ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label મહેન્દ્ર ઝણકાટ. Show all posts
Showing posts with label મહેન્દ્ર ઝણકાટ. Show all posts

Monday, April 4, 2016

"છુપાવે છે"

"કોઇ ચહેરો છુપાવે છે,
તો કોઇ સબંધો છુપાવે છે"

"કોઇ આસુ છુપાવે છે,
તો કોઇ પ્રેમ છુપાવે છે"

"કોઇ કર્મ છુપાવે છે,
તો કોઇ ધર્મ છુપાવે છે"

"કેવી રીતે જોવી આ દુનિયા ને મિત્રો,
"અહિયા તો માણસ પોતેજ,
પોતાની જાતને જ છુપાવે છે".

- મહેન્દ્ર ઝણકાટ

Tuesday, July 28, 2015

આવન જાવન
જીવન મા ઘણા લોકો આવ્યા ને , ઘણા ગયા !
કેટલાક ને સાથે રેવુ હતુ પણ અમે રાખી ના શક્યા તો,
કેટલાક ને સાથે રાખવા હતા પણ તે રહી ના શક્યા !

કેવી છે આ કુદરત ની માયા ,
ઘણા વગર વરસાદે પલળી જાય છે તો
ઘણા બારે મેઘ માં પણ કોરા રહી જાય છે !
બને છે એવુ ,
જ્યાં પાળ બાંધવામા આવે ત્યાંથીજ પાણી વહી જાયછે
અને ક્યાંક કેટલીએ નદીઓ રણ મા સમાય જાય છે

આવન જાવન ની છે આ વ્યથા ,
ના કોઈ સમજ્યું કે ના કોઈ સમજી શકવાનુ
આપણે તો આવતુ-જતુ રેવાનુ !

- મહેન્દ્ર ઝણકાટ

Wednesday, July 15, 2015

(  જીવનની ભુલ-ભુલામણી )


ભુલ ભુલામણી થી ભરેલી છે આ જીવનની ગુફા
કેટલાક દરવાજા ખોટા છે તો કેટલાક રસ્તા ખોટા છે
           છતા આ ગુફા ની બહાર નીકળવું તો છેજ !
સાથે નથી કોઇ ભોમીયો કે નથી કોઈ સાથી
નથી સુર્ય રુપી પ્રકાશ કોઇ કે નથી કોઇ ચંદ્ર રુપી તેજ
            છતા મંઝીલ ને પામવી તો છેજ !
જીવનની આ ગુફા માં ક્યારેક લાગે દરવાજો જડી ગયો
          જય ને જોવામાં આવે તો , ત્યાં દીવાલ નીકળે
અને ક્યાંક બધા દરવાજા બંધ થયેલા જોવા મળે
           ત્યાજ કોઇ ખુણા માંથી ચાવી નીકળે
ભુલ ભુલામણી થી ભરેલી છે આ જીવનની ગુફા
કેટલાક દરવાજા ખોટા છે તો કેટલાક રસ્તા ખોટા છે
           છતા આ ગુફા ની બહાર નીકળવું તો છેજ !

- મહેન્દ્ર ઝણકાટ

Monday, July 6, 2015

મુસાફીર હુ યારો, ન મંઝીલ કા પતા, ન રાસ્તે કા,

મુસાફીર હુ યારો,
ન  મંઝીલ કા પતા, ન રાસ્તે કા,
બસ યુહી ચલતા જા રહા હુ !
કભી મંઝીલ કે ભરોસે,
કભી રાસ્તે કે ભરોસે !
પતા નહિ કોન સાથ દેગા
મંઝીલ સાથ દેગી ,
યા રાસ્તા સાથ દેગા !
કોઈ સાથ દે,
યા નાદે મેરા ખુદા જરુર સાથ દેગા !

- મહેન્દ્ર ઝણકાટ