ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label પિનલ સતાપરા. Show all posts
Showing posts with label પિનલ સતાપરા. Show all posts

Monday, January 30, 2017

Happy birthday to K H Bhatiya (morpichh)

વધે સુખની ધારા ને દુઃખની છાવ પણ ન મળે,
જિંદગી થૈ જાય પાનું એકાનુ બીજુ કોઈ પતુ ન મળે.

ખીલે ઉપવન જિંદગાની નું પરિવાર નાં પ્રેમથી,
નફરત નું કોઈ ફુલ મુરઝાતુ ક્યાંય ન મળે.

સ્નેહ સાગર વહેતો રહે અવિરત મિત્રો ની મહેકથી,
વહેતા ઝરણાને કોઈ પથ્થર નો અવરોધ ન મળે.

સજી જાય જીવન આપનું  મેઘધનુષનાં રંગોથી,
બ્લેક-વ્હાઈટ નું પ્રતિબિંબ દર્પણમાં પણ  ન મળે.

શિખરો સર કરો સફળતા ને ખોબલે ખોબલે ભરી,
રસ્તે ચાલતા ક્યાંય ઢોળવો પાછા ન મળે.

તંદુરસ્તી,સુખ શાંતી નો વરસાદ હો નિશ -દિન,
વ્યથા નું કોઈ પાનું ફરી કયારેય નાં ખુલ્લુ મળે.

પ્રકાશી ઉઠે જ્ઞાનની જયોત  અદભૂત  આજીવન,
વિસ્તરતું જ્ઞાનપુંજ સમુ આકાશ તમારા થકી સૌને મળે.

કહેવાય કે ચાર દિવસની જ છે આ અદભૂત જિંદગી,
ખુદા કરે આ ચાર દિનની જિંદગાની વારંવાર મળે.

પ્રાર્થના મારી આ  પરવરદિગારને એટલી જ કે,
જન્મદિવસ પર હર મનોકામનાની પુર્ણતા મળે.

જ્ન્નત
પિનલ સતાપરા

Sunday, January 8, 2017

આંખ સામે  પ્રેમનો  વિસ્તાર વધતો જાય છે- પિનલ સતાપરા

આંખ સામે  પ્રેમનો  વિસ્તાર વધતો જાય છે,
આ હદયમાં એમનો વિસ્તાર વધતો જાય છે.

સામસામી  ખોલતા બારી પછી  જોતાં અમે,
એ ઇશારે , ખેલનો વિસ્તાર  વધતો જાય છે.

લાખ સાંભળતા રહ્યા ફરિયાદ એની રાગમાં,
ને  ગઝલમાં સૂરનો વિસ્તાર  વધતો જાય છે.

કંઇક સંસ્મરણો તપે છે મન ઉપર ચૂલો કરી,
આયખામાં તાપનો વિસ્તાર વધતો જાય છે.

પાનખર તો ખૂબ  ખીલી જિંદગીની સીમમાં,
બારણાથી  રાહનો વિસ્તાર વધતો જાય છે.

વિસ્મયોની આજ અર્થી નીકળી છે વાતમાં,
ને વિચારે બોજનો વિસ્તાર વધતો જાય છે.

ઠોકરો ખાધી ને ઊઠી ત્યારથી 'જ્ન્નત' અહીં,
જિંદગીનાં અર્થનો વિસ્તાર વધતો જાય છે.

જ્ન્નત
પિનલ સતાપરા

Wednesday, October 26, 2016

તારી ધડકનમાં શ્વસી જાવું છે,

તારી  ધડકનમાં  શ્વસી જાવું  છે,
તારાં  શ્વાસમાં   ધબકી જાવું  છે.

આપી   દે  રે'વા  ખૂણો  એકાદો,
તારા  હૈયામાં  સ્થપી  જાવું  છે.

કાળી રાત્રી ને ઉજળા છે શમણાં,
ઝાલે  તો  થોડું  ભટકી જાવું  છે.

વેરાની   જગથી  તોબા પોકારી,
છાનું  માનું  જો  છટકી જાવું  છે

ટીલા - ટપકાં કર્યા  છે  મેં ઝાઝા,
આંખોમાં ભર તો નજરી જાવું છે.

ઈલકાબો   થી    જીવન    મ્હેકે,
તારી  મુસ્કાને  મલકી  જાવું  છે.

