ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, July 31, 2016

'જીવન મહેલ' - નિકુંજ ભટ્ટ'રમતીયાળ'

તું વેચી દે આ મહેલ સપના નો, જૅજરીત છે
જાગ! ઊઘાડ આંખો, હજી તું સંકલીત છે

આવ તને હું બતાવુ હારેલા જીવન ની દશા,
  શહેરમાં મારા મૈખાના અગણિત છે

આ તો મહેફીલ છે પ્રેમ ની આવીજા તું પણ
તારી આંખ માં પણ કોઈ જીવીત છે

વિશ્ચાસ કરીશ નહી તું થોડો પણ દુનિયા નો
  માણસ નથી, અંહી બધા કાતીલ છે

બેવકુફ છે! પાર કરવો છે દરીયો પ્રેમ નો
ખબર નથી? ડુબાડવા માં એ માહીર છે!

કબુલાત કરૂ છું હું , મારા ગુનાઓ ની
પકડાઈ નહી તુ, ખરેખર બહુ શાતીર છે.

જે ભીડ છે આ પાછળ, ખબર નથી એ કોઈ ને
જીવી જશે! 'રમતીયાળ' પર બહુ આશીષ છે

                     
-નિકુંજ ભટ્ટ(રમતીયાળ)

Monday, July 25, 2016

"આવુ શાને ?"- નિકુંજ ભટ્ટ'રમતીયાળ'

મારો શું વાંક છે!
             એ તો કહે મને,
          આમ અળગો શાને કરે છે?

વિચાર, આંખ, મગજ, દિલ
                     આ બધા જ તારા ઘર છે
                 તો બહાર શાને રહે છે?

દરીયા ની સૈર કરવા,
             જહાજ  જોઇએ ઉંચાઇ વાળું
         તણખલા શાને ગોતે છે?

સમય ની હતી પાબંધી,
                વીતી ગયો એતો
      હવે ધડીયાળ ના કાંટા શાને જોડે છે?

ખબર છે સહેલું નથી
              પણ ચાલવા લાગ આગળ
        વળી વળી ને શાને જુએ છે?

છે એક ગજબ ભ્રમ મને,
                 બહુ વિશાળ છે આ દુનિયા
      તો અખબારો માં શાને સમાવે છે?

તને સમજાતું નથી કાંઇ,
               એ હું જાણું છું
       તોય આ હાથ અને કલમ શાને ચાલે છે?

ગુગલ પણ નહી આપી શકે,
              'રમતીયાળ' આ જવાબો
       તુ એક ફકીર થઈ કોહીનુર શાને શોધે છે?
                           
-નિકુંજ ભટ્ટ(રમતીયાળ)

Saturday, July 23, 2016

પિનલ સતાપરા

તારા વચાળે
આકાશગંગા સુધી
સંગાથ હશે.

પ્રલયપદે
જન્મતી ધરા પર
સંગાથ હશે.

મહેકી ઉઠે
જ્યા પુષ્પની બાથમાં
સંગાથ હશે.

ચાહતા રહે
ધરતી-ગગન જ્યા
સંગાથ હશે.

તૃષા જબ્બર
પણ સંતોષ સાથે
સંગાથ હશે.

અદ્રશ્ય હેત
સમીર સમો રેશે
સંગાથ હશે.

કયા છુ દૂર હું
'જ્ન્નત' છે ત્યા સુધી
સંગાથ હશે.

-જ્ન્નત
પિનલ સતાપરા

સમજદારો ની સમજ જોયા કરે છે- હાર્દ

સમજદારો ની સમજ જોયા કરે છે,
માણસાઈ માણસે રોયા કરે છે.

રંગ-રૂપે જાતિ જ્ઞાતિ મારુ તારું,
બે મળેલા હાથને તોડ્યા કરે છે.

એક રેખા થી બનેલી આ ધરા જ્યાં,
તોડવાને એકતા, સૌ દોડ્યા કરે છે.

ગાંધી કેરી એકતાનું સ્વપ્ન આંખે,
ખોતરી ને આંખ ને રોળ્યાં કરે છે.

કોણ જાણે ક્યાં ગયો એ માનવી જે,
દેશ ખાતર પ્રાણ જે ખોયા કરે છે.

