ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, May 31, 2016

તરહી ગઝલ- હાર્દ

નબળા મનના ભાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.
હૈયે ઊંડા ઘાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.

મારા ને તારા છે આંસુ, મનની મીઠી ધારા આંસુ,
આંખોના સમભાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.

વેળાની તો વાચા આવી, યાદોની ભરમારો લાવી,
અવસર ના નિભાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.

થોડી મારી આંખો તરસી, થોડી તારી આંખો વરસી,
ખુશી ના દેખાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.

ઊંડે ઊંડે આશા જાગી, મળવા ને સપના માં ભાગી,
સપના ના મેળાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.

હાર્દ

જીવનમાં થોડી ધરપત આપ મને

જીવનમાં થોડી ધરપત આપ મને,
જીવવાની દોસ્ત બરકત આપ મને.

ટળી જાય મુમુક્ષા જન્મો જન્મની,
તારા નજરની ઇનાયત આપ મને,

હજી કંજુસાઈ ભરી છે ભીતરે મારી,
પાપને પોકારુ એવી સખાવત આપ મને.

દુશ્મનો ને એટલા પ્રેમથી ભેટી શકુ પ્રભુ,
આ નાદાનને તું ઈન્સાનિયત આપ મને.

કોઈપણ પ્રકારની ભૂમિકા બાકી ક્યાં "આભાસ"?
માટે મરવાની સાફ નીયત આપ મને.

-આભાસ સાયપરી

Monday, May 30, 2016

અસહ્ય વેદનાં ઉઠી છે આજ....પિનલ સતાપરા

અસહ્ય વેદનાં ઉઠી છે આજ,
જખમ પર નમક રગડાયુ આજ.

દર્દ નાથવાની નાકામ કોશિશ કરી,
ફરી એક દર્દ ઉમેરાયું છે આજ.

કાળજુ ચીરાયુ અંગત લાગણીથી,
વેળા કવેળા બનીને ઊભી છે આજ

બહુ તરફડે છે જોને વિચારોનુ જુંડ
મગજ કુવિચારોમાં ફેરવાયું આજ

સંબંધ ની વ્યાખ્યા બદલી આપી
ઘટના એવી અજબ ઘટી ગઈ આજ

નતમસ્તક નમી છુ ભવાઈ સામે
ધરપત હારીને બેસી ગઈ જો આજ

કયા કયા ભટકીશ નથી ખબર મને
દિશા વિહીન થૈ ગઈ દિશાઓ આજ

મહેફીલમા આજ ઝાંખપ વરતાય,
'જ્ન્નત'ને લોકોએ જહન્નૂમમાં મૂકી આજ.

-જ્ન્નત

સમજો એ પ્રેમ છે. ગઝલ

સમજો એ પ્રેમ છે. ગઝલ
-------------------------------------------
દિલમાં જો ઊર્મિ ઉછળે,  સમજો એ પ્રેમ છે.
આંખો મહીં છબી મળે,   સમજો એ પ્રેમ છે.
ગઝલ
કણસે હ્યદયમાં યાદને  તડપન વધે ઘણી,
રાતોમહીં હ્યદય  બળે,   સમજો એ પ્રેમ છે.

સ્થિતિ તમારી એ બને  હૈયું રહે ન  હાથ,
પાંખો હ્યદયને  નિકળે , સમજો એ પ્રેમ છે.

બોલો નહીં કશુ તમે, કેવો કલા ભલા,
આંખો જ બોલે સાંભળે,   સમજો  એ પ્રેમ છે.

તાકાત છે આ પ્રેમની નજરો મહીં ઘણી,
સામુ જુઓ નયન ઢળે,  સમજો એ પ્રેમ છે.

હો રેશમી પીડા ઘણી, આવે મજા બહુ,
એનું 'ધમલ' જો બળ મળે, સમજો એ પ્રેમ છે.
                    - દેવેન્દ્ર ધમલ

ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા.

jay mataji

Mara tamne jay mataji
Sauna gamne jay mataji

Didho jene janam mane pan
Ae aadam ne jay mataji

Ganga ne hu mata ganti
Ne zamzam ne jay mataji

Hu mokalto requestone
Tu confirm ne jay mataji

Je jgyaye je je ho te
Sahu aatam ne jay mataji...

Chiki, keri ane anaanas
Whiskey  ram ne jay mataji...

