ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label મુકેશ મણિયાર.. Show all posts
Showing posts with label મુકેશ મણિયાર.. Show all posts

Tuesday, August 22, 2017

મુકેશ મણિયાર

એક છોકરાને મળ્યો
વરસાદી મોસમમાં
વરસાદી પ્રેમ પત્ર,
વાયા વોટસ એપ...
છોકરો તો થઈ ગયો ગાંડો,
ને લીધું માથે આખું વોટસ એપ,
...ને છોકરાનાં ભાઇબંધો પણ
પડ્યાં અચંબામાં,
" પ્રેમનો પ ન જાણતા છોકરાને
કોણે મોકલ્યો પ્રેમ પત્ર ?"
છોકરો તો બસ આખો દિવસ
ન મોબાઇલ મૂકે હેઠો,
ઘડી-ઘડી ખોલે એ
વોટસ એપ,
ને છોકરા પર ઢોળાય આખું ચોમાસું,
ને એ ચોમાસાની અસરે છોકરો
થઈ ગયો આખો લીલોછંમ,,
છોકરો તો ચોમાસું
પ્રેમપત્રનાં સાનિધ્યે
કરે કોયલ ની જેમ ટહુકા,
ને નાચે મોરની જેમ છમ છમ,
છોકરાનાં રોમે રોમ
જાગે વીજ તણો ચમકાર,
ને દિલમાં ઊતરે
કાળા ડીબાંગ વાદળો
તણો ગડગડાટ,
છોકરાને  ફળ્યું ચોમાસું,
ને છોકરા તો ગાવા લાગ્યો,
" આવ્યો રે વરસાદ !
  લાવ્યો રે પ્રેમપત્ર...."
           એક છોકરાને મળ્યો      
           વરસાદીમોસમમાં
           વરસાદી પ્રેમ પત્ર,
           વાયા વોટસ એપ...      
   
- મુકેશ મણિયાર.

Wednesday, May 3, 2017

અછાંદશ : મુકેશ મણિયાર.


---------
આપણાં સલોણાં સંબંધને
કોઇ નામ આપો તમે,
આંખો થી મૌન જવાબ નહીં,
હોઠ થી કોઈ હકાર આપો તમે,
       આપણાં સલોણાં સંબંધને...
કદીક દિવસમાં એક-બે વખત,
તો કદીક દસ દિવસે એક વખત,
આપો છો દિદાર તમે,
દરરોજ દિવસમાં દસ વખત
દિદાર આપો તમે,
          આપણાં સલોણાં સંબંધને...
હોય છે વેલને લત વળગણની,
સંબંધો ને વળગણ રૂપી
આધાર આપો તમે,
          આપણાં સલોણાં સંબંધને...
સાત અક્ષરનું નામ છે એનું,
મેઘધનુષનાં સાત રંગો લઇ,
એ નામને રંગી આપો તમે,
આપણાં સલોણાં સંબંધને
કોઇ નામ આપો તમે,
આંખો થી મૌન જવાબ નહીં,
હોઠ થી કોઈ નામ આપો તમે,
       આપણાં સલોણાં સંબંધને...
--- મુકેશ મણિયાર.

Sunday, January 29, 2017

તા.19/1/2017 નાં રોજ મારી લાડકવાયી-લાડલી,વ્હાલસોયી મોટી દીકરી જીનલ નાં લગ્ન સંપન્ન થયાં, લગ્ન પૂર્વ જીનલ માટે મેં રચેલ રચના-કાવ્ય જે લગ્ન નાં પ્રાસંગિક કાયૅક્રમ-ઘરનાં ડાયરા માં માં મેં રજુ કરેલ...એ રચના-કાવ્ય આપ સૌ સમક્ષ રજુ કરું છું : કંકૉતરી