-હાર્દ

દોસ્ત કેમ કરી જાત  સંભાળું ??? - દિલીપ ઘાસવાલા

દોસ્ત કેમ કરી જાત  સંભાળું ???

સાંજ ઢળે ને આવે તું....
તારું અજવાળું થઇ ને મન ના મન ના રંગ મંચ
પ્રવેશવું....
દોસ્ત કેમ કરી જાત  સંભાળું  ???

જાત સાથેના ગોખેલા સંવાદ 
રંગ મંચ, ખુરશી , તાળી..સ્પોટ લાઈટ..
આ બધું તારા વગર કેમ શણગારું????
દોસ્ત કેમ કરી જાત  સંભાળું  ???

રીયાઝ વેળાના ઉજાગરા  આંખે કેમ કરી આંજું?
ઉઘડતા પડદે તેં ભજવેલા તમામ
પાત્રો ટોળે વળે...
એક જીંદગીમાં કેટલી જિંદગી તું જીવ્યો..
પ્રેક્ષાગારની ખાલી ખુરશી પર બેસી..
ઠાલાં આશ્વાસન પંપાળું...
દોસ્ત કેમ કરી જાત  સંભાળું  ???

- દિલીપ ઘાસવાલા

મુંબઈથી પ્રકાશિત થતા માસિક 'શબ્દસેતુ'ના મે 2016ના અંકમાં મારું અછાંદસ ~ સુગંધ ~

આજે આઠ વાળી ગાડીનું રિઝર્વેશન હતું,
મા ભાથું બનાવી રહી હતી.

એ ચુપચાપ રાંધણિયામાં જઈને ઉભો રહ્યો..
“અબઘડી થઈ જાહે હો ભઈલા” બોખું મોં બોલ્યું.

અને
કરચલીવાળા હાથ ઝટપટ ચાલવા લાગ્યા..


હસીને બહાર નીકળ્યો,
ને
ઝડપભેર
હાથમાં પકડી રાખેલી
કાચની શીશીનું બુચ બંધ કરી દીધું..
જડબેસલાખ..!!

રખેને
એક પળનોય વિલંબ થાય

અને
શીશીમાં પેસી ગયેલી,
માના હાથે શેકાતા રોટલાની સુગંધ
પાછી વળી જાય..!
- રાજુલ ભાનુશાલી

હું તને ચાહું છું- વિનોદ જોશી

હું તને ચાહું છું
એટલે જ તારું નામ નથી પૂછવું.
વિશુદ્ધ હવાની જેમ તું સામેથી પસાર થઈ જાય છે
તું ક્યાંથી આવે છે તેની મને ખબર નથી
તું ક્યાં જાય છે તેનીયે મને ખબર નથી
પણ મારે એ જાણવું નથી
કારણકે હું તને ચાહું છું
તારી સાથે હું વાત તો કરી શકું
પણ નહીં કરું
મારી ભાષા એને માટે છે જ નહીં
અને તને એ કહેવાની જરૂર પણ નથી કે
હું તને ચાહું છું
તું બોલાવે તો હું તારી પાસે આવી જઉં
પણ હું જાણું છું કે તું મને નહીં બોલાવે
તારે મને કહેવું પડે અને
હું તારી પાસે આવું એવું તું નહીં કરે
પણ હું તારી પાસે નહીં આવું
કારણ કે હું તને ચાહું છું
મારી પાસે તને આપવા જેવું ઘણું છે
પણ તારે એની જરૂર નથી
અને મારે પણ તારી પાસેથી
કશું મેળવવું નથી
હું તો તને જોઉં ત્યાં જ છલકાઈ જઉં છું
તને અડવાનું મન તો થાય
પણ તને અડવું શક્ય નથી
તારી ત્વચા મને તારા સુધી પહોંચવા નહીં દે
અને મારે એવું કરવાની જરૂર પણ શી છે ?
હું તો તને ચાહું છું
આમ તો હું તને ચાહું છું એટલું જ
પણ એ પછી
મારે કશું જ કહેવાનું નથી
સિવાય કે
હું તને ચાહું છું
- વિનોદ જોશી

રાત આખી એમની યાદો છળે છે- આભાસ

રાત આખી એમની યાદો છળે છે,
મૌન ભીની વેદના ત્યાં ટળવળે છે.