              - Anil Vala

तडकाने दफनावो 

  तडकाने दफनावो 
            डॉ.  भावेश जेतपरिया

आ तडकाने
हंफावी नाखो
वादळ थइने
झरमर जरमर
वरसी जइने
दरियानी भीतरमां भागो
नीचे भीनां कोतर तागो
गुल्महोरना
फूलडे डरतो तडको
हिमालयनी टोचे
गडथोलुं लेतो
टाढा थइने
जंपे कंपे
थड कने थोडो
छायामां हांफे
जळभीना कांठे भागो
दरिया ऊंडां तळिया तागो
एक टूकडो
शशियलने लावो
हरियाला खेतरने
लींबडा नीचे
तडको ठंडु ठंडुं तापे
वडनी डाळे आलापे
जंगल नीचे सूतो
लांबो लस्
बस कहीने पेठो
ना उठाडो
चालो,
आ तडकाने हंफाववा जइअे
चालो,
आ तडकाने दफनावा जइए.....

(  मोरबी जिल्ला साहित्य वर्तुळ  )

એની નજીક જો જાઉ તો ફફડી જવાય છ

એની નજીક જો જાઉ તો ફફડી જવાય છે
એ હાથ ઝાલે મારો ત્યાં પીગળી જવાય છે.
આંખોની નગરીમાં અમે ભટક્યાં ઘણાં દિવસ
શ્વાસોના પૂરને માપતાં સળગી જવાય છે.
જૂના સ્મરણ તાજા કરી ઘોલ્યા કરું અમલ
એ પી ગયાં પછી તો બસ લથડી જવાય છે.
ઉઠે કસક ભીતરથી તો શું થાશે એ કહો?
મુંજારો બ્હાર લાવતાં અટકી જવાય છે.
ઝીલ્લે ઈલાહી કહી અને બોલાવતી કદી
પેગંબરીના તોરમાં છલકી જવાય છે. ...
પારુલ બારોટ

નજર સામે જ છે

ભૂખથી ટળવળ થતા ચહેરા નજર સામે જ છે,
અન્નભંડારો ઉપર પહેરા નજર સામે જ છે.

ધુળ ખાતા આજ પણ ઊભા અમલની રાહમાં,
ચૂંટણી પૂર્વેના ઢંઢેરા નજર સામે જ છે.

કારમી ચીસો ય જ્યાં અથડાઈને પાછી ફરે,
આદમી એ કાનના બહેરા નજર સામે જ છે.

છેક છેવાડે ઊભો જણ કોઇને દેખાય ક્યાં,
માણસો કંઇ મુઠ્ઠી ઊંચેરો નજર સામે જ છે.

છે નરક જેવી અહીં કંઇ માણસોની જિંદગી,
અક્ષરો ' ભારત મહાન મેરા ' નજર સામે જ છે.

                     **** હરજીવન દાફડા

હું દર્દ માં અને દર્દ મારા માં જીવે છે

હું દર્દ માં અને દર્દ મારા માં જીવે છે
દિલ મારું લોહી ના બદલે ઝખ્મ પીવે છે...

જન્મો જન્મ ની દુવા માંગી'તી તારી સાથે રહેવા માટે
છતાંય આ જન્મ માં તો તારા વગર જીવવું પડે છે.
હું દર્દ માં અને દર્દ મારા માં જીવે છે

છુટ્યો છે જ્યારથી હાથ તારા હાથ માંથી
તુટ્યો છે શ્વાસ મારો મારા ધબકાર થી...
છતાંય જીવતી લાશ બની બધાંની સામે જીવવું પડે છે
હું દર્દ માં અને દર્દ મારા માં જીવે છે

નહોતું કહેવું તને મારે કાંઈ પણ
પણ જ્યારે તું પુછે "કેમ છે"
એટલે હવે કહેવું પડે છે કે

હું દર્દ માં અને દર્દ મારા માં જીવે છે
દિલ મારું લોહી ના બદલે ઝખ્મ પીવે છે...

    - અંકિતા છાંયા

ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?

ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું?

માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?

વાંકુંસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું?

પરસેવા ની સોડમ લઇ ને પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે’ છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું?

આજે અમને દાદ ન આપો કાઈ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું?