લખી છે આજ મારા બાપુએ
કંકૉતરી,
સૌ એને હેતથી વધાવજો,
બાપનાં હૈયામાં રાજ કરતી દીકરી,
પિયુના હૈયામાં રાજ કરવા જાય છે,
      લખી છે આજ મારા બાપુએ...
બચપણમાં માંગુ એ લાવી આપતાં,
ને હું માંગતી હંમેશ ઢીંગલી-ઢીંગલો,
ને રોજ રમતી એના લગ્ન ની રમત,
એમની ઢીંગલી એ રમતને આજ,
સાચુકલી કરવાં જાય છે...
   લખી છે આજ મારા બાપુએ...
કોણ કહે છે દીકરીના જવાથી
થઈ જશે બાપનું હૈયું ખાલી,
દીકરી તો રહેશે સદાય
એમને હૈયે યાદોંમાં,
ને સાદો માં....
" પપ્પા...જલ્દી આવજો,હોં..."
"પપ્પા...બેન માટે કંઈક લેતાં આવજો..."
" પપ્પા... તબિયત સારી
છે ને ?..."
યાદોંની આવી હેલીઓ મૂકીને,
બાપનાં હૈયામાં રહેતી દીકરી,
પિયુ નાં હૈયામાં રાજ કરવાં
જાય છે...
લખી છે આજ મારા બાપુએ
કંકૉતરી,
સૌ એને હેતથી વધાવજો,
બાપનાં હૈયામાં રાજ કરતી દીકરી,
પિયુના હૈયામાં રાજ કરવા
જાય છે.....
 
-મુકેશ મણિયાર.

Tuesday, April 19, 2016

" માણસ ત્રાહિમામ્  "

" માણસ ત્રાહિમામ્  "
-------------------------
ઉપર આભમાંથી અગન વરસે,
... માણસ ત્રાહિમામ્.
નીચે ડામર ની સડકો સળગે,
... માણસ ત્રહિમામ્.
કેમે કરી ભેગાં ના થાય બે છેડાં જિંદગીનાં,
... માણસ ત્રાહિમામ્.
રોજ સપના જૂએ,
રોજ સપનાં ચકનાચૂર થાય,
... માણસ ત્રાહિમામ્.
લાગણીઓ નાં સરવાળા કરનાર
ની જ,
લાગણીઓ નાં ઉડાડે છેદ લોકો,
... માણસ ત્રાહિમામ્.
માંડ આજને પૂરી કરી,
કાલ પર મીટ માંડતો,
...માણસ ત્રાહિમામ્.
છે ખબર મૃગજળ જ છે,
છતાં પાછળ દોડતો,
...માણસ ત્રાહિમામ્.
મેઘધનુષ્ય પાસે રંગ ઊછીનાં લઇ,
બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર દોરતો,
... મણસ ત્રાહિમામ્.
ઉધાર મળેલું આયખું,
ઉધારમાં જ વેડફતો,
... માણસ ત્રાહિમામ્.
મંદિરોમાં ગેરહાજર ભગવાનને
ધંટનાદ કરી પોકારતો,
... માણસ ત્રાહિમામ્.
ને હતો પોતાની અંદર જ
ભગવાન ' મુકેશ',
તેમછતાં જીવનભર દર-બદર ભટકતો,
માણસ ત્રાહિમામ્.
ઉપર આભ થી અગન....
---- મુકેશ મણિયાર.
M-99254 56357.

Saturday, April 2, 2016

મહોરાં

�� મહોરાં ��
---------------------------  
દિવસ - રાત ,
ક્ષણે - ક્ષણે ,
શ્વાસે - શ્વાસે ,
ચહેરાં પર મહોરાં
બદલતાં આપણે સહુ ,
પરિસ્થિતિ નાં તકાજે ,
ને વાતે વાતે
ચહેરા પર મહોરાં
બદલતાં આપણે સહુ ,
     દિવસ - રાત....
પત્ની પાસે જતાં
અલગ મહોરું,
મિત્ર પાસે જતાં
અલગ મહોરું ,
ગ્રાહક પાસે જતાં
અલગ મહોરું ,
અરે  ! ભગવાન પાસે
જતાં પણ અલગ મહોરું,
          દિવસ - રાત.....
કોઈ ની સાદડી માં
જતાં અલગ મહોરું ,
ને દિલમાં દુ:ખોનો બોજ
હોવાં છતાં...
કોઈ ની બથૅ ડૅ પાટૅી માં
જતાં ચહેરાં પર
ખૂશી ની છોળો ઉડાડતું
અલગ મહોરું ,
     દિવસ - રાત....
કહે છે રાવણ ને પણ
દસ મહોરાં(માથા) હતાં ,
ને આપણી પાસે
કેટલાં મહોરાં છે ?
ને આ મહોરાં ની
ભરમાળ વચ્ચે
આપણે સહુએ
આપણી ખુદ ની
ઓળખ ખોઇ દીધી છે ,
રાવણ ની ઓળખ
દસે દસ મહોરાં માં
રાવણ તરીકે જ
પ્રગટ થતી હતી ,
પરંતુ આપણે સહુ
રાત્રિના એકાંતમાં પણ ,
ક્ષણાધૅ પૂરતું
કોઇ એકાદ મહોરું
ફગાવી " ખુદ " ને
મળી શકતાં નથી " મુકેશ "....
દિવસ - રાત ,
ક્ષણે - ક્ષણે ,
શ્વાસે - શ્વાસે ,
ચહેરાં પર મહોરાં
બદલતાં આપણે સહુ ,
પરિસ્થિતિ નાં તકાજે ,
ને વાતે વાતે
ચહેરા પર મહોરાં
બદલતાં આપણે સહુ ,
     દિવસ - રાત....
    -----   મુકેશ મણિયાર.
              સુરેન્દ્રનગર.
              (99254 56357)