તું સદા આંખો નમાવી ચાલતી જા,
શાંત મારી લાગણીને સળવળે છે.

પાનખર ચાલી ગઇ લ્યો જોતજોતા,
ફુલને ક્યાં ડાળખીમાં કળવળે છે?

કેટલા યત્નો કર્યો છે પામવાના,
પ્રેમ કાયમ સરળતાથી ક્યાં મળે છે?

જોઇ લેજો આ તમાશો દાંત કાઢી,
આજ આ 'આભાસ'ની દુનિયા બળે છે.

-આભાસ

આપણે માણસ થવાની તક અહીં ચૂકી ગયાં- ગૌરાંગ ઠાકર

આપણે માણસ થવાની તક અહીં ચૂકી ગયાં,
જળને તરતું રાખવાને પથ્થરો ડૂબી ગયાં.

પેટનો ચૂલો ન માંગે એકપણ દીવાસળી,
ઘરનો ચૂલો ફૂંકવામાં આપણે સળગી ગયાં.

મનનાં મૂંઝારા વિષે કહેવું ઘણાંને હોય છે,
ભીંતને પણ કાન છે તો ભીંતમાં બોલી ગયાં!

ટોચ પરથી ખીણનું સૌંદર્ય દેખાતું નથી,
એટલે ઊપર જતાં અધવચ અમે અટકી ગયાં.

વૃક્ષથી વરસાદ કે વરસાદથી આ વૃક્ષ છે,
જે હશે તે પણ અહીંયા બે જણાં જીવી ગયાં.

ભરબજારે અમને છેતરવા બહુ મુશ્કેલ છે,
પણ અહીંયા વહાલની વાટે ઘણાં લૂંટી ગયાં
-ગૌરાંગ ઠાકર

ડૉ. મુકેશ જોષી

સપનાઓ જ્યારે રાતભર શણગારવા પડ્યા,
કાગળ લખીને એમને તેડાવવા પડ્યા.
કાગળ પૂછી બેઠાં મને, કે સાક્ષર હશો તમે!
આ મૌન માટે અક્ષરો બે રાખવા પડયા?
- ડૉ. મુકેશ જોષી

મને થાય છે એક આજે સવાલ,- અલગોતર રતન 'નિરાશ'

મને થાય છે એક આજે સવાલ,
કરે કોણ આવી હ્રદયમાં ઘમાલ.

ઉડી એક લટ આવતી ગાલ પર ને,
કરે રોજ જોવાં નયન આ બબાલ.

મળેલાં નયન આમ તો એક વાર,
છતાં યાદ આવે થયેલી કમાલ.

મળે રોજ નફરત કરે છે વિનાશ ,
ફરી એજ બદલાય મળતાં વહાલ.

હવા રાખવાથી કશું કયાં મળે છે?
સમય સાથ ચાલી શકે તો જ ચાલ.

આ હથિયારથી એકલાં જીત થાય?
થતાં વારને ખાળવાં રાખ ઢાલ.

સફળતાં વધારે નશાને ' નિરાશ',
નહીં કોઈને પણ પચે આજ કાલ.

-'નિરાશ'   અલગોતર રતન

સાલસ

જે દિવસથી આપણે માણસ મટી ગયા
ભાવ જન્નતની હવાના પણ વધી ગયા
- સાલસ

मीरा राधा थै - सर्जक

मीरा राधा थै,
एकतारानी धुने,
कान्हो मुंझायो.

चोसठनी सभा,
द्रौपदी चीरहर्णे
शोधे कृष्ण.

राधेय कर्ण,
मित्रतामा बंधायो,
अधर्म संगे.

ह्रदये वस्या,
श्रीजी आदीकाळथी,
जीवात्मा बनी.

-सर्जक

હોવાની ચર્ચા- સંજુ વાળા


દરિયા નો પ્રેમ ---- હર્ષિદા દીપક

દરિયાએ   આવીને રેતીને   પૂછ્યું
    તું   આવશ કે   હાલતો  હું થાવ
રેતીએ નજરુ   પરોવીને  કહયું તારી
       વ્હેતી ધારાએ આગળ હું થાવ
શંખલા ને છીપલાં ને
                  પરવાળા બોલ્યા
ઉછળતા વ્હાલ જરા
                  હળવેથી ખોલ્યા
વાંભ વાંભ ઉછળતા મોજાનો મોભી
    ભીતરમાં ભળભળતો ઉનાળાે લાવ
               દરિયાએ   આવીને.......