~ ખલિલ ધનતેજવી

ન્હોતી ખબર - જિત ઠાડચકર

આભ તારું એટલું ઊંચું હશે, ન્હોતી ખબર;
ઊડવા માટે ફક્ત પીછું હશે, ન્હોતી ખબર.
જીભ મારી ભરસભામાં બોલતાં લપસી પડી;
નામ તારું એટલું લીસું હશે, ન્હોતી ખબર
- ' જિત '  ઠાડચકર

Wednesday, May 25, 2016

લઇ લે. ધનેશ મકવાણા

લઇ લે.

તરોતાજ અેક શ્વાસ લઇ લે
ઇરાદો પણ અેક ખાસ લઇ લે

થઇ જશે તારો પણ બેડોપાર
અેવુ  નામ અેક ખાસ લઇ લે

રોજ ભટકવુ, રોજ અથઽાવુ
યાર  મુકામ અેક ખાસ લઇ લે

નિરંતર વસવાટ થૈ જાય
એવું હૈયું એક ખાસ લઈ લે

વિશાળતા જોવી છે તારે?
દરિયાનો અેક સાથ લઇ લે

ધનેશ મકવાણા

Sunday, May 22, 2016

ન દિલમાં વસાવો, તમે તો તમે છો

ન દિલમાં વસાવો, તમે તો તમે છો;
નયનથી ડરાવો, તમે તો તમે છો

જરા આમ પણ રાખ તારા મહી તું;
દિલેથી લગાવો, તમે તો તમે છો.

જરા હાથ મૂકી મને તો જગાડો;
હતાશા હટાવો, તમે તો તમે છો.

મળે મુક્તિ તારા હિસાબે સદાયે;
મરણ ને સજાવો, તમે તો તમે છે.

કે "આભાસ" મારો સરળ ભાવ કેવો?
વિચારી ફસાવો, તમે તો તમે છો.

-- આભાસ સાયપરી

મને ગમે છે...

નયનો ઘેરે એ કાળી રાત મને ગમે છે...
સપનામાં તું આવે એ રીત મને ગમે છે...

તું આવે કે ના આવે એ તારી મરજી,,,
હજુયે તારી વાટ જોવી મને ગમે છે...

વિરહમા આંખોના મોતી સરી પડે છે,,,
તોય તને જ યાદ કરવાનું મને  ગમે છે...

વ્યાકુળ થઇ જાય છે મન મારું મળવા,,,
છતાય તારી છબી જોવી મને ગમે છે...

આજ જાણ્યું છે પ્રેમ મા દુખ જ દુંખ છે,,,
એ દુખ નો લ્હાવો લેવોયે મને ગમે છે...

આ કેવું ગાંડપણ છે....તારા  જગતમાં,,,
તને જણાવવાનું પણ મને ગમે છે...
-જે.એન.પટેલ

તબિયત ખરાબ છે

મિલોના ધુમાડા શોષી
હાલત ખરાબ છે
ભર ઉનાળે તપતા
સૂરજની તબિયત ખરાબ છે.

પારો છે ઊંચો,
ને કાળી બળતરા
આંખો માં જ્વાળ છે
સૂરજની તબિયત ખરાબ છે.

મોટર મિલને કારખાનાની
ચીમની વીશાળ છે
ગુનો કરીને ભેજ, ક્યાંક ફરાર છે
સૂરજની તબિયત ખરાબ છે.

વૈદ્ય કહે કે વૃક્ષો વાવો
લોકો લાચાર છે
કાપવાનું તો તોએ ફાવે
ભલેને,
સૂરજની તબિયત ખરાબ છે.

હાર્દ

શોધી નહી જાત ખુદમાં ને લાગણીઓ શોધવા બેઠા

શોધી નહી જાત ખુદમાં ને લાગણીઓ શોધવા બેઠા,
દરિયા કિનારે જ સાચાં મોતીના ઢગ ખોળવા બેઠા.

નજર કરી બુઠ્ઠી ને ધારદાર આંખે ગુનો ફંફોસવા લાગ્યા,
કાંકરા-ફોતરા ઊપણી
પ્રેમને પીપળે સમાવવા બેઠા.

મહેકે સુમન એની પ્લાસ્ટિક ફૂલે છાટેલા અતરની જેમ,
બાવળ-બાવળ વાવી મધમીઠી કેરીનાં ઓરતા જીલવા બેઠા.

