ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label રસિક દવે 'બેહદ'. Show all posts
Showing posts with label રસિક દવે 'બેહદ'. Show all posts

Wednesday, February 21, 2018

મા એ મા એના મૂલ કદી થાઈ નહીં... - રસિક દવે

મા એ મા એના મૂલ કદી થાઈ નહીં
માસી હો  લાખ ભલે મમતાળુ
તોય
એને મા ની તોલે મૂલવાય નહીં.

- રસિક દવે

Tuesday, November 15, 2016

હાયકુ -રસિક દવે


આભ અને આંખ
બંને થાક્યા
નીર
વહાવી ગોરંભાયેલા.

ટહૂકો ભીંજવે
કર્ણ--હૈયું
રડે
કજળેલી એકલતા.

એકાંતી સમય
આભે મેઘ નેવા
અનરાધાર છલકે.

નાચે થનગન
કળાયેલમોર
આંખે અષાઢી અંબર.

તું સરવરિયું
તાજા નીરે મેલો
મારો મનેખ જન્મારો.

-રસિક દવે

Sunday, September 18, 2016

રસિક દવે

બારણું એ કઈ રીતે ખૂલી શકે?
જે કદી અકબંધ ભીડ્યું હોય ના.
    
-રસિક દવે

Thursday, July 21, 2016

તરહી ચોતરફથી વાયરાને સહેજ તો ખાળી જૂઓ- રસિક દવે 'બેહદ'

ચોતરફથી વાયરાને સહેજ તો ખાળી જૂઓ
દીપ આપોઆપ ટકશે વાટ પેટાવી જૂઓ.

નીર આછાં નીતરી છલકાઈ ઊઠશે હેલ્યમાં
.વીરડો શ્રદ્ધા થકી આ રેતમાં ગાળી જૂઓ.

સાવ ઠૂઠૂં વૃક્ષ પણ મર્મરતું પાછું થઈ જશે
લાગણીના જળથી એના મૂળને સિંચી જૂઓ.

ભીતરે જે ધખધખે છે શાંત પળમાં થઈ જશે
જાત વીદેહી બનાવી બે'ક  પળ બેસી જૂઓ.

આમ તો અઘરૂં ઘણું છે એને ખીલે બાંધવું
મનવટકતી  ગાય જેવું દોરડું બાંધી જૂઓ.

જીંદગીની નાવ કાણી ને વળી મઝધાર છે
જે ભરાયો ભય છે મનમાં તેને પડકારી જૂઓ.

      ---રસિક દવે
        18-06-2016
            .સોમવાર.

Thursday, July 14, 2016

હાયકુ - રસિક દવે 'બેહદ'

આંખે અંધારા
ભીતર અજવાળા
જાગૃત જયોતિ.

--રસિક દવે

Friday, July 1, 2016

"ચક્રવ્યુ"- રસિક દવે 'બેહદ'


બધું જ વિચારોની નીપજ
વિચારવું ક્રિયાન્વિત થાય ને
સઘળું બને ક્રિયમાણ
ત્યારે?
કોઇ ક્યાં કંઇ વિચારે છે.
વગર વિચાર્યે થતું સર્વ
મને,તમને, આપણ સૌને
ક્યાંથી ક્યાં મૂકી દે કોને ખબર?
કયારેક વિચાર્યા વિના વિચારવું જરૂરી.
ક્યારેક
વિના આમંત્ર્યે ક્યાંક જઈ ચડવું
શિષ્ટાચારનો ભંગ-
પરંતુ
જવું જોઈએ-
કોઈ
દીન-દુઃખીના હૈયાને ઝકઝોડવા
બસ એમજ.
એ સાંત્વના પણ કેટલી
ઝળહળ ઝળહળ કરી શકે
કોઈના મ્લાન
વદનને.
ક્યારેક-
સમજણના સીમાડાની બહાર
મૂકી જોજો પગ-
કેટલી સમજણ વળતી ભેટમાં
સમજવા!.
અરે!
મૂક હવે વિચારવું.
આ, વિચારણાના ચક્રમાંથી જ સર્જાયા છે
તારા,મારા,આપણા સૌના
આધિ, વ્યાધિ ને ઉપાધિ!!!.
    
-રસિક દવે

Thursday, June 16, 2016

નમણું નાજુક ને રૂપાળું- રસિક દવે 'બેહદ'

નમણું નાજુક ને રૂપાળું
બહાર વજજર અંદર આળું
ખખડવે છે ઠોકી  સાંકળ
ખોલ દિધેલું અંદર તાળું.
જાતે નીકળ કાં હું કાઢું
કાં તારો પડછાંયો વાળું.
ધોળા દિએ ના દેખાતું
મનમાં બંધાયેલું ઝાળું.
દીપક ઝાંખો થાવા લાગ્યો
શગ સંકોરો હો અજવાળું.
-રસિક દવે

Saturday, June 11, 2016

તરહી ગઝલ......

##તરહી ગઝલ##
"""""""""""""""""""""""""
શબ્દ બંદૂક હો દાગવી જોઇએ.
હોય જો સાધના સાધવી જોઈએ.

લાગણી હોય તો લાગવીજોઇએ.
હોય જો લક્ષ્ય તો તાકવીજોઇએ..

હો નજર પારખું માપવી જોઇએ..
જીંદગીની મજકાપવી જોઇએ.

હો સહજ ને સરળઆવવું મૂર્તથઇ
"એ ગઝલ રૂબરૂઆવવી જોઇએ."
---રસિક દવે "બેહદ"
04-06-2016

Thursday, June 9, 2016

"શાંતિનો ભંગ"

"શાંતિનો ભંગ"
""""""""""""""""""""""
જર્જરીત
જૂના નગરને છોડી
ચૂપચાપ--
ચાલી નીકળ્યો,
નવા નગરની વાટે.
'ને
એ લોકો--
શાંતિનો ભંગ કરી બેઠા.
        ---રસિક દવે 'બેહદ'. 08-09-1978.