હો ઈશ મારો  તો ઇબાદત મારી,
'જ્ન્નત' અર્પે  તો  સરકી જાવું છે.

-જ્ન્નત
પિનલ સતાપરા

તુજે ઢૂંઢને કે હજારો રાસ્તે હોગે મગર ઢૂંઢને વાલે હમ ન હોંગે,
આકર ખુદા બી માઁગે તૂજકો હમસે તો દેનેવાલે હમ ન હોઁગે

જ્ન્નત

Sunday, October 2, 2016

પ્રેમ - પિનલ સતાપરા

અચાનક
એકાએક
અધુરૂ
અવઢવમાં
આયખુ
આવી પડ્યુ,
અને ત્યારે જ
એ તારા
આગમન થી
આ સમગ્ર
અચેતન
અંગ માં
એકાએક
અટુલુ પુષ્પ
આળસ મરડી
અત્યંત
આનંદિત થયુ,
અશ્રુ પણ
અચાનક
અટકી જઇ
આમ હસવા લાગ્યું.
એ સ્નેહ સાગર
અતિશય વહ્યો,
અત્યારે
આજ
આ પળ
આ જિંદગી
અધૂરપ છોડી
આહલાદક
આનંદ સંગાથ
એની સંગ
અનંત રાહે
આળોટવા લાગી.
એનુ કારણ
એક જ
અને
એ તારો
અગાઢ -
અનરાધાર
અવિરત વહેતો
અનેરો 'પ્રેમ'

-જ્ન્નત

Wednesday, August 10, 2016

ચિત્ર દોરેલાં બધાં પાછાં મળે,

ચિત્ર દોરેલાં બધાં પાછાં મળે,
ઘાટ યાદોના ફરી તાજા મળે.

રાહ ને ચાહત નસીબે  હો લખી,
ઈશ તણી શતરંજનાં પાસાં મળે.

વેદનાં વરસી પડે નૈનૌ થકી,
દશ્ય વ્યથાનાં અહીં ઝાઝા મળે.

લાગણીનું ક્ષેત્રફળ વધતું જશે,
સ્વજનો ચોમેર જો સાચાં મળે.

કેમ સમજાશે ચિત્રોની ક્રૂરતા,
શબ્દને પણ અર્થની ભાષા મળે.

અંધકારો જિંદગીના ભાગશે
દોસ્ત ખોયેલા અગર સાજા મળે.

ખેલ અઘરા આંટઘુંટી નાં સાલે,
ભાગ્ય કે,એ ગલી ને ખાંચા મળે.

દોડતા આવે હદયસંગી જનો,
મૃત્યુને ટાણે ઘણી શાતા મળે.

જોઇ લીધી છે અનેકી ભાંજગડ,
કાશ!'જ્ન્નત' નાં મને નાકા મળે.

-જ્ન્નત
પિનલ સતાપરા

Saturday, July 23, 2016

પિનલ સતાપરા

તારા વચાળે
આકાશગંગા સુધી
સંગાથ હશે.

પ્રલયપદે
જન્મતી ધરા પર
સંગાથ હશે.

મહેકી ઉઠે
જ્યા પુષ્પની બાથમાં
સંગાથ હશે.

ચાહતા રહે
ધરતી-ગગન જ્યા
સંગાથ હશે.

તૃષા જબ્બર
પણ સંતોષ સાથે
સંગાથ હશે.

અદ્રશ્ય હેત
સમીર સમો રેશે
સંગાથ હશે.

કયા છુ દૂર હું
'જ્ન્નત' છે ત્યા સુધી
સંગાથ હશે.

-જ્ન્નત
પિનલ સતાપરા

Monday, July 11, 2016

કોકડુ જયારે અધર્મનુ પંકાશેને તારૂ

કોકડુ જયારે અધર્મનુ પંકાશેને તારૂ,
ત્યારે આમ ખુદાનુ તેડું આવી જશે.

ખોટી મથામણ કરમાં તુ માનવી,
ઉડીશ ત્યા ફરી નીચે પટકાઇ જશે.

પાપ-પુણ્ય નો હિસાબ માંડ્યો જો,
નમી જા ચોપડો હવે ભરાઇ જશે.

કર્મ ને આધીન સરવાળો આતમનો,
બસ કર નહી તો તૃષા વધી જશે.

મોહમા અટવાયો જાય જો જીવડો,
દિશા બદલ નહીતો ખાઈમાં ડુબી જશે.