માછલી તો મનમાં ને
               મનમાં   મુજાય
પૂનમની ભરતી  કાં
               ઉતરતી    જાય
પ્રિતમના પ્રેમ માટે પથરાતો હળવે
       એવો મલકંતો બોલ્યો તું આવ
                દરિયાએ   આવીને.......
દરિયાએ   આવીને રેતીને   પૂછ્યું
    તું   આવશ કે   હાલતો  હું થાવ ...

-હર્ષિદા દીપક

Thursday, July 21, 2016

મારી સરખામણી - આકાશ


નદી ,
પર્વત ,
આકાશ ,
વાયું ,
પૃથ્વી
સાથે  કરી શકાય  ?!
પ્રવાહીતા ની મર્યાદા
રોજેરોજ  કઠોરાધાત કરે
તો પણ   વાગે નહીં  !
મને  ચીમળાઇ ગયેલી વેલને અડકીને
ચાલી જતો એ  સ્પર્શ 
નાજુક લાગે
ને પછી
આંખમાંથી પાણી વહે
એની ભવ્યતા સામે 
હું પામર લાગું
છતાં
દેખાઇ રહેલી  વિશાળતા
કેવી રીતે માપવી ?
ધીર ગંભીર  હોવું
એના કરતાં
રોજ એક પથ્થર મારીને
આત્મહત્યા  કરવી
સહનશક્તિ  મીટરપટ્ટીના માપ કરતાં નાની હશે ?
આ બધું રહેવા દઇને
એક સ્મશાનની ઉપમા  આપો તો ?
-આકાશ

મારા પ્રેમની પરાકાષ્ઠા.... જે.એન.પટેલ 'જગત',

અરે સાંભળ...
આજ આ આકાશ કટાક્ષથી
મારી તરફ નિહાળી રહ્યું હતું
ને મને પુછી બેઠુ...
બતાવ તારા પ્રેમની ઉંચાઇ..?
બસ મારુતો "જગત" જ જાણે
અવાક બની ગયુ...!!
મે પણ એને સંભળાવી દીધું
મારા પ્રેમની ઉંચાઇની પરાકાષ્ઠા
માપવી જ હોય તો પહેલાં
તારી ઉંચાઇ જરા વધારી લે....jn

તરહી ચોતરફથી વાયરાને સહેજ તો ખાળી જૂઓ- રસિક દવે 'બેહદ'

ચોતરફથી વાયરાને સહેજ તો ખાળી જૂઓ
દીપ આપોઆપ ટકશે વાટ પેટાવી જૂઓ.

નીર આછાં નીતરી છલકાઈ ઊઠશે હેલ્યમાં
.વીરડો શ્રદ્ધા થકી આ રેતમાં ગાળી જૂઓ.

સાવ ઠૂઠૂં વૃક્ષ પણ મર્મરતું પાછું થઈ જશે
લાગણીના જળથી એના મૂળને સિંચી જૂઓ.

ભીતરે જે ધખધખે છે શાંત પળમાં થઈ જશે
જાત વીદેહી બનાવી બે'ક  પળ બેસી જૂઓ.

આમ તો અઘરૂં ઘણું છે એને ખીલે બાંધવું
મનવટકતી  ગાય જેવું દોરડું બાંધી જૂઓ.

જીંદગીની નાવ કાણી ને વળી મઝધાર છે
જે ભરાયો ભય છે મનમાં તેને પડકારી જૂઓ.

      ---રસિક દવે
        18-06-2016
            .સોમવાર.