ઉપવનમાં રહે થોરની જેમ એક્લતાની ભીડમાં કાયમ,
શેરીએ-શેરીએ ચોવટીયા થઇ માણસાઈ જોને ગોતવા બેઠા.

પ્રેમદિવડી પ્રજ્વલિત શુ કરે એ અધૂરો માનવ સમો પ્રાણી,
'જ્ન્નત' માં પણ જહ્ન્નૂમ બનાવી જે ખુદને મારવા બેઠા.

-જ્ન્નત
પિનલ સતાપરા

મળે ક્યાં મીઠડાંનું માંગણું સૂનું

મળે ક્યાં મીઠડાંનું માંગણું સૂનું ,
રડે છે એકલું ઓવારણું સૂનું.

મિલનની યાદ તાજી થાય જો આવો,
સડે છે એકલું સંભારણું સૂનું.

પડોશીનાં ઘરે જ્યાં શોર થાતો ને,
ઘરે જોયાં કરે તે પારણું સૂનું .

અમે તો સ્હેજ જ્યાં ખોલી હતી ખડકી,
મને જોતાં જ દોડયું આંગણું સૂનું .

બની છે શક્યતાની ભીત ખંડેરો,
ઊભું છે અટકળોનું બારણું સૂનું .

  'નિરાશ'  અલગોતર રતન

રોજ કેમ ભીનું છાણું હોય છે

રોજ કેમ ભીનું છાણું હોય છે.
ઘર મુસીબતોનું થાણું હોય છે.

અન્યને આઠે પ્હોર શુભ દીશે,
મારે જ પ્રતિપળ કટાણું હોય છે.

ત્રસ્ત થઈ સૌથી વનમાં ગયો,
પો'ચ્યો તો વનમાં લાણું હોય છે.

ના ગોઠ્યું મૂર્ખાઓના ગામમાંય,
દુર્ભાગ્યે ઘર એક શાણું હોય છે.

ઉપજે છે ક્યાં યોગ્ય મૂલ્ય છતાં,
રોજ મારું નગદ નાણું હોય છે.

પૂછતી આવે છે રોજ મારું ઘર,
આફતોનું ક્યાં ઠેકાણું હોય છે.

ભાંડતો હતો 'મસ્ત' હું તો કૂવાને,
જોયું તો કોશમાં કાણું હોય છે.

-ઈશ્વર ચૌહાણ (જુલાઈ-05)

હકીકત ઝીંદગીની

મુખે  કહીએ તો લાગે  માખણ
ને,
પાછળથી કહીએ તો પાછા ઉડે
છાંટા,
દુનિયામાં કેટલાય રખડે છે
માણસો,
જેન ન મળ્યાં ચાલવાના
સાચા પાટા,
બાળપણ,યુવાની ચાલ્યા
ગયાં,
તો પણ હજુ નથી આવ્યા
આંટા,
મૃત્યુ પછી કોણ જૂએ છે
આગળ-પાછળ,
પછી તો થાય છે પાલખીના
જપાટા,
થોડા દિવસો પછી ભૂલી પણ
જવાય છે,
કાયમ કયા રાહે છે યાદોના
સુસવાટા,
સમજી જજો હાલમાં બધા
શાનમા,
નહીંતર ખાશો દુનિયાના જ
ભાઠા ,
કેમ હજુ નથી પડ્યો ટપ્પો  ને
સમજાણુ?
તો કાન નીચે આપુ બે-ચાર
ચાંટા ?
     
                
- '' રાજ '' ( આકર્ષક )

શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે

શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે.
એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે.
ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા,
એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે.
રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી,
તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે?
બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ,
બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.
– અનિલ વાળા

અસલ મોતી અમે....ગઝલ - વિશાલ જોષી 'સ્નેહ'

Tuesday, May 17, 2016

લાવ હથેળી " શ્યામ " લખી દઉં , રાધા...

લાવ હથેળી " શ્યામ " લખી દઉં ,
રાધા...
          -------------
લાવ હથેળી " શ્યામ " લખી દઉં ,
રાધા...
જીવનભર નો મારો પ્રેમ
તારે નામ લખી દઉં ,રાધા...
   લાવ હથેળી " શ્યામ "...
          