મારગ બસ એક પકડ હરિનો વહાલા,
'જ્ન્નત'સામે ચાલી બારણું ખોલી જશે.

-જ્ન્નત
પિનલ સતાપરા

Wednesday, July 6, 2016

આ નિયમને ક્યા સહારો હોય છે- જ્ન્નત

આ નિયમને ક્યા સહારો હોય છે,
એકલાં કેવો પિસાતો હોય છે.

કેમ શોધે એ જવાબો હરવખત,
ના સમજ એનાં સવાલો હોય છે.

જોઉ આકાશે છબી તારાં સમી,
રોશની જેવો નઝારો હોય છે.

મન ડહોળે યાદ તારી હદ મુકી,
પ્રેમના ખોટાં દબાણો હોય છે.

બંદગીના આશિષે ભાળે ખુદા,
ત્યાં જ'જ્ન્નત'ના નિવાસો હોય છે.

-જ્ન્નત
પિનલ સતાપરા

ગાલગાગા ગાલગાગા ગાલગા

Thursday, June 9, 2016

યાદોના ટોળા  ટળવળ્યા કરે

યાદોના ટોળા  ટળવળ્યા કરે,
રાતભર શમણાં સળવળ્યા કરે.

બૂંદ-બૂંદ ટપકે ઇંતજાર સ્નેહનો,
પ્રત્યેક બૂઁદેં નિશદિન ચાહત ખરે.

વાવ્યો આંખોમાં નશો પ્રેમનો,
હદય એ નામની ધૂનમાં જ ચરે.

અઢળક ભર્યો છે અનુરાગ હૈયે,
નિકટતા સાધતા પળેપળ  ડરે.

પ્રેમઝાંકળ થઇ અમ્રુતઝરણું વહે,
પ્રેમાગ્ન  દિલ  મધદરિયે  તરે.

બખ્તર પેરી લીધુ એની પ્રિતનુ,
એનાજ વિયોગે'જ્ન્નત' હરક્ષણ મરે.

-જ્ન્નત
પિનલ સતાપરા

Monday, May 30, 2016

અસહ્ય વેદનાં ઉઠી છે આજ....પિનલ સતાપરા

અસહ્ય વેદનાં ઉઠી છે આજ,
જખમ પર નમક રગડાયુ આજ.

દર્દ નાથવાની નાકામ કોશિશ કરી,
ફરી એક દર્દ ઉમેરાયું છે આજ.

કાળજુ ચીરાયુ અંગત લાગણીથી,
વેળા કવેળા બનીને ઊભી છે આજ

બહુ તરફડે છે જોને વિચારોનુ જુંડ
મગજ કુવિચારોમાં ફેરવાયું આજ

સંબંધ ની વ્યાખ્યા બદલી આપી
ઘટના એવી અજબ ઘટી ગઈ આજ

નતમસ્તક નમી છુ ભવાઈ સામે
ધરપત હારીને બેસી ગઈ જો આજ

કયા કયા ભટકીશ નથી ખબર મને
દિશા વિહીન થૈ ગઈ દિશાઓ આજ

મહેફીલમા આજ ઝાંખપ વરતાય,
'જ્ન્નત'ને લોકોએ જહન્નૂમમાં મૂકી આજ.

-જ્ન્નત

Sunday, May 22, 2016

શોધી નહી જાત ખુદમાં ને લાગણીઓ શોધવા બેઠા

શોધી નહી જાત ખુદમાં ને લાગણીઓ શોધવા બેઠા,
દરિયા કિનારે જ સાચાં મોતીના ઢગ ખોળવા બેઠા.

નજર કરી બુઠ્ઠી ને ધારદાર આંખે ગુનો ફંફોસવા લાગ્યા,
કાંકરા-ફોતરા ઊપણી
પ્રેમને પીપળે સમાવવા બેઠા.

મહેકે સુમન એની પ્લાસ્ટિક ફૂલે છાટેલા અતરની જેમ,
બાવળ-બાવળ વાવી મધમીઠી કેરીનાં ઓરતા જીલવા બેઠા.

ઉપવનમાં રહે થોરની જેમ એક્લતાની ભીડમાં કાયમ,
શેરીએ-શેરીએ ચોવટીયા થઇ માણસાઈ જોને ગોતવા બેઠા.

