ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label ડૉ. મુકેશ જોષી. Show all posts
Showing posts with label ડૉ. મુકેશ જોષી. Show all posts

Saturday, March 18, 2017

મન થયું..... - ડૉ. મુકેશ જોષી

તેં કહ્યું જે, એ બધુંયે માનવાનું મન થયું,
વાતને થોડી વધુ વિસ્તારવાનું મન થયું.

સહુ મહેમાનો ખરેખર એટલા મોંઘા થયા,
જાતને મારી હવે સત્કારવાનું મન થયું.

મોત આંટા મારવાનું જ્યાં હજુ કરતું શરૂ,
જિંદગીને સ્હેજ પાછી માણવાનું મન થયું.

એમ થોડું ધારવાથી તો જવાબ મળ્યો નહીં,
એક આખા દાખલાને ધારવાનું મન થયું.

અર્થની કેવી અસર પડતી રહી છે જો ભલા,
શબ્દ જેવા શબ્દને પડકારવાનું મન થયું.

- ડૉ. મુકેશ જોષી

Wednesday, February 8, 2017

કોમળ અજવાળુ

કોમળ અજવાળું

કોમળ થઇ ગયો છે મારી આંગળીઓનો સ્પર્શ....અરે, અંગૂઠાનો પણ!

સ્માર્ટફોન પર કશુંક અવળું ના થઇ જાય તેની બીકમાં....

અને આંખને સતત સ્પર્શે છે એનું જ અજવાળું.

એ અજવાળું કોમળ છે કે પછી કઠોર? એવું ના પૂછશો....

કારણ....

એના સિવાય તો બધે જ અંધારું છે.

એની બેટરી ડિસ્ચાર્જ થાય એટલે જગત આખામાં અંધારપટ !

કેટલું કોમળ એ અજવાળું કે બાકી સઘળું અંધારું ?!!!

ડૉ. મુકેશ જોષી

Tuesday, November 15, 2016

ડૉ. મુકેશ જોષી


ઝાકળ સમું જીવન ને સૂરજ સમો અહમ છે,
ટકવાના બેય કાયમ એ પણ ખરો ભરમ છે !

- ડૉ. મુકેશ જોષી

Sunday, October 2, 2016

ૉ. મુકેશ જોષી

અમે ન્યાય કરતાં શીખી જો લીધું છે,
હવે વાર કરતાં શીખી તો લીધું છે,
અમે સરહદોને મીટાવી મીટાવી,
હવે પાર કરતાં શીખી તો લીધું છે !
-ડૉ. મુકેશ જોષી

Wednesday, August 31, 2016

ડૉ. મુકેશ જોષી

ચાઁદ હો કે હો સૂરજ કોઈ ફરક પડતો નથી,
જીવવાનું માણસે ખુદના પ્રકાશે હોય છે !
ડૉ. મુકેશ જોષી

Thursday, August 18, 2016

વરસોના વરસ લાગે - ડૉ. મુકેશ જોશી

ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે,
કણોને  જોડવા બેસું તો વરસોના  વરસ લાગે.

હવે તો આભથી બોલાવીએ બે ચાર  વાદળને,
રણો ફંફોસવા બેસું  તો વરસોના વરસ લાગે.

વસાવ્યા એટલા માટે કાયમ તમને હ્રુદયમાં કે,
ફરીથી શોધવા બેસું તો વરસોના વરસ લાગે.

ઝડપથી થાય છે પૂજા ; વળી રહે નામ ભક્તોમાં,
હરીને કોસવા બેસું  તો વરસોના વરસ લાગે.

અમે બે ચાર શબ્દોથી કરી લેશુ સરસ સ્વાગત,
ખજાનો ખોલવા બેસું તો વરસોના વરસ લાગે.

- ડૉ. મુકેશ જોશી

Saturday, July 23, 2016

ડૉ. મુકેશ જોષી

સપનાઓ જ્યારે રાતભર શણગારવા પડ્યા,
કાગળ લખીને એમને તેડાવવા પડ્યા.
કાગળ પૂછી બેઠાં મને, કે સાક્ષર હશો તમે!
આ મૌન માટે અક્ષરો બે રાખવા પડયા?
- ડૉ. મુકેશ જોષી

Saturday, June 11, 2016

પરંતુ.... ડૉ. મુકેશ જોષી

પરંતુ....

અમે આમ તો કહી દીધું છે પરંતુ,
નથી જે કહ્યું, સહી લીધું છે પરંતુ.

નથી ઉછળ્યા દરિયો થઇને અમસ્તું,
થઇ ઝરણું જો વહી લીધું છે પરંતુ.

અરે, એમ તો શબ્દ કાજે જીવ્યો છું,
અને મૌન પણ રહી લીધું છે પરંતુ.

બધા કંટકો અહીં ઓળખી ગયા છે,
અમે ફૂલ સ્પર્શી લીધું છે પરંતુ.

ઉંચાઇ અમેય એ લીધી મેળવી'તી,
અમે થોડુંક ઝૂકી લીધું છે પરંતુ.

                        -ડૉ. મુકેશ જોષી