તરફડાટ એટલે ?- પન્ના નાયક

તરફડાટ એટલે ?
તમે કહેશો,
જળ બહાર આણેલા
કોઈ મીન ને પૂછી જુવો !
પણ
ઘુઘવતા દરિયાની ભીતર
જે
કોરું કોરું તરફડે..
એને તમે શું કહેશો ???
- પન્ના નાયક

धनेश मकवाना

केटले सुधी हवें तने जोया करूँ हे ईश
मापी नथी शकातो ऐटली हदें तु दूर छे

- धनेश मकवाना

भरत भट्ट

आपणा पर विश्वने फिदा करी दईए
चाल,जल पर ऐक-बे लीटा करी दईए
               
-भरत भट्ट

' મારી પાસે' - હેમંત મદ્રાસી

તારી પાસે
કવિતાનો જે નાજુક શબ્દ છે,
એ મારી પાસે નથી.
તારી પાસે
ગીતોનો મહેકતો લય છે,
એ મારી પાસે નથી.
તારી પાસે
અદ્રશ્ય સંગીતનો સૂર, નર્તન છે,
એ મારી પાસે નથી.
.....
મારી પાસે છે
ગઝલનો મિજાજ
ને છે ગઝલની ખુમારી...
જે
કદાચ તારી પાસે નથી...

-હેમંત મદ્રાસી

કવિતા

કવિતા
એટલે વૃક્ષનો
લીલો સ્વભાવ !
ને - -
કવિ
એટલે
દિવાનખંડમા પડેલા
ટેબલનું વૃક્ષત્વ શોધતી
તીક્ષ્ણ આંખ  !

-સાલસ

બાવરીકલમ

છું વિચારોમાં
એક શમણું આજ
પૂર્ણ કરવા,

છું ઉજાગર
દિવસ અને રાત
એક કરવા

છું અવસ્થામાં
કઠીન કાર્ય આજ
પૂર્ણ કરવા
~ાવરીકલમ

सायकल पर सवारी - डॉ. भावेश जेतपरिया

हुं मोटुंने
नानी सायकल
तो पण
फरवा लागुं
तरवा तागुं
आंखे जागुं
शेठ करी ग्यो त्रागुं
वनवन बदले
हुं तो
हळवा वाघा
साव टूंका पहेरी
मन मत् तल्हेरी
पेंडल मारुं
हेंडल धारुं
फरवा तैयार
ओला ओर्डरनी राह
हवे नथी चाबूकनो डर
टेव पडी गइ छे
चककर फरवानी
हमणा पुरुं थाशे
आशा बांधी
रेशमिया रुच्छामां
गोळ गोळ गूच्छामां
फगफगता पीच्छांमां
जोया करुं
तगतगत नजरे
साव लगोलग
रस्ता उपर साव लगोलग
गोळ गोळ बेसेलानी
ताळीओ झीलीने
खीलु खीलुं न थाय मनडुं
अंदर बहु मूंझाय मनडुं
वनवन भटकी जाय मनडुं
कदाचन मुकत
पण
बंधायुं आ संधायुं
वळी वळी वळ खाय
मालिकना ओर्डरथी
चककरियुं खाय
मालिक मननो राजा
सीटी मारशे
आजा आजा तैयार हो जा...
ए वागी....ए वागी...
पेंडल जोश होश लइ
नककी करेलुं
अेक ज धारु चाल्या कररु
जीवतर नोधारुं
सर्कल पर नहि
आ बीज सारुं
बावन बारुं
चोर्यासी आंटा
पाटा पूरा थशे
हमणा हमणा
मानीने फरुं
सायकल पर.....

( मोरबी जिल्ला साहित्य वर्तुळ )

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની - ધ્રુવ ભટ્ટ

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.
ધ્રુવ ભટ્

Wednesday, July 20, 2016

"સાંભળજો" - નિકુંજ ભટ્ટ'રમતીયાળ'

સાંભળજો ધ્યાનથી
                 કહેવું છે મારે કાંઈક અલગ
આજે સપના માં જોઈ એની જલક

લાગતી હતી એ કાંઈક એવી
           બીડાઈ ના કોઈ થી આંખ ના ફલક

રાત દિવસ જોતા જ નથી
             તુટી ગયા દિલ ના લોલક

મોહ નથી બહુ વધારે
         જોવી છે તારા ચહેરા ની મલક

તુ આમ ના થા મારાથી અલગ
            શોધુ છું તારા પાસે આવવા સડક

  વરસો બાદ જોઈ આજે         
            હતો નહી એ પત્થર માં કાઇ ફરક

  માત્ર , વંચાશે નહી તારાથી
                       શબ્દો નહી ઘટે
                    'રમતીયાળ' પાસે છે અઢળક..