પ્રેમદિવડી પ્રજ્વલિત શુ કરે એ અધૂરો માનવ સમો પ્રાણી,
'જ્ન્નત' માં પણ જહ્ન્નૂમ બનાવી જે ખુદને મારવા બેઠા.

-જ્ન્નત
પિનલ સતાપરા

Wednesday, May 11, 2016

પ્રેમ

અચાનક
એકાએક
અધુરૂ
અવઢવમાં
આયખુ
આવી પડ્યુ,
અને ત્યારે જ
એ તારા
આગમન થી
આ સમગ્ર
અચેતન
અંગ માં
એકાએક
અટુલુ પુષ્પ
આળસ મરડી
અત્યંત
આનંદિત થયુ,
અશ્રુ પણ
અચાનક
અટકી જઇ
આમ હસવા લાગ્યું.
એ સ્નેહ સાગર
અતિશય વહ્યો,
અત્યારે
આજ
આ પળ
આ જિંદગી
અધૂરપ છોડી
આહલાદક
આનંદ સંગાથ
એની સંગ
અનંત રહે
આળોટવા લાગી.
એનુ કારણ
એક જ
અને
એ તારો
અગાઢ -
અનરાધાર
અવિરત વહેતો
'પ્રેમ'

-જ્ન્નત
પિનલ સતાપરા

Sunday, May 8, 2016

જ્ન્નત

કોઈ હસ્તી નહી હમારી કી દુનિયામે હમારા કોઈ  નામ  હૈ,
યે તો માં તેરી હી બદૉલત સે 'જ્ન્નત'કી પહેચાન હૈ.

-જ્ન્નત

Tuesday, April 19, 2016

વર્ષોથી હૈયે ધરબેલુ એક શમણુ,

વર્ષોથી હૈયે ધરબેલુ એક શમણુ,
જિઁદગાનીને જીવંત કરતુ.
ક્યારેક હસાવતુને હમસફરની રાહમા રડાવતુ.
હળવે-હળવે શમણુ કોચલું તોડવા ચીચીયારી કરતુ,
અંતે સેવેલ શમણાનો જન્મ થયો.
એ દ્રિજ શમણુ આકાર લઈને નિરાકાર વિહર્યુ.
મંજિલની સફર કરતા હમરાહીને ભેટ્યુ.
અચાનક...
એક દિવસ..
એક પળ...
આ આખ્યુ ને એની નજરની પ્રીત્યુનો અકસ્માત થયો.
એમાંથી ધારદાર લાગણી અને,
અવિરત સ્નેહ ઝરણું વહેવા લાગ્યુ.
એક મધમીઠું અગાઢ આલિંગન,
અને અધરથી અધરનો જામ.
જાણે,વરસોથી પડેલા પ્રેમદુ:કાળ નો આજ આખરે અંત થયો.
લાગ્યુ કે,
હમણાં..
હા,હમણાં જ પ્રલય થશે,
પ્રેમની જવાળા ફુંકાશે,
હેતનુ સુનામી આવશે,
અને હંમેશ માટે એકમેકમા સમાઈ જાશુ.
હવે નથી કોઇના બંધન,
અને નથી શબ્દોનો ખજાનો.
બસ,ભરાય ગયુ ઉરમાં ઉઠેલી ઊર્મિઓ નુ ભાવાવરણ.
સમજાઇ ગયુ ને સચવાઇ ગયુ અસ્તિત્વ..
હવે નથી એના વગર રહેવાતુ કે નથી જીવાતુ.
આજ એના સથવારા સાથે,
સોનેરી પ્રભા થઇ છે.
મારી જિંદગીને હંમેશ આવી સવારની રાહ રહેશે,
અને 'જ્ન્નત ' ને એના 'હમરાહી'ની.

-જ્ન્નત
પિનલ સતાપરા
19એપ્રિલ 2016

Friday, April 15, 2016

વેરા વળશે એકદિન બેહાલ સમયની...

વેરા વળશે એકદિન બેહાલ સમયની,
ના મથીશ તુ નિશદિન વ્યથાઓમા સમયની.

કળજુગ છે,નહી વર્તાય તારા રખોપા બાપ,
અહી તો કિંમત છે દેખાવ કરતા સમયની.

સાગરની મલીપા નૌકા હાલક-ડોલક થાય,
જરૂર છે વિશ્વાસની,બંદગી કરતા સમયની.

રામ રખેવાળ છે આપણી દુર્દશાનો વહાલા,
નિકળી જશે પળ એને પણ જરૂર છે તારા સમયની.

