ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label લાલજી ચુઙાસમા. Show all posts
Showing posts with label લાલજી ચુઙાસમા. Show all posts

Monday, November 16, 2015

આ શહેર છે રંગીલુ રાજકોટ.

સપનાનુ મેઘધનુષ્ય જેવું રંગોનું સપ્તરંગી ,આ શહેર છે રંગીલું
રાજકોટ ;
રંગબેરંગી લોકોમાં આનંદની હેલી જેવું છલકાવતું ,આ શહેર છે રંગીલું રાજકોટ.

જાડેજા વિભાજીએ વસાવેલું રાજનું કોટ છે, આ શહેર છે રંગીલું રાજકોટ ;
રાજના કુમારોની રાજકુમાર કોલેજ શાન છે ,આ શહેર છે રંગીલું રાજકોટ.

આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીબાપુની સ્મૃતિ ઝળકે છે ,આ શહેર છે રંગીલું રાજકોટ ;
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાથી તારલાઓ ચમકે છે ,આ શહેર છે રંગીલું રાજકોટ.

મેળાઓમાં માનવમહેરામણ તહેવારોમાં રેસકોર્ષમાં ઉમટે ,આ શહેર છે રંગીલું રાજકોટ ;
આજી ડેમ ના કિનારે કિનારે પ્રેમી યુગલોના બેસણા છે , આ શહેર છે રંગીલું રાજકોટ.

સ્વામી નારાયણની સત્યવચનો,દિવ્ય અમૃતવાણી વહે છે , આ શહેર છે રંગીલું રાજકોટ ;
ક્રિકેટ ચાહકોની ચાહત ખેચતું લઈ જાય છે ખંઢેરી સ્ટેડિયમ , આ શહેર છે રંગીલું રાજકોટ.

પ્રદ્યુમન પાર્કમાં સાવજની ડણક સવાર-સાંજ સંભળાય છે, આ શહેર છે રંગીલું રાજકોટ ;
ખેતીના ઓજારો ને ડિઝલ
એન્જીનનું ઉત્પાદન કરે છે , આ શહેર છે રંગીલું રાજકોટ.

વોટસન મ્યુઝિયમમાં ઈતિહાસની સાબિતિનો વિવિધ સંગ્રહ ખજાનો છે , આ શહેર છે રંગીલું રાજકોટ ;
રંગીલી પ્રજાનું,ભાતીગળ માનવનું,સૌરાષ્ટ્રનું પેરીસ છે ,આ શહેર છે રંગીલું રાજકોટ.

-ચુડાસમા લાલજી 'આદિત્ય'

Monday, October 26, 2015

છલકતી જવાની ને છલકતા જામ પર

છલકતી જવાની ને છલકતા જામ પર;
નશો દારુની બોટલમાં ને નજર જવાની પર.

તારા હોઠોને ચુમતો રહ્યો , નેણનાં ઈશારા પર,
રાતભર આપણે રહ્યા સાથે ; છલકતા જામ પર.

જવાની ને પણ પાંખો હોય , છલકાય જામ પર;
રાત પડી છે દીલ છલકાય , ધબકતા દીલ પર.

હવે બહુ ના તડપાવ મને , આંખના ઈશારા પર ;
......અને તમે,એકમેકમાં  ખોવાયેલા જવાની પર.

તારી યાદ હવે બહુ આવે,તારા મધમધતા હોઠો પર ;
બહુ વસમું લાગે 'લાલુ',વીતેલા ભૂતકાળ પર.

-ચુડાસમા લાલજી 'લાલુ"

Saturday, October 3, 2015

હાથમાં હાથ રાખીને નીકળી પડે છે,
ખીસ્સામાં હાથો રાખી નીકળી પડે છે,
ભરોસાની નાવડીમાં બેસી સફર ખેડે છે,
મંઝીલ ને પામવા તે એકલો જ નીકળી પડે છે.
                           ..લાલુ.

Tuesday, September 29, 2015

તમે મારા નયનમાં જીવનભર રહીને જુઓ,
પ્રેમની ચાહતમાં પાગલ થઈ ને જુઓ,
તમે આજે પણ પહેલા મલ્યા હોય તેવા જ છો,
થોડીવાર દુનિયાને ભૂલાવી મારામાં સમાઈ જુઓ.

..................લાલુ.

Monday, September 21, 2015

પગલા ચાલ્યા ખેતર તરફ....

