ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label ઘનશ્યામ કચિયા 'શ્યામ'. Show all posts
Showing posts with label ઘનશ્યામ કચિયા 'શ્યામ'. Show all posts

Sunday, September 18, 2016

તું મને સરનામું આપ,પ્રેમનું ઠેકાણું આપ. - ઘનશ્યામ કચિયા 'શ્યામ'

તું મને સરનામું આપ,પ્રેમનું ઠેકાણું આપ.
જાહેરમાં ના આપે તો કૈ નહીં, છાનુંમાનું આપ.

કરી શકું પ્રેમ દિલથી, એવું કોઈ ટાણું આપ.
રહી શકું કેદ તારા દિલમાં, એવું ખાનું  આપ.

મળી શકું રોજેરોજ ,એવું કોઈ બહાનું આપ.
વાંચી શકું દુઃખ દર્દ,એવું કોઈ પાનું આપ.

ગાઇ શકું હું ગુણગાન, એવું કોઈ ગાણું આપ,
યાદ રહે જિંદગીભર,એવું નજરાણું આપ.

-ઘનશ્યામ ચૌહાણ (શ્યામ)

Saturday, January 2, 2016

લીલીછમ લાગણીઓથી પોષીત થયું છે આ  મન

લીલીછમ લાગણીઓથી પોષીત થયું છે આ  મન,
હળ​વી કૂંપળો કામણની ફૂટી,ને ખીલ્યું છે ઉપવન​. 
મંદ મંદ વહી રહ્યો છે, એમાં પ્રેમનો પ​વન​,
ને હસ્તે મારા સર્જાયું છે એક ક​વિનું  ક​વન​.
સાથીના સાથ વિનાનું જિવન લાગે વગડાનું વન.
ને હોય તારો સાથ તો મહેકી ઊઠે છે તન​.
......................ઘનશ્યામ​(શ્યામ​)

Friday, December 4, 2015

માનવતા તો મેં
બ્લડબેંક માં જોઇ છે દોસ્ત..

લોહી ની બોટલ પર
જાતિ ના લેબલ હોતા નથી..
શ્યામ