-નિકુંજ ભટ્ટ (રમતીયાળ)

વરસાદ ન આવે તો....- મુકેશ મણિયાર

       
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી શકાય ?
ને જેઠી બીજ ગરજે તો
એને  ગરજતી બંધ કરી શકાય?
હોળી ની ઝાળ
આપણે ધારી તે દિશે શું
ફરફરાવી શકાય ?
ને ફરફરતા ગિરનારી પવનનાં
રૂખને આપણાં થી બદલી શકાય
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી
શકાય ?.....
વાદળો નું સાવ એવું
વરસ્યા તો વરસ્યા
નહીં તો આમ થી તેમ દૌડ્યાં,
એમને કેમ આપણી ભાષા સમજાવાય ?
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી
શકાય ?...
ને
આપણે તો બસ
સાવ કોરાકટ રહી ને
ન વરસતાં
ન આપણી વાત સમજતાં
વાદળો સામે
જોયાં જ કરવાનું
જોયાં જ કરવાનું...
વરસાદ ન આવે તો
શું વાદળ મા કાણું પાડી શકાય ?
      
-મુકેશ મણિયાર

મનવા એક ગુરુ બનાવી લે - કવિ જલરૂપ

મનવા એક ગુરુ બનાવી લે ;
     કરમ ધરમથી જિંદગીને સજાવી લે.
મનવા એક ગુરુ બનાવી લે.

પહેલો ગુરુ માં બીજો ગુરુ બાપ ;
વિદ્યા આપે તેને ગુરુ માન આપ .
તારા મનડાને  આજ મનાવી લે ,
         મનવા એક ગુરુ બનાવી લે.

અંધારેથી અંજવાળા બાજુ લઈ જાશે ;
જીવન  આપણું  ગુલાબી  થઈ  જાશે .
તારા  મનડાને   આજ  મનાવી લે ,
            મનવા એક ગુરુ બનાવી લે.

અર્જુન, એકલવ્ય કે  ઉપમન્યુ થાજે ;
જીવનધન્ય થશે ગીતો ગુરુના ગાજે .
તારા  મનડાને  આજ  મનાવી  લે ;
             મનવા એક ગુરુ બનાવી લે.- કવિ જલરૂપ
મોરબી

Sunday, July 17, 2016

ઘાટ ઘડ છે ! - હર્ષદ ત્રિવેદી

જન્મદિવસે બસ આટલું જ કહીશ...- જે.એન.પટેલ 'જગત',

હે વિશ્વંભર....
માતાના ઉદરથી લઇને
આજ સુધીની સફર
તે જ તો સફળતા
પૂર્વક કરાવી છે....

બાળક બની આવ્યો તારા ભરોસે,
કેટલાના જીવનમાં હર્ષ ભરાઇ આવ્યો..
મારા કાલાઘેલા શબ્દોમાં
કેટલાય સ્વજનો હરખાતા..
મારા એક એક પગલામાં કેટલાય
પાપા પગલી કરતાં..
આ....હા....હાહાહા....
મારું એ બાળપણ..કેવું અનમોલ..!

ભણતરની સાથે ઘરના વડીલો
થકી જીવનના પાઠ શિખતો..
ઉંચાઇ વધતી ગઇ તેમ તેમ ઉમરની
સાથે સમજણ પણ વધતી રહી..
કયારેય ના વિસરાય એવી
મિત્રો સાથેની અનન્ય યાદો..

યુવાનીની તો શું વાત કરું..!!
સોનેરી સુરજ જાણે ઉગ્યો હોય..
એના એક એક કિરણોમા કેવી
આહલાદકતા પ્રગટતી..!!
કેમ કરી તને એ અનુભૂતિ કહું..!!

જીવનના ભવસાગરમાં તરવાની
મજા કેમ કરી વિચારોના વમળમાં વહેવડાઉ..??
શબ્દો નથી મારી પાસે..
જેમ જેમ ઉંડાઇ ખેડતો ગયો તેમ તેમ
એના ઉંડાણને માણતો ગયો..
સંસાર રૂપિ રથના પૈડા અવિરત
દોડતા રહ્યા..
એ રથના મુસાફરો વધ્યાને આનંદની
લહેરો ભવસાગરમાં ભરતી વધારતી રહી...

જીવનના દરેક તબક્કા
મારા અનમોલ છે..