મેહુલો આવ્યો વરસાદ લઈને ખેતર તરફ ,
મહેક પ્રસરી સમીરના સાથમાં ખેતર તરફ ;
મહેનત કરવા પગલા ચાલ્યા ખેતર તરફ ,
વસુંધરા ખૂંદી કણમાંથી મણ કરવા ખેતર તરફ ;
ધરા પર બીજ અંકુર થઈ ઉગ્યા ખેતર તરફ ,
હરીયાળી લહેરાઈ ભૂમી પર ખેતર તરફ ;
ટોળાઓમાં પંખીઓ કિલ્લોલ કરે ખેતર તરફ  ,
મુક્ત ગગનમાં મુક્ત થઈ ઉડે ખેતર તરફ  ;
ખુશીથી ગીત ગાતા પગલા ચાલ્યા ખેતર તરફ ,
'લાલુ' મહેનતની મૌસમ લણવા ખેતર તરફ
-લિ.ચુડાસમા લાલજી 'લાલુ'

Thursday, September 3, 2015

લાલુ'ની મુલાકાત રુષી સાથે થશે હવે ; વર્ષો પછીની પ્રથમ મુલાકાત થશે હવે.

ગઝલ
વર્ષો પછી મળ્યા !

વર્ષો પછીનું સ્નેહમિલન થશે હવે,
સુખ-દુ:ખની વાતો ઉભરાશે હવે ;

શબ્દો ને નયન ની તકરાર થશે હવે,
હૈયાની વાતો દ્રશ્યમાં રજૂ થશે હવે ;

પારીવારીક ઓળખાણો થશે હવે,
સ્નેહની સુવાષમાં વધારો થશે હવે ;

પ્રેમ-કથાઓની શરુઆત જ થશે હવે ,
આસુ અને સ્મીતની રજુઆત જ થશે હવે ;

આતુર ચક્ષુમાં ઉત્સુકતા જોવાશે હવે ,
વર્ષોની પ્રતિક્ષાનો અંત થશે હવે ;

સાધુની તપસ્યા જેમ તપ ફળશે હવે ,
'લાલુ'ની મુલાકાત રુષી સાથે થશે હવે ;

વ્હાલની વાદળીનો વરસાદ થશે હવે ,
વર્ષો પછીની પ્રથમ મુલાકાત થશે હવે.

-લિ.ચુડાસમા લાલજી

Sunday, June 14, 2015

હારમાંથી જીત મળી.

હારની ખૂશી છે ત્યારે,
નવી એક તક મળી.

નિષ્ફળ થયો છું ત્યારે,
અનુભવની શીખ મળી.

હિંમત હાર્યો છું ત્યારે,
આશાની જ્યોત મળી.

થાકી ગયો છું ત્યારે,
અંતરની ભીત મળી.

હદયમાં હામ છે ત્યારે,
સજઁનની નેમ મળી.

થાક નહી મૂસાફીર ત્યારે,
પ્રેરણાની હૂફ મળી.

ખુશી છે "લાલુ"ને ત્યારે,
હારમાંથી જીત મળી.
   
▪ચુડાસમા લાલજી "લાલુ"

Saturday, May 30, 2015

તપાસ કરવી પડશે......

શ્વાસની માફક હવે તો,
            વિશ્વાસનો પણ રીપોર્ટ કઢાવો પડશે;
કારણ એ જ કે ચારીત્ર્યનાં,
            દરેક પાસાને તપાસવા પડશે.
સ્નેહ ની માફક હવે તો,
             પ્રેમરોગ ને રોગીઓ વધી ગયા;
તન,મન,લોભ,લાલચ જેવાની,
             દ્રષ્ટીકોણથી તપાસ કરવી પડશે.
વફાદારીની માફક હવે તો,
            ઈમાનદારીના ઈમામ વહે'યા;
સઘળુ લૂટયા,લૂટાયા પછી,
           નફો-ખોટનો હિશાબ રાખવો પડશે.
           
           ▪ચુડાસમા લાલજી "લાલુ"

Friday, May 29, 2015

સ્મીત ફેલાવી દે

એક સ્મીતથી બધા ચેહરા ને મલકાવી,
ક્ષણવારમા મોટેથી હાસ્યમાં હસાવી દે.
ઉષાકાળ થી સંધ્યાકાળ સુધી આનંદીત રે'તો,
જાણે શબ્દો મધ જેવી મીઠાશ પ્રસરાવી દે.
દુઃખ-દદઁ ને અશાંતિ જાણે જોજનોથી છેટુ,
સુખની વાતો કરતો ભાન ભુલાવી દે.
રંગીલો સ્વભાવ ને હાજર જવાબી ભાષા,
નજરોથી વાતો કરતો જણે સ્નેહથી ભીજવી દે.
ખુશીનાં દિવસો જાણે હેમથી મઢ્યા છે,
સ્મૃતિપટ પર "પાલા"ની યાદ અપાવી દે.
          