Saturday, March 12, 2016

બારણાં ને સૌ તોરણ થી સજાવે...

બારણાં ને સૌ
તોરણ થી સજાવે...
આ તળાવ ને કોણ
તોરણ બાંધે ?
લો..આ વડે વડવાઇ રૂપી
તોરણ બાંધી
તળાવ ને સજાવ્યું.
   --- મુકેશ મણિયાર.

Tuesday, March 8, 2016

જગ કહૈ જગદંબા... મુકેશ મણિયાર.

જગ કહૈ જગદંબા,જનની,રણચંડી, નારી શકિત.....
પણ આખરે તો અમે  'દીકરીઓ' જ ને?
....છે અમને જન્મવા નો હકક ?
                જગ કહે....
લખચૌયાઁસી નાં ફેરા-ફેરે,
મળ્યો એક 'દીકરી'  કેરો અવતાર,
તેમાંય પણ મા-બાપ ની ઈચ્છાએ જન્મવાંનું ,
અને મા-બાપ ન ઈચ્છે તો... 
......છે અમને જન્મવા નો હકક ?
                     જગ કહે....
એકવીસમી સદી માં પ્રવેશયું વિશ્ર્વ,
વિકાસ ની હરણફાળ ભરી માનવજાતે,
વિકસયું સાયન્સ અને ટેકનોલોજી,
પરંતુ વિકસ્યું છે માનવી નું હૃદય?
કહે છે સોળમી સદી માં.....
દીકરી ને દૂધ પીતી કરતાં હતાં લોકો,
કિન્તુ એકવીસમી સદીમાં.....
ગભઁ માં જ દીકરીને મારી નાંખે છે લોકો,
એકવીસમી સદી કરતાં સોળમી સદીનાં લોકો,
કદાચ વધુ વિકસિત લાગેછે.....
સોળમી સદીમાં દીકરી અંધકાર માંથી પ્રકાશ માં તો આવતી હતી,
જયારે આજે ? ? ?....
દીકરીને અંધકાર માં જ ખતમ કરી દેવાંની..
છે અમને જન્મવા નો હકક ?
   જગ કહે જઞદંબા,....,,
-----    મુકેશ મણિયાર.

Saturday, February 27, 2016

" ક્ષણ "

"  ક્ષણ  "
----------------------------
ચાલ મનવા...
ચાલી રહેલી ,
આ જીવાતી  ક્ષણ,
ક્ષણ ભર બાદ,
ભૂતકાળ ની ક્ષણ
બની જાય તે પહેલાં,
મનભરી ને જીવી લઇએ...
મહત્વકાંક્ષાઓ પાછળ ની
ભાગદૌડ,
અને
ઈચ્છાઓ ની ખેંચતાણ વચ્ચે,
ક્ષણ-ક્ષણ
જીવન વીતતું જાય છે,
એ ભુલાઇને કે...
ક્ષણ-ક્ષણ થી જ
બન્યું છે જીવન.
...અને એટલેજ સ્તો,
ચાલ મનવા...
ચાલી રહેલી ,
આ જીવાતી  ક્ષણ,
ક્ષણ ભર બાદ,
ભૂતકાળ ની ક્ષણ
બની જાય તે પહેલાં,

મનભરી ન જીવી લઇએ...
   ----  મુકેશ મણિયાર.
Mo : 99254 56357.