હે કૃષ્ણ... હે યાદવ....
તારી જેમજ મારું બાળપણ વિત્યું..
મારી તરુણાવસ્થા ને યુવાની તે
કરેલાં નિર્દોષ તોફાનોની સોનેરી
પ્રકાશની  કિરણોની જેમજ પસાર થઇ..
પ્રૌઢાવસ્થા તો વળી મારા
અંશમા વધુ મૂલ્યવાન બની..

જીવનના બધાજ રંગો જાણે ભેગા કરી કોઇ છાંટતુ હોય..!!

બોલ હવે જગદીશ
આજના મંગલદીને
તારા આ "જગત"ની
અનમોલ પળો માટે હું શું કહું..?

બસ હ્રદયથી તારો આભાર
માની કૃતજ્ઞતા પૂર્વક વંદન...jn

પ્રેમની સૌથી મોટી નીશાની કઈ હોય...?? - જે.એન.પટેલ 'જગત',

હું જ્યારે તારી સાથે કોઈ
સ્ત્રીની વાત કરતો હોઉ.....
સહજમાં જ કાંઈક બળતું હોય
એવી સુગંધ આવે...!
ક્યાંક અણધાર્યો ધબાક
દઈને મીઠો રણકો થાય...
અને પછી જે તારુ મને ક્યારેય
ના વળગેલું વળગાણ.....
આ હાહાહા......
"જગત"ની આ પળો.... બસ
આનાથી વધુ શબ્દો નથી.....jn

" જવાબ આપવો પડશે"- નિકુંજ ભટ્ટ'રમતીયાળ',

આ પ્રેમ ની કસોટી માં હું
               પાસ થયો કે ફેલ
                        તારે જવાબ આપવો પડશે

કોયડાઓ છે અઘરા પ્રેમ ના
               ઊકેલાતા નથી જલ્દી
                      પણ ઊકેલ તો લાવવો પડશે

શતરંજ  માં  પલટાઇ ગયું
                જીતી જાઈશ રમત
                    પણ પોતાના ને જ મારવો પડશે

સહેલાઈથી નહી મળે જવાબ
             દિલ તરફ જજે
                  કદાચ પ્રણય પણ વાગોળવો પડશે

જીવ્યો છું ધારદાર એ વાત સાચી
                તારા વાંકે કેટલો લુટાંણો
                    છું હું તારે હિસાબ આપવો પડશે

ચલાવ ધાક ધમકીઓ તારી
              જવાબ આપ મને નહીતો
                   ભાર આ જીવનભર વહેવો પડશે
           
તૈયાર રહેજે ચેતવુ છું તને
               "રમતીયાળ"
                 જવાબ તારે સાંભળવો પડશે
              
-નિકુંજ ભટ્ટ(રમતીયાળ)


તો લખું - શકુર સરવૈયા

કંઈ નવું જોવા મળે તો લખું,
આકાશ નીચે જો પડે તો લખું.
હું રોજ લખ લખ સતત એને કરૂં,
આજે મને કાગળ લખે તો લખું.
બળતું બધું, એમા કહો હું શું લખું?
જો આગ મારાથી બળે તો લખું.
વાચા વિશે મારે કશું કહેવું નથી,
મૂંગા બધા બોલી ઊઠે તો લખું.
નીચે પહાડોથી પડી ને ફરી
પથરા ઉપર પાછા ચઢે તો લખું.
સૂરજ ઊગે ને છાપરાં જો કદી
આખો દિવસ ઢાંકી શકે તો લખું.
બે હાથ ધોઈ લો તમારા પછી
દરિયા બધા મીઠા બને તો લખું.

- શકુર સરવૈયા

જિંદગીએ મુજને એવી રીતથી લૂંટ્યો હતો - દાન વાઘેલા

જિંદગીએ મુજને એવી રીતથી લૂંટ્યો હતો ;
જેમ કાળી રાત કોઈ તારલો તૂટ્યો હતો!

મયકદામાં જઈ તરસને હું છીપાવી ના શક્યો ;
ભીડ ત્યાં જામી હતી ને જામ પણ ખૂટ્યો હતો!

અય,  જગત! નાટક શરમથી આમ ના મસ્તક નમાવ ;
દોષ તારો શું કે જ્યાં મારો ખુદા રુઠ્યો હતો!

