ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label રાકેશ રાઠોડ' મિત્ર '. Show all posts
Showing posts with label રાકેશ રાઠોડ' મિત્ર '. Show all posts

Saturday, November 4, 2017

Dedicated Someone Special by - મિત્ર રાઠોડ

નઝમ
.
કેવી લાગી મને એમની આ અસર
આવે સપના મને એમના રાત ભર
.
જેને ચાહી છે મેં, જેને માંગી છે મેં,
ને પરીઓથી પણ પ્યારી લાગે છે જે.
ચંદ્રની ચાંદની જેવી છે દિલરૂબા,
જોઉં છું ફક્ત એનેજ હું રાત ભર.
.
કેવી લાગી મને એમની આ અસર.
આવે સપના મને એમના રાત ભર.
.
હાથ અડતા જ મારો એ શરમાઈ ગઈ,
મેં કર્યું એક ચુંબન એ ગભરાઈ ગઈ.
આંખ એવી અદાથી ઝુકાવી છે કે,
થઈ ગયો છું નજરકેદ હું રાત ભર.
.
કેવી લાગી મને એમની આ અસર.
આવે સપના મને એમના રાત ભર.
.
એ વિચારોની દુનિયા હકીકત બની,
ને હકીકતમાં એ મારી પાસે હતી.
આવે દુલહન બની મિત્ર એ સાથમાં,
એમને બસ કરું પ્રેમ હું રાત ભર.
.
કેવી લાગી મને એમની આ અસર,
આવે સપના મને એમના રાત ભર.
- મિત્ર રાઠોડ

Tuesday, August 22, 2017

મિત્ર

અગર સમજો તમે, તો એ તમારો મિત્ર થઈ શકશે,
અને એ પણ ઘણો સારો બધાનો મિત્ર થઈ શકશે.
.
તે બસ અંદર રહી એના ઘણું જોયું ઘણું જાણ્યું,
કદી વાતો કરી તો જો મકાનો મિત્ર થઈ શકશે.
.
સદા તું માંગતો રહેતો મને આપો મને આપો,
બીજાને આપશે તો તું ખુદાનો મિત્ર થઈ શકશે.
.
હંમેશા વેર ની તે ભાવના રાખી હૃદય ભીતર,
પરંતુ પ્રેમ રાખે તો જમાનો મિત્ર થઈ શકશે.
.
કપટ, ઈર્ષા અને ગુસ્સો તું તુજ માંથી ફગાવી દે,
પછી 'રાકેશ' જેવો તું મજાનો મિત્ર થઈ શકશે.
- "મિત્ર"

Wednesday, July 5, 2017

ɦăρρў bĭřtɦɗăў ​ρălăk​ .

ɦăρρў bĭřtɦɗăў ​ρălăk​
.
ફૂલ થઈ ખીલજે ગોડ બ્લેસ યુ "પલક",
સૌની વ્હાલી બને ગોડ બ્લેસ યુ "પલક".
.
​કામયાબી બધી તારા પગલાં ચૂમે,​
સૌ શિખર સર કરે ગોડ બ્લેસ યુ "પલક".​
.
લાડકી તું જ છે મારી ને "નિશ" ની,
તૃપ્ત થઈ ગ્યા અમે ગોડ બ્લેસ યુ "પલક".
.
એકલી ખુદને તું ના સમજતી કદી,
"મિત્ર" સાથે જ છે ગોડ બ્લેસ યુ "પલક".
.
આમતો રોજ આપે દુઆ "મિત્ર" પણ
આજતો સૌ કહે ગોડ બ્લેસ યુ "પલક".
.
                મિત્ર રાઠોડ