ઉચાટ ભરેલી જિંદગીને આમ તાણ્યા ના કર,
'જ્ન્નત ' કરશે પ્રાર્થના તારા નામ કેરા સમયની.

-જ્ન્નત
પિનલ સતાપરા
10/4/2016
7:05Am

Tuesday, March 29, 2016

કબૂલ કરો...

કબૂલ કરો...

હદયથી પ્યારનો સોદો અગર કબૂલ કરો,
પ્રણયના ત્રાજવે તોલી એનાં સાચેરા મૂલ કરો.

વિધાતાએ બાંધી છે પ્રેમની બેડીઓ મજબૂત,
હરેક કોલ નિભાવીને આભાસી ઝાંઝવા દૂર કરો.

પ્રેમ પંખી પ્રીત્યુ કરી ઊડી રહ્યુ નીલ ગગને,
બાહો ફેલાવીને સમંદરપ્રેમનું અમરત પાન કરો.

મૃગજળ જેવી રદ્દી વાતોને પાણીમાં ઘોળીને,
વ્હાલપની વાસ્તવિક્તા સ્વીકારીને બંદગી કરો.

આયખુ શ્વસી રહ્યુ છે મંજિલ કબરની સફરે,
કહે છે 'જ્ન્નત' સ્નેહના ઝરણામાં જીવન કબૂલ કરો.

-જ્ન્નત
પિનલ સતાપરા

Sunday, March 20, 2016

કોઈ આટલો તે પ્રેમ કરતુ હશે

કોઈ આટલો તે પ્રેમ કરતુ હશે!
ખોબલે ખોબલે વ્હાલ વરસાવતુ હશે.
           કોઈ આટલો...
પ્રેમની પ્યાલી ભરીને ધરે હરેક પળે,
સ્નેહનો સાગર આમ છલકાવતુ હશે.
           કોઈ આટલો...
જિંદગીની સફરમાં હરેક ડગલે,
હાથમાં હાથ લઈ સથવારો નિભાવતુ હશે.
           કોઈ આટલો...
જીવન ડગર ડગમગ થાય જે સમયે,
આંખોમાં સમાઈને રસ્તો બનાવતુ હશે.
           કોઈ આટલો...
મૃત્યુ શૈયા તરફ જતી નાવલડીને,
શ્વાસ પુરાવી કોઈ  જિંદગી જીવાડતુ હશે.
           
કોઈ આટલો તે પ્રેમ કરતુ હશે!
ખોબલે ખોબલે વ્હાલ વરસાવતુ હશે.

-જ્ન્નત પિનલ સતાપરા
                    
20માર્ચ 2016 8:05Pm

Monday, February 29, 2016

ઊનાળાની બપોરના ઉકળાટમાં

ઊનાળાની બપોરના ઉકળાટમાં,
વિરહના અસહ્ય .બફારમા,
તારા પ્રેમરૂપી તાપમાં નીતરી રહી છુ,
ચલ,એક પ્રેમવાદળી વરસાવી દે..

દિવસના ઉજાસમા,
રાત્રીના ઘનઘોર અંધકારમાં,
તારી પ્રેમરૂપી યાદોમા તડપી રહી છુ,
ચલ,એક નજરની રોશની આપી દે..

ચોમાસાના અનરાધાર વરસાદમાં,
વીજળી ના ગડગડાટના ભયંકર અવાજમા,
તારા પ્રેમરૂપી સ્વપ્નમાં  ભીંજાઇ રહી છુ,
ચલ,એક હુંફાળો ગરમાવો આપી દે.

શિયાળાની કડકડતિ ઠંડીમાં,
સુર્યના આછેરા તાપમાં,
તારા પ્રેમરૂપી સ્પર્શ નો અહેસાસ કરી રહી છુ,
ચલ,એક હૂંફભર્યુ આલિંગન આપી દે.

-બંસરી
પિનલ સતાપરા

Friday, February 26, 2016

પ્રેમ

પ્રેમ
પ્રવાહ 
પ્રેમપ્રદેશ
પર
પહોંચતા
પ્રલયનો
પ્રહાર
પથરાયો ને,
પ્રેમ 
પરપોટો
પ્રજ્વલિત
પ્રકાશે
પરમેશ્વરને
પામી ગયો.

-જ્ન્નત
પિનલ સતાપરા