રંગ મારો જોઈને સળગી રહી છે આંખ બે ;
જેમણે મહેંદી સમો મુજને સતત ઘૂંટ્યો હતો!

' દાન ' એવું ફૂલ છું હું કોઈ સુક્કા છોડનું ;
કે ન'તો ખિલ્યો, છતાંયે મેં મને ચૂંટ્યો હતો!
-દાન વાઘેલા
( " જઠરાગ્નિ " માંથી સપ્રેમ...)

Special Thanks to Dipak Bagda 

Thursday, July 14, 2016

હાયકુ - રસિક દવે 'બેહદ'

આંખે અંધારા
ભીતર અજવાળા
જાગૃત જયોતિ.

--રસિક દવે

જીવી ગયું… – મેગી અસનાની

ખોખલી સંભાળ પર જીવી ગયું,
આ હ્રદય પંપાળ પર જીવી ગયું.

હૂંફ ન આપી શક્યું મન દંભને,
શુષ્કતાના આળ પર જીવી ગયું.

પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,
એક પંખી ડાળ પર જીવી ગયું.

છે સહજ સંજોગ સઘળું શીખવે,
સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું.

તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,
માછલીની જાળ પર જીવી ગયું.

ચાતકે બસ પ્રેમની પામી નજર,
એટલે દુષ્કાળ પર જીવી ગયું…

– મેગી અસનાની

વર્ષાની સવારી....- જગમાલ રામ'સુવાસ'

"કહ્યા માં નથી"- નિકુંજ ભટ્ટ'રમતીયાળ'

પ્રેમ ની કરી તરફેણ
            પણ એ હવે કહ્યા માં નથી
છે કોઇ પર આધીન
            હૈયું મારા કહ્યા માં નથી

વાત પર ખેચાંઈ છે તલવાર
          ગાંધી કે બુધ્ધ ના કહ્યા માં નથી
નવાઈ શું ! ભરાઈ અખબાર તો
              દિકરાઓ હવે કહ્યા માં નથી

લાગે છે કાંઇક ભાર રાત નો
              ઉંઘ પણ હવે કહ્યા માં નથી
લાગે છે તાપ વિરહ નો
             આગ કોઇ ના કહ્યા માં નથી

પગરખા પહેરી વહેતો થયો
             પણ પગ મારા કહ્યા માં નથી
ઉઠાવી બોતલ લગાવ્યા ચાર
         "રમતીયાળ"
       હવે તુ તારા જ કહ્યા માં નથી.....

              
-નિકુંજ ભટ્ટ(રમતીયાળ)

Monday, July 11, 2016

સમય સાથે ઘણું ખોવાઈ છે- અલગોતર રતન 'નિરાશ'

સમય સાથે ઘણું ખોવાઈ છે,
કરીને યાદ એ રોવાઈ છે.

નજાકત આંખમાં એની હતી,
હજી પાછું ફરી જોવાઈ છે.

અમીરોને છટકબારી ઘણી,
ગરીબો રોજ નીચોવાઈ છે.

અજંપો; ખાલિપો લાવે હતાશા,
ખુશી એથી ઘણું ક્હોવાઈ છે.

અરે ખુદ છે દુષિત ગંગા ઘણી,
તમારા પાપ ત્યાં ધોવાઈ છે?

       'નિરાશ'  અલગોતર રતન

કોકડુ જયારે અધર્મનુ પંકાશેને તારૂ

કોકડુ જયારે અધર્મનુ પંકાશેને તારૂ,
ત્યારે આમ ખુદાનુ તેડું આવી જશે.

ખોટી મથામણ કરમાં તુ માનવી,
ઉડીશ ત્યા ફરી નીચે પટકાઇ જશે.

પાપ-પુણ્ય નો હિસાબ માંડ્યો જો,
નમી જા ચોપડો હવે ભરાઇ જશે.

કર્મ ને આધીન સરવાળો આતમનો,
બસ કર નહી તો તૃષા વધી જશે.

મોહમા અટવાયો જાય જો જીવડો,
દિશા બદલ નહીતો ખાઈમાં ડુબી જશે.

મારગ બસ એક પકડ હરિનો વહાલા,
'જ્ન્નત'સામે ચાલી બારણું ખોલી જશે.

-જ્ન્નત
પિનલ સતાપરા