ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label પ્રવિણ દુધરેજીયા. Show all posts
Showing posts with label પ્રવિણ દુધરેજીયા. Show all posts

Tuesday, April 19, 2016

કાગળ ને અક્ષર ભલે પીળા પડી ગયા,

પપ્પાએ કૉલેજમાં ભણતી એ સમયના મેં સાચવી રાખેલા મારા મિત્રો,બહેનપણીઓના બર્થ ડે કાર્ડસ, અને પત્રોની બેગ એમના કબાટમાંથી જડતાં મને આપી ને હું એક એક કરીને એ પત્રો, કાર્ડસમાંથી ફરી પસાર થઈ એ સમયે મને આવી કંઈક અનુભૂતિ થઈ,,,,

કાગળ ને અક્ષર ભલે પીળા પડી ગયા,
વરસો પુરાણા પત્રો મળતાં, ગત વર્ષો મળી ગયાં.

રણ જેવાં આ સુકાંભઠ જીવનમાં જાણે,
સ્નેહનાં લીલાછમ્મ મીઠા વીરડા મળી ગયા.

પુરાણા પત્રો એ મિત્રોના શું હાથ ચડ્યા,
લાગ્યું જાણે જોબનના ખજાના જડી ગયા.

પાને પાને ઉકલે સંસ્મરણો વાસતો
ને બોલા-અબોલાના મહેકંતા વાયરા મળી ગયા.

આજ ભરબપોરે આ અક્ષરોમાં કંઈ
કેટ-કેટલાં,
જોને રંગીન અરમાન, વિરહ ઝૂરાપા જડી ગયા.

~ પ્રવિણ દુધરેજીયા

Wednesday, April 13, 2016

તે ક્યારેય વિચાર્યું છે કે ... આપણા સંબંધનું નામ શું છે ?
પ્રેમ...,જરૂરીયાત..., લાગણી..., અહેસાસ...,ઈચ્છા..., પસંદગી... કે પછી આકાશ નો ધરતી સાથે ...,
વરસાદ નો રણની સાથે..., હકીકતનો સપનાઓની સાથે..., દિવસનો રાત સાથે... આ ક્યારેય એક
બીજાને મળી નથી શકવાના ...તો પણ એકબીજા વગર અધૂરા છે ...
કદાચ આવો જ  સંબંધ છે તારો અને મારો નહિ પરંતુ આપણો...                    
પ્રવિણ દુધરેજીયા