડા ભાનુ 'શ્વેત'

Sunday, February 21, 2016

જીંદગી માં  જીવતા  આવડ્યું  નહિ

જીંદગી માં  જીવતા  આવડ્યું  નહિ
જીંદગી  ને  માણતા  આવડ્યું  નહિ

કેટ  કેટલાં   પુષ્ષો   શીખવી ગયાં
હજી  કંટકોને  મ્હેકતાં આવડ્યું નહિ

ઇશ્વર   ઊભો  જ  હતો  સુખ  આપવાં
અમને  દુઃખ  સંતાડતા આવડ્યું  નહિ

એ જ  આવ્યા  હતાં   કિનારે  મળવા,
માછલી ના  રૂપમાં  છલકાતા આવડ્યું નહિ.

ઘણું સમજાવ્યું હતું ખતોમાં તમે,
અભણ  લપ્રેમી ને સમજતા આવડ્યું નહિ

-મેવાડા ભાનું 'શ્વેત'