વાંસલડી માં થી વહે છે
શત શત સૂરો ,રાધા...
એ સૂરો ને હંમેશ માટે
તારે નામ લખી દઉં ,રાધા...
    લાવ હથેળી " શ્યામ " ...      
છો ભલે ને હોય હું
દૂર કે નજીક તારે થી ,રાધા...
મારો એક એક શ્વાસ
તારે નામ લખી દઉં ,રાધા...
         લાવ હથેળી " શ્યામ " ... 
શું કામ કરે છે અફસોસ
ન જોડાયા બંઘને એનો ,રાધા...
દઇ ને નામ " રાધા-કૃષ્ણ "
આપણો પ્રેમ શાશ્વત કરી દઉં , રાધા....    
લાવ હથેળી " શ્યામ " લખી દઉં ,
રાધા...
જીવનભર નો મારો પ્રેમ
તારે નામ લખી દઉં ,રાધા...
   લાવ હથેળી " શ્યામ "....
  ---- મુકેશ મણિયાર ,
         સુરેન્દ્રનગર.

Sunday, May 15, 2016

ખલીલ ધનતેજવી

ભીંજવું પાંપણની ભીનાશે તને,
મારામાં વરસાદ દેખાશે તને.

આ રીતે પણ ક્યાંક ચુમાશે તને,
હોઠ પર મૂકી કોઈ ગાશે તને.

હું જ ધરતી પર તને લાવી શકીશ,
મેં જ બેસાડ્યો છે આકાશે તને.

તારો શત્રુ હું નહીં પણ તું જ છે,
આજ નૈ તો કાલ સમજાશે તને.

મારા હૈયામાં કરી જો ડોકિયું,
ત્યાં અણીશુદ્ધ તું જ દેખાશે તને.

અશ્રુઓ શું શું લખે છે આંખમાં,
વાંચજે ધીમેથી વંચાશે તને.

તું ખલીલ, આ વર્ષે યાદીમાં નથી,
આવતા વરસે વિચારાશે તને.

- ખલીલ ધનતેજવી

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો.
એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.
બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
-અરૂણ દેશાણી.

પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા…
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી

લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારા જોને ઝગડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારુ અજવાળુ તો યે મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો

ધનતાને લૂટતા ખુદ રે લૂટાણાં
કે જાવુ’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે અને પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

અવિનાશ વ્યાસ

અશરફ ડબાવાલા

થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.
પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર માપવાનો કીમિયો.
શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધું,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.
આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.
અંતમાં અશરફ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.
– અશરફ ડબાવાલા

શું છે, બોલ ?

આ મૌનનો વિસ્તાર છે કે શું છે, બોલ ?
સૌ શબ્દ સીમાપાર છે કે શું છે, બોલ ?

ગાંડીવનો ટંકાર છે કે શું છે, બોલ ?
સ્વીકાર છે, શિકાર છે કે શું છે, બોલ ?

શાના પડે છે અંગેઅંગે શેરડા ?
આ મારો અંગીકાર છે કે શું છે, બોલ ?

હોઠોની આ ચૂપકી ને ઢળવું આંખનું,
સાચે જ શિષ્ટાચાર છે કે શું છે, બોલ ?

સંબંધમાં સમતા નથી, બંધન છે, બસ !
આ નવલો આવિષ્કાર છે કે શું છે, બોલ ?

થાક્યા વગર ચાલ્યા કરે છે તું સતત,
રસ્તો જ સાથીદાર છે કે શું છે, બોલ ?

તું પાણી પાણી થઈ ગયો છે, એની આંખ
પાણીથી પાણીદાર છે કે શું છે, બોલ ?

જો એ સમય ચૂકે તો બહુ અકળાવે છે,
તારું સ્મરણ અખબાર છે કે શું છે, બોલ ?

- વિવેક મનહર ટેલર

શ્યામ સાધ

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો !

ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?

ક્યાં જઈ હવે એ સ્મિતની મીઠાશ માણશું ?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો !

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !
– શ્યામ સાધુ

કિરણસિંહ ચૌહાણ

બે વાતોનો ખરચો કરીએ,,
કોઇ પણ રીતે જલસો કરીએ..

નથી જવું તો ચિંતા છોડો,,
જવું જ છે તો રસ્તો કરીએ..

ગફલત થઇ ને લપસ્યો એ તો,,
આવો એને બેઠો કરીએ..

પથ્થર થઇ બેઠી છે પીડા,,
ચલ ભાંગીને ભુક્કો કરીએ..

