ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label ગૌતમ પરમાર "સર્જક".. Show all posts
Showing posts with label ગૌતમ પરમાર "સર્જક".. Show all posts

Wednesday, February 8, 2017

ગૌતમ પરમાર "સર્જક".

પાનખરમાં બનીને પર્ણ વિખેરાઈ ગયો.
વાયરા સંગ ઉડી ક્યાંક  સમેટાઈ ગયો.

પાત્ર એ કોઈ હદય સમ જ હતું લાગણીનું
એટલે સંગ વહી સાવ હું ઢોળાઈ ગયો.

જીંદગી આખી રહ્યો એકઠું કરવા હું જ્યાં વ્યસ્ત
જાણ્યું ના કેટલો ! ખુદમાં જ વહેંચાઈ ગયો.

ચોરીથી ક્યાંક ગયો બંધ કરી મુજ નયન,
સ્વપ્નના હાથ પછી ત્યાં જ હું ઝડપાઈ ગયો.

ત્યાં બધું વ્યર્થ હતું  નિકળવું બ્હાર પછી,
કોશિશોમાં વધુ ભીતર હું ધકેલાઈ ગયો.

*-ગૌતમ પરમાર "સર્જક".*

*-(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)-*