-ચુડાસમા લાલજી "લાલુ"

(કવિનાં પરમ મિત્ર પાલાભાઈ ને અપઁણ)

વૃંદાવનમાં, મધુર સંગીત સંભળાય છે.

વૃંદાવનમાં,
વૃક્ષો ના વનમાં, કદંમ ના શ્વાસમાં,
ગોકુળની શેરીઓમાં, ગોપીઓના પ્રાણમાં,

વાસળીના સૂરમાં,
કોયલના કંઠમાં, રાધાનાં મુખમાં,
મોરનાં ટહુકામાં, મીરાની ધૂનમાં,

કનૈયા ના મુખમાં,
ગાયોના દૂધમાં, પંખીઓના કલરવમાં,
ગોવાળો ના સંગમાં, નરસૈયાના ભજનમાં,

વૃંદાવનમાં,
મધુર સંગીત સંભળાય છે.
 
▪ચુડાસમા લાલજી "લાલુ"

Tuesday, May 26, 2015

પ્રતિક્ષા કરતી રહી !

રાતભર રોશની તલવારની ધાર જેમ
એક ધયાનમા ઝગમગાટ બળતી રહી

વાયરાની સાથે દરેક ક્ષણમાં
મિલન ની પ્રતિક્ષા કરતી રહી

આંખમાં એક સુખનું ઝોલુ આવયુ
નીંદર પળવારમાં અલોપ રહી

પ્રેમના કિનારા પર ઊભો રહીને
જિંદગીભર પૄતિક્ષા કરતી રહી

ક્ષિતિજોના ઓળામાં આકૃતિ જેમ
મંઝિલરૂપી જહાજ દોડાવતી રહી

કૈફી ઢ્ર(!)વણ હૈયામાં રાખીને
બહારથી હું હષઁમા મલકાતી રહી

એથી વહી રહયા કિનારા પરથી દૂર દૂર
એવી કસ્તીઓની પ્રતિક્ષા કરતિ રહી.

   ▪ચુડાસમા લાલજી "લાલુ"

મહેનત નું ખેડાણ કયુઁ, સપના નું વાવેતર;
મેહુલા નુ આગમન ને સફળતા એ સાબિત કયુઁ.
           
        ▪ ચુડાસમા લાલજી "લાલુ"

"અંતરથી ભીનાશ થાય છે."

આખી દુનીયામા કેવી હલચલ થાય ?
ન કહો વાત તો પણ કાને પો'ચી જાય છે.

તડપમાં જે વયથા પડી તે આગળ થાય છે
તયારે સાચા પેરમીના પારખા થાય છે.

આંખોથી ચાહી દીલમાં પો'ચી જાય છે
એવું મળતા તે સપનું બની જાય છે

માગયુ હતુ સનેહ પૄભુ ની પાસે
તે સરાધા આંખો થી મળી જાય છે

કહેવુ નહોતુ પણ તેને કહી દીધું
પછી ન મળયા નો અહેસાસ થાય છે

આંખો મિલાવી ને બોલી ન શકયો
તે વયથા થી અંતર થી ભીનાશ થાય છે
     
     ▪ચુડાસમા લાલજી "લાલુ"

Monday, May 25, 2015

"અદૄભુત રંગો,મોરપીછમાં"

રંગો નુ અદૄભુત મિલન મોરપીછમા થયું,
કુદરત ના  રંગોનુ   સજઁન મયુરમાં  થયું;

કળામય મોર નુ મયુરીમા મિલન થયું,
તયાં મેહુલાની સવારીનું આગમન થયું;

વાદળ ના ગડગડાટ-વીજળી ના ચમકારા,
ઝરમર વરસાદનું મિલન ધરતી ને થયું;

આકાશમાં સાત રંગો નુ સજઁન થયું,
જાણે ફોરમતી ધરતી નુ મિલન થયું;

વન નો રાજા જે "કલાપી નો કેકારવ",
અદૄભુત રંગોની છાંટ મોરપીછમાં થયુ;

મોરપીછની કલગી કાના નાં મુગટમાં સોહે,
વાંસળી ના શૂરમાં ટહુકાનુ મિલન થયું;

વગડામાં મે..આ..વ, મે..આ..વ ના ટહુકા,
સાતેય શૂર-લય નો ઉદૄભવ મોરમાં થયુ;

દેશનું રાજ પંખી , કારતીકેય નું વાહન,
મોરપીછમાં "લાલુ" રંગોનુ મિલન થયુ.
    