ખૂબ મજાનો વિચાર આવ્યો,,
આવ્યો છે તો વહેતો કરીએ.
-કિરણસિંહ ચૌહાણ

અનિલ ચાવડા .....શું જોઈતું’તું ?

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?
જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?
-અનિલ ચાવડા

કહેવાય નહી....... રમેશ પારેખ

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
- રમેશ પારેખ

Wednesday, May 11, 2016

અનિલ વાળા

મેં મારા મિત્રો સાથે ખાખી પીધી છે...
દોરો નડ્યો તો એ આખી પીધી છે...
- અનિલ વાળા

તુ હવે લઇ જા તો નવાઇ નઇ

તુ હવે લઇ જા તો નવાઇ નઇ
તુ હવે આવી જા તોય નવાઇ નઇ

તમારી જ યાદોમા અમેય હતા
રહયા શમણામા તો નવાઇ નઇ

-ધનેશ મકવાણા

એવાં છે -સ્નેહી પરમાર

એકના બે ન થાય એવા એવાં છે
તોય મોહી પડાય એવાં છે
હાથ ઝાલે તો એના આધારે
ઊંચે ઊડી શકાય એવાં છે
ખૂબ ટૂંકો પનો છે ચાદરનો
એય એમાં સમય એવાં છે
એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગૂંથાય એવાં છે
માર્ગ કેવા છે એની ઝૂલ્ફોના
હાથ સોનાના થાય એવાં છે
- સ્નેહી પરમાર

હું તને ચાહીશ,,,,-R.R.SOLANKI

હું તને ચાહીશ,,,,
પણ તું શરત કોઈ ના રાખીશ.!!!
સંબંધ તું દિલથી નિભાવીશ,,,,
તો હું પણ જીવનભર સાચવીશ.!!
તારાં હ્રદય પર લખેલી કવિતા તો હું વાંચીશ,,,,,,,,
એક એક શબ્દને સંવેદનાથી સમજીશ,,,,
લાગણી ને શબ્દોમાં વર્ણવીશ,,,,,,
સ્નેહની સરવાણી વહાવીશ,,,,,,
અંતરના ઉંડાણે ધરબાયેલા,મારા,,,,,,
સંવેદનોને જગાવીશ,,,,,,
જ્યારે જ્યારે તું મારી આંખોમાં ઝાંકીશ,,,,,,,
તું અને તું જ ફક્ત નજર આવીશ.!
ને આ સત્ય તું ક્યારેય ના ભૂલાવી શકીશ.!!!!

- R.R.SOLANKI
               (તૃષ્ણા).

પ્રેમ

અચાનક
એકાએક
અધુરૂ
અવઢવમાં
આયખુ
આવી પડ્યુ,
અને ત્યારે જ
એ તારા
આગમન થી
આ સમગ્ર
અચેતન
અંગ માં
એકાએક
અટુલુ પુષ્પ
આળસ મરડી
અત્યંત
આનંદિત થયુ,
અશ્રુ પણ
અચાનક
અટકી જઇ
આમ હસવા લાગ્યું.
એ સ્નેહ સાગર
અતિશય વહ્યો,
અત્યારે
આજ
આ પળ
આ જિંદગી
અધૂરપ છોડી
આહલાદક
આનંદ સંગાથ
એની સંગ
અનંત રહે
આળોટવા લાગી.
એનુ કારણ
એક જ
અને
એ તારો
અગાઢ -
અનરાધાર
અવિરત વહેતો
'પ્રેમ'

-જ્ન્નત
પિનલ સતાપરા

રંગીન  સંભારણ  મળે

રંગીન  સંભારણ  મળે .
ખૂશી તણું કારણ  મળે.

ઝેરી  બને  આ  જિંદગી,
કાં ' ઝેર નું  મારણ  મળે.

જો હો  ભરોસો  જાત પર ,
શંકા  તણું  વારણ મળે.

વ્યર્થ નથી  ચર્ચા બધી ,
ઘટના મહીં  તારણ  મળે.

પીડા મળે  જો  પ્રેમની,
ઝખ્મો થકી  ધારણ  મળે.

'દાજી 'દયા  ના  ચાહજે ,
ઉપકાર  નું  ભારણ  મળે.

આંસુ  ભલે ખારું  મળે,
જો  તરબતર  ઝારણ મળે.
'દાજી '