Monday, February 15, 2016

વસંત આવી....

વસંત આવી....
----------------------------
ચાલ લાગણીઓ નાં
સંબંધ ને ફરી વાવીએ....
ગત વસંત માં વાવેલ
અને ન ફૂટેલાં
કુંપળો - અંકુરો ને
ભૂલી ને
પ્રેમ,સ્નેહ ત્થા ત્યાગરૂપી
ખાતર પાણી નું
સિંચન કરીએ,
વસંત આવી....
ચાલ લાગણીઓ નાં
સંબંધ ને ફરી વાવીએ....
    ----   મુકેશ મણિયાર.

Friday, February 12, 2016

સંબંધ

સંબંધ
----------------------
સંબંધ એટલે.....
ક્ષણ માં લાગે
પાણી માહેં નો પરપોટો,
ક્ષણ માં લાગે
માટી નાં વાસણમાં
જમાવેલ દહીં...
સંબંધ માં સ્પૅશાય કયારેક...
ઝાકળ ની ભીનાશ,
ફૂલો ની કુમાશ,
ને પ્રભાત નાં સોનેરી
કિરણો નો ચળકાટ,
સંબંધ માં કયારેક અનુભવાય...
લાક્ષાગૃહ નો ભડભડતો તાપ,
અમાસે દરિયા માં આવતી
ઓટ તણો સંતાપ,
સંબંધ એટલે.....
ક્ષણ માં લાગે
પાણી માહેં નો પરપોટો,
ક્ષણ માં લાગે
માટી નાં વાસણમાં
જમાવેલ દહીં...

Sunday, February 7, 2016

અનંતની યાત્રા

અનંતની યાત્રા
------------------------------------
જઇ રહ્યાં હતાં
સૌ પ્રવાસે
પોતપોતાના મુકામે,
કોઇ દીકરી બાપને મળવા,
તો કોઈ વિદ્યાર્થી શની-રવિ
ઘેર કુટુંબ સાથે ગાળવા,
કોઇ લગ્ન કંકોત્રી હાથોહાથ દેવા,
તો કોઈ અંગત ના અવસાને
દિલોસોજી દેવાં...
   જઇ રહ્યાં હતાં સૌ...
કોઇક ને દસ મીનીટ પછી
ઊતરવા નું હતું,
કોઇ ને અડધાં કલાક પછી
તો કોઈ ને કલાક પછી...
-પણ કાળે (કે ઇશ્વર) ને
સૌનો પ્રવાસ એક સાથે
પૂણૅ કરવો હતો...
ખાબકી બસ પૂલની નીચે ખાઇમાં,
અને એક સાથે અનેક નો
પ્રવાસ પૂણૅ થઈ ગયો,
સૌ ચાલી નીકળ્યાં
અનંતની યાત્રાએ -
કાળને કયાં કોઈ
જાણી શક્યું છે ?
     RIP.
   ----   મુકેશ મણિયાર

Friday, February 5, 2016

શું મજા છે ?

મેં ઝાકળ ને પુછયું ,
" ક્ષણ વારમાં ઊડી જવામાં
  શું મજા છે ? "
મેં ફૂલો ને પુછયું ,
" ખીલી ને ખરી જવામાં
  શું મજા છે ? "
મેં નદી ને પુછયું ,
" વહી જવામાં
  શું મજા છે ? "
મેં સુગંધ ને પુછયું ,
" વિખરાઈ જવામાં
   શું મજા છે ? "
મેં દિપક ને પુછયું ,
" ખુદને સળગાવવા માં
  શું મજા છે ? "
મેં સૂરજ ને પુછયું ,
" આટલું બધું સતત તપવા માં
  શું મજા છે ? "
                ને.....
  બધાં એ એકી સાથે,
  એકી અવાજે...
  મને પૂછ્યું ,
  માણસ તરીકે જન્મી (અવતરી)
   " માણસ " બનીને
     ન જીવવા મા
      શું મજા છે ? "
  હું અનુઉતર બની ગયો...
  ....જવાબ આજ દિન સુધી નથી
  મળ્યો.
     ----  મુકેશ મણિયાર .

Sunday, January 31, 2016

સાયબો મારો...