-ચુડાસમા લાલજી "લાલુ"

હસતો ચેહરો રાખજો

સવાર ની ઉષા ને ઝાકળ નો સથવારો,
પણઁ પર ઝાકળબિંદુ ની ભીંનાશ રાખજો;

સૂયઁની સવારી ને પૄકાશનો સથવારો,
પંખીઓના કલરવ નો ગુંજારવ માણજો;

પૄફુલીત ચેહરો ને આનંદ નો સથવારો,
મધુર વચનોમાં માંની મમતા રાખજો;

નયનમાં સપના ને જીવંત રાખજો,
કઠીન મહેનત થી આકાર આપજો;

પાનખર ને વિદાય,વસંતનું આગમન,
હરીયાળુ જગત ને લીંલુ બનાવજો;

"લાલુ" આવે તો હસતો ચેહરો રાખજો,
અંત ને આરંભ નો સરવાળો રાખજો.
    ▪ચુડાસમા લાલજી "લાલુ".

Saturday, May 23, 2015

રાત વીતી જશે


તમે આવશો ને રાત ની રંગત જામશે,
શરાબ ને શબાબ ની મહેફીલ જામશે;

આંખોના ઈશારાથી નજરો ટકરાશે,
જવાની ના ઘોડાઓ પૂરપાટ દોડશે;

હૈયાની વાતો ને હોઠો પર આવશે,
યૌવન ની અંગડાઈ મિલનમા જામશે;

સૂતા રહયા તમે ને સપનાઓ આવશે,
નશીલી રાતમા અરમાનો જાગશે;

શાંત વાતાવરણમા કોલાહલ ગૂંજશે,
મદહોશ બની બાહોમા તૂફાન જામશે;

રાતભર રોશની નીરવ બની રહેશે,
"લાલુ" મહેફીલમાં મુલાકાત જામશે; .

-ચુડાસમા લાલજી "લાલુ"

Friday, May 22, 2015

વનલતાઓ માં પંખીઓ ના ટહુકા સંભળાય છે
કોયલ, બુલબુલ, મોર, મેના ડાળી ટર ગહેકે ,
ઝાડ ની ડાળીઓ પર ફૂલ-મૉર મોહરે,
ભમરાઓ ડાળીઓ પર ગુંજારવ કરે,
વસંત મહૉરી ઉઠી વૃક્ષો ના પણઁ પર,
સમીર જાણે વીંઝણો વીઝે તેમ વાય છે ;
વનોમા વૃક્ષોનુ સંગીત મધૂરુ સંભળાય ,
આજ વિકાસ ના નામે વૃક્ષછેદન કરે,
વૃક્ષોનુ દદઁનાક આકૄદનુ દુ:ખ-દદઁ,
કયારે માનવી વૃક્ષનુ દુ:ખ સાભળે ?
વૃક્ષો આપણા સાચા મિત્રો કહેવાય છે;
છાયો-લાકડુ,ફળ-ફૂલ,સુખ આપે,
અંતરની દૂવા આપી આયખુ ઉઝાળે,
માનવી મારુ દદઁ નહી સમજે ?
આજ હરીયાળી ધરતી પર વૃક્ષો ઝંખે ,
ધરતીનુ ઘરેણુ વૃક્ષો થી શોભે છે;
"લાલુ" "હરીયાળુ ભારત "નુ સપનુ ઝંખુ છું.
            -ચુડાસમા લાલજી "લાલુ"

આંખોથી એક સફર શરૂ થઈ ,
અદૃશ રહી એક રજુઆત થઈ ;
રદય થી એક ભૂલ શરૂ થઈ ,
પેરમ કરવાની સજા શરૂ થઈ ;
વીરહ, મિલન ના વાયદા થયા ,
જેની અસર જીવનભર થઈ ;
અંતર ના આશિષ આપયા  ,
હેતના વરસાદ ની શરૂઆત થઈ ;
સુખ-દુ:ખ ના ઓસડ મલયા ,
નયન માં થોડી રાહત થઈ ;
જગતમાં સમસયા વધી છે ,
"લાલુ" શાંતી ની શરૂઆત થઈ.
                   -ચુડાસમા લાલજી એન."લાલુ"