ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label દેવેન્દ્ર ધમલ. Show all posts
Showing posts with label દેવેન્દ્ર ધમલ. Show all posts

Monday, April 25, 2016

મહોબ્બતની પીડા

ગઝલ :-       મહોબ્બતની પીડા
          ------------------------------------------------

મહોબ્બતની પીડા તો સૌ પીડાઓથી  વધારે  છે.
દરદ  એનું   બધાને   જીવતે જીવ   રોજ  મારે છે.

ઘડીભર આંખ મટકું લઇ શકે નહી આ દશા કેવી,
ઉઘાડી  આંખથી સપના જોવાનું દુ:ખ તો ભારે છે.

હસી લઇએ બધા  વચ્ચે જમાનાને  ખબર શું  છે?
અમારી   આ  હંસી  તો  જુઠના   કોઇ   પ્રકારે  છે.

ન મળ્યા હોત એ સામા અગર આ મોજ ના આવત,
મજા   મારી   તેઓની  આંખના   મોઘમ  ઇશારે છે.

રડી લઇએ હરખના આંસુથી ચાલો 'ધમલ' મનભર,
ગરિમા    પ્રેમની   મારા    હવે    તેઓ   સ્વીકારે  છે.

                               --    દેવેન્દ્ર  ધમલ
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.

Sunday, April 10, 2016

તરહી ગઝલ

તરહી ગઝલ

ધૂપ પણ છે,છાંવ છે-ચાલ્યા કરે.
ઝાંઝવા છે નાવ છે,ચાલ્યા કરે.

હારવું  કે   જીતવું,    રોવું   ભલા,
પ્રેમ કેવો     દાવ છે,ચાલ્યા કરે.

મારુ  છે  ને   હું જ છું,   લોકો કહે,
કેટલો ભરમાવ છે,   ચાલ્યા કરે.

ખિલવું  ને ખરવું પછી ચુર-ચુર થાવું
ફૂલ નો   બદલાવ  છે,   ચાલ્યા કરે.

હાથમાં આ હાથ લઇ     ચાલો   હવે,
કેટલો  ઢોળાવ    છે,   ચાલ્યા  કરે.

પ્રેમમાં ને   પ્રેમમાં    જીવ્યા  'ધમલ',
જો  એની  પણ    રાવ છે,ચાલ્યા કરે.

                      દેવેન્દ્ર  ધમલ