સાયબો મારો
ઘોડો લઇ ને આવશે ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબાએ કીધું'તું મને ,
હું આવી ને લઇ જઇશ ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
ઓઢયું છે મેં પ્રેમ નું પાનેતર ,
ઓઢી ને પાનેતર...
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો ઘોડો...
આંખો માં સપના
ને હાથોમાં સજી છે મેં મહેંદી ,
મહેંદી ના રંગો સા
સપનાઓ સજાવવા ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો ઘોડો...
જતાં-જતાં હું પાછું વાળીને
જોઇશ નહીં ,
કેમકે બાપુને રડતાં
જોઈ શકીશ નહીં ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો
ઘોડો લઇ ને આવશે ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબાએ કીધું'તું મને ,
હું આવી ને લઇ જઇશ ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
    ---  મુકેશ  મણિયાર.

Tuesday, January 19, 2016

" સવાસો કરોડ દેશવાસીઓ જો ધારે તો......"

તહેવારો નાં નામે
આપણે સૌ
સ્વચ્છ ભારત અભિયાન
નો કેવો ભુંસડીયો વાળી
દઇ છીએ નહીં ?
દિવાળી પર
સરે આમ ફટાકડા ,
ઘર સાફસુફી નો
કચરો...વ.
ઉત્તરાણ પર
શેરડી નાં કૂંચા ,
ફાટેલી પતંગો ,
બળી ગયેલી તુક્કલો ,
દોરીની ગૂંચો...વ.
અને આમ દિવસો માં ?
ખાધ્ય સામગ્રીઓ
નાં પડીકા ,પ્લાસ્ટિક બેગ,
વપરાય ગયેલ
ટુથપેસ્ટ,સેવિંગ ટયુબ,
ખાલી બોટલો...વ.
ને,
સ્વચ્છ ભારત અભિયાન નો
       ભુંસડીયો.
" સવાસો કરોડ દેશવાસીઓ
જો ધારે તો......"
    ---- મુકેશ મણિયાર.

Thursday, January 14, 2016

જિંદગી અને પતંગ

જિંદગી અને પતંગ
-------------------------------------
જિંદગી અને પતંગ ...
બંને સરખાં ,
બંને નો દોર
અન્ય નાં હાથમાં.
પતંગ સાનુકૂળ
હવા થી ચડે ,
જિંદગી સાનુકૂળ
સંજોગો થી સજે...
      જિંદગી અને...
પતંગ કયારેક નમે ,
ઝૂકે , કે ગોથા ખાય ,
જિંદગી કયારેક નમે ,
કંપે , કે હંફે...
      જિંદગી અને...
પતંગ માં કયારેક
ખેંચવું પડે ,કયારેક
ઢીલ દેવી પડે ,
જિંદગી માં કયાં
ખેંચવું ,કયાં ઢીલ
દેવી , ન સમજાય...
જિંદગી અને પતંગ ...
બંને સરખાં ,
બંને નો દોર
અન્ય નાં હાથમાં....
     --- મુકેશ મણિયાર.

Wednesday, December 16, 2015

" કભી કિસી કો મુકમલ જહાં નહીં   મિલતા,...

" કભી કિસી કો મુકમલ જહાં નહીં
  મિલતા,
  કહીં જમીં તો કહીં આસમાં નહીં
  મિલતા...."
...ને સેલફોન ની રીંગ વાગતાં
ડો.અનુજ શાહ જગજીતસિંહ ની પોતાની પ્રિય ગઝલ ને પોઝ કરી.
" સર..પપ્પા ની તબિયત..."
"હાં , આવું છું."
મેડીકલ બેગ ઉઠાવતાં ડો.અનુજ બબડયો ;
" મારે કયાં ડોકટર બનવું હતું ?
પપ્પા એ પરાણે પોતાના વ્યવસાય માં જોડયો...બાકી પોતને તો પ્રિય ગઝલ ગાયકજગજીતસિંહ ની જેમ ગઝલ ગાયક બનવું હતું.મોબાઈલ ઉઠાવતાં પોઝ બટન  ફરી દબાતા ફરી ગઝલ વાગી...
" કભી કિસી કો મુકમલ જહાં નહીં
  મિલતા,
  કહીં જમીં તો કહીં આસમાં નહીં
  મિલતા...."
     ----   મુકેશ મણિયાર